Oh! બાલિકા વધુમાં બળાત્કાર પીડિત સાંચી કરશે આપઘાત?
મુંબઈ, 26 ફેબ્રુઆરી : કલર્સના મોસ્ટર પૉપ્યુલર શો બાલિકા વધુએ તાજેતરમાં 1500 એપિસોડ્સ પૂર્ણ કરવાની ઉજવણી કરી છે. સોશિયલ ઇસ્યુને ખૂબ જ નજીકથી બતાવનાર આ શોમાં આજકાલ આનંદી (તોરલ રાસપુત્રા)ની નણંદ સાંચી (રૂપ દુર્ગાપાલ)ની વાર્તા પ્રમુખતા સાથે બતાવાઈ રહી છે કે જે શારીરિક શોષણનો ભોગ બની છે.
મળતી માહિતી મુજબ સીરિયલ બાલિકા વધુમાં તાજેતરમાં જ સાંચી સાથે તેના મિત્ર સૌરવ (સોનલ હાન્ડા)એ શારીરિક સંબંધો બાંધ્યા હતાં. સૌરવે સાંચીને પાર્ટી દરમિયાન નશીલી દવા પીવડાવી તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતાં. સાંચીએ સૌરવ સામે કેસ તો કર્યો છે, પણ સબૂતના અભાવે સૌરવને બેલ મળી જાય છે અને ડીએનએ રિપોર્ટ નેગેટિવ આવતા તે ડિપ્રેશનમાં આવી ગઈ છે અને આ ડિપ્રેશન હેઠળ હવે તે શું કરશે?
ચાલો બતાવીએ તસવીરો સાથે સાંચીની કહાણી :

સાંચીનું જાતિય શોષણ
બાલિકા વધુમાં તાજેતરમાં જ સાંચી સાથે તેના મિત્ર સૌરવ (સોનલ હાન્ડા)એ શારીરિક સંબંધો બાંધ્યા હતાં. સૌરવે સાંચીને પાર્ટી દરમિયાન નશીલી દવા પીવડાવી તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતાં.

માનસિક રીતે ભાંગી
આ ઘટના બાદથી સાંચી માનસિક રીતે ભાંગી પડી છે.

ડિપ્રેશનમાં સાંચી
સૌરવને બેલ મળતા અને ડીએનએ રિપોર્ટ નેગેટિવ આવતા સાંચી ડિપ્રેશનમાં આવી ગઈ છે. તે પોતાના ઘરના લોકો સામે માથુ ઉઠાવી ઊભી નથી રહી શકતી. તેની અંદર જીવવાની આશા નથી બચી.

આનંદીની સમજણ
આનંદી સાંચીને સમજાવવાની કોશિશ કરી રહી છે. આનંદી હાલ સાંચી સાથે જ ઉંઘે છે.

હાથની નસ કાપશે
દેશની બગડેલી નવયુવાન પેઢીનું પ્રતિનિધિત્વ કરતી સાંચી હવે ડિપ્રેશનમાં આવી પોતાના કાંડાની નસ કાપવાનો પ્રયત્ન કરશે. શું સાંચીની આત્મહત્યાથી તમામ મુશ્કેલીઓનો અંત આવશે. શું આનંદી એમ થવા દેશે. જાણવા માટે જુઓ આજ રાતનો એપિસોડ.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના








Click it and Unblock the Notifications
