• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

નાના પડદે પ્રેમના ઓજસ પાથરતાં બેસ્ટ Pati-Patni!

|

મુંબઈ, 1 જુલાઈ : ટેલીવિઝન સીરિયલ્સની લોકપ્રિયતા ઘણી બાબતો પર આધાર રાખે છે. એક તરફ તો સીરિયલોની કહાણી, પ્લૉટ અને સ્ટાર કાસ્ટનો મહત્વનો ફાળો હોય છે, તો બીજી તરફ ફિલ્મોની જેમ સીરિયલોમાં પણ ખાસ જોડીનો ખાસ પ્રભાવ હોય છે.

આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ટેલીવિઝન સીરિયલોમાં ચમકતી પતિ-પત્નીની જોડીઓ વિશે. યે હૈ મોહબ્બતેંમાં સાઉથ ઇન્ડિયન ઇશિતા (દિવ્યંકા તિવારી)ના લગ્ન પંજાબી બિઝનેસ ટાઇકૂન-ડાઇવૉર્સી રમણ (કરણ પટેલ) સાથે. તેવી જ રીતે જોધા અકબરમાં હિન્દૂ જોધા (પરિધિ શર્મા) તથા મુસ્લિમ અકબર (રજત ટોકાસ)ની જોડી પણ બહુ ચર્ચિત છે. બેઇંતેહામાં ઝૈન (હર્ષદ અરોરા) તથા આલિયા (પ્રીતિકા રાવ), તો દીયા ઔર બાતી હમમાં સૂરજ (અનસ રાશિદ) તેમજ સંધ્યા (દીપિકા સિંહ)ની જોડી સૌની પ્રિય જોડી છે. બડે અચ્છે લગતે હૈંમાં રામ (રામ કપૂર) તથા પ્રિયા (સાક્ષી તંવર)ને કોણ નથી ઓળખતુ?

ચાલો તસવીરો સાથે જોઇએ નાના પડદાના બેસ્ટ પતિ-પત્ની :

જોધા-અકબર

જોધા-અકબર

જોધા અકબર ટીવી જગતનું આદર્શ યુગલ છે કે જે સાબિત કરે છે કે પ્રેમ કોઈને પણ સારો બનાવી શકે છે.

નૈતિક-અક્ષરા

નૈતિક-અક્ષરા

યે રિશ્તા ક્યા કહલાતા હૈના નૈતિક તથા અક્ષરાની પરસ્પર સમજણ અને પ્રેમ તમામ માટે દૃષ્ટાંત સમાન છે.

રમણ-ઇશિતા

રમણ-ઇશિતા

યે હૈ મોહબ્બતેંમાં રમણ અને ઇશિતા વચ્ચેનો પ્રેમ ધીમે-ધીમે સમજદારીપૂર્વકનો બનતો જાય છે. બંને જ્યારે મળ્યા હતાં, ત્યારે વાત અલગ હતી અને આજે કંઇક વાત જુદી છે.

રોલી-સિદ્ધાર્થ

રોલી-સિદ્ધાર્થ

સસુરાલ સિમર કામાં રોલી અને સિદ્ધાર્થનો એક-બીજા પ્રત્યેનો પ્રેમ નાના પડદાનો મોસ્ટ ક્યૂટેસ્ટ અને મોસ્ટ લવ્ડ પ્રેમ છે.

અહમ-ગોપી

અહમ-ગોપી

સાથ નિભાના સાથિયામાં અહમ અને ગોપી પતિ-પત્ની તરીકેના પરફેક્ટ દૃષ્ટાંત છે.

રુદ્ર-પારો

રુદ્ર-પારો

રંગરસિયામાના રુદ્ર અને પારો નાના પડદાનો મોસ્ટ હૉટેસ્ટ કપલ બની ગયાં છે.

આદિત્ય-લતિકા

આદિત્ય-લતિકા

પ્યાર કા દર્દ હૈ મીઠા મીઠા પ્યારા પ્યારામાં આદિત્ય અને લતિકાએ દૃષ્ટાંત બેસાડ્યો છે કે એક યુગલ કેવુ હોવુ જોઇએ?

રાજા-મધુ

રાજા-મધુ

મધુબાલા એક ઇશ્ક એક જુનૂનમાં રાજા અને મધુ પોતાના જીવનના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યાં છે.

શ્લોક-આસ્થા

શ્લોક-આસ્થા

ઇસ પ્યાર કો ક્યા નામ દૂં 2 (આઈપીકેકેએનડી 2)માં શ્લોક અને આસ્થા પોતાના જીવનની સૌથી મુશ્કેલ પળોમાં એક-બીજાના પ્રેમમાં પડ્યાં અને હાલમાં મોસ્ટ લવ્ડ કપલ બની ચુક્યાં છે.

સૂરજ-સંધ્યા

સૂરજ-સંધ્યા

દીયા ઔર બાતી હમના સૂરજ તથા સંધ્યા એક આઇડિયલ કપલ તરીકે સ્થાપિત થઈ ચુક્યાં છે. તેઓ જણાવે છે કે કઈ રીતે પતિ-પત્ની એક-બીજા માટે કંઇક કરી શકે છે.

ઝાઇન-આલિયા

ઝાઇન-આલિયા

બેઇંતેહામાં ઝાઇન અને આલિયા કેટલીક વિષમ પરિસ્થિતિઓ વચ્ચે લગ્ન કરે છે, પરંતુ પાછળથી બંને વચ્ચે પ્રેમાંકુર ફુટે છે.

શિવ-આનંદી

શિવ-આનંદી

બાલિકા વધુમાં શિવ અને આનંદી એક મૅચ્યોર કપલ છે કે જેમનો પ્રેમ પણ સૌના માટે એક્ઝામ્પલ બની શકે છે.

English summary
Avid serial watchers love the pairings on their favourite series. In fact replacements have often harmed the TRPs of shows as the audience are in awe of...
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more