For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શાકભાજી વેચી રહ્યા છે બાલિકા વધુ સીરિયલના ડાયરેક્ટર, અનૂપ સોની બોલ્યા - ખૂબ જ દુઃખદ

ટેલીવિઝનની જાણીતી સીરિયલ 'બાલિકા વધુ'ના ડાયરેક્ટર રામવૃક્ષ ગૌડને પોતાના પરિવારનુ પેટ પાળવા માટે શાકભાજી વેચીને ગુજરાન ચલાવવુ પડી રહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોરોના વાયરસ મહામારી અને તે બાદ લગાવવામાં આવેલ લૉકડાઉને અર્થવ્યવસ્થાને ખરાબ રીતે પ્રભાવિત કરી છે. કરોડોની સંખ્યામાં લોગો બેરોજગાર થઈ ગયા, કામધંધા ઠપ્પ થઈ ગયા. આની અસર મનોરંજન ઈન્ડસ્ટ્રી પર પણ પડી. ટેલીવિઝનની જાણીતી સીરિયલ 'બાલિકા વધુ'ના ડાયરેક્ટર રામવૃક્ષ ગૌડને પોતાના પરિવારનુ પેટ પાળવા માટે શાકભાજી વેચીને ગુજરાન ચલાવવુ પડી રહ્યુ છે. હાલમાં તે આઝમગઢ જિલ્લામાં શાકભાજી વેચી રહ્યા છે. કહેવામાં આવી રહ્યુ છે કે તે એક ભોજપુરી ફિલ્મ માટે કરવાના હતા અને ત્યારબાદ હિંદી ફિલ્મ માટે પણ કામ કરવાના હતા પરંતુ ત્યારે કોરોના મહામારી શરૂ થઈ ગઈ.

અકાઉન્ટ ડિટેલ જાણવાની કોશિશ

અકાઉન્ટ ડિટેલ જાણવાની કોશિશ

ડાયરેક્ટરના શાકભાજી વેચવાના સમાચાર ઑનલાઈન પણ ખૂબ વાયરલ થયા. જેના પર બાલિકા વધુ શોના લીડ કલાકાર અનૂપ સોનીએ પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે એક ન્યૂઝ આર્ટિકલ પર કમેન્ટ કરીે કહ્યુ કે આ ઘણુ દુઃખદ છે. અમારી બાલિકા વધુ ટીમને આ વિશે જાણવા મળ્યુ છે અને અમે મદદ કરવા માટે તેમનો સંપર્ક કર્યો છે. ન્યૂઝ 18ના રિપોર્ટ અનુસાર અનુપ સોનીનુ કહેવુ છે કે, 'વાસ્તવમાં ઘણા બધા લોકો તેમને જાણતા નહોતા કારણકે તે બીજા યુનિટના ડાયરેક્ટર તરીકે કામ કરી રહ્યા હતા. બાલિકા વધુ ટીમથી મને જાણવા મળ્યુ છે કે તે એમની અકાઉન્ટ ડિટેલ જાણવાની કોશિશ કરી રહ્યા છે.'

બાલિકા વધુની ટીમ કરશે મદદ

બાલિકા વધુની ટીમ કરશે મદદ

અનૂપ સોની આગળ કહે છે, 'તે એ લોકોમાંના એક છે જેમનુ મુંબઈમાં ઘર છે, તે ઘણા સકારાત્મક અને સ્વાભિમાની વ્યક્તિ છે. તો ટીમ તેમની અકાઉન્ટ ડિટેલ જાણવા માટે તેમને વાત કરી રહી છે અને આખી બાલિકા વધુની ટીમ એ માની ગઈ છે કે જેવુ અમને તેમની અકાઉન્ટ ડિટેલ્સ જાણવા મળશે અમે તેમની મદદ માટે યોગદાન કરીશુ, તે પણ તેમને જોઈએ.' તેમણે કહ્યુ, 'અમે તેમને માત્ર પૈસાની મદદ કરી શકીએ છીએ. એક અભિનેતા હોવાના નાતે હું કોઈને ડાયેરેક્શનની નોકરી કે એક્ટિંગની નોકરીનુ વચન નથી આપી શકતો કારણકે આ ક્રિએટીવનો નિર્ણય હોય છે.'

પૈસાની મદદ કરવા માટે તૈયાર

પૈસાની મદદ કરવા માટે તૈયાર

તેમણે આગળ કહ્યુ, 'જે લોકો સાથે તેમણે કામ કર્યુ છે, જેવા કે પ્રોડ્યુસર અને ડાયરેક્ટર તે તેમના સંપર્કમાં છે. મને અત્યારે આ વાતની ખબર છે અને મે પણ કહ્યુ છે કે જે પણ પૈસાની મદદ જોઈએ તો મને કહો.' તમને જણાવી દઈએ કે લૉકડાઉન દરમિયાન ઘણા કલાકારો અને ટેકનિશિયનોને શાકભાજી વેચવા જેવા કામ કરતા જોવામાં આવ્યા છે કારણકે સંક્રમણથી બચવા માટે શૂટિંગ બંધ કરી દેવામાં આવ્યા હતા.

ગૂગલે કેમ બનાવ્યુ જોહરા સહેગલ પર આજે ડૂડલ?ગૂગલે કેમ બનાવ્યુ જોહરા સહેગલ પર આજે ડૂડલ?

English summary
Balika Vadhu director selling vegetables, Anup Soni said this is very sad trying to get his account details.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X