• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તગડી ફી સાથે આ એક્સ કપલની Big Boss 13માં એન્ટ્રી થશે, ઘરેલૂ હિંસાનો આરોપ

By Staff
|
Google Oneindia Gujarati News

બિગ બૉસ 13 અને કન્ટ્રોવર્સી ન હોય તેવું બની શકે. આ વખતે બિગ બૉસ 13ને મસાલેદાર બનાવવા માટે ટીવીની કેટલીક કન્ટ્રોવર્સીને પણ જગ્યા આપવામાં આવી રહી છે. તાજા જાણકારી મુજબ ફરી એકવાર એક્સ કપલને બિગ બૉસમાં એન્ટ્રી મળવા જઈ રહી છે. અગાઉ બિગ બૉસ 6માં એક્સ કપલ ડેલનાજ ઈરાની અને રાજીવ પૉલની એન્ટ્રી થઈ હતી. રાજીવે આખા શો દરમિયાન ડેલનાઝ સાથે પોતાના સંબંધ સુધારવાને કારણે ચર્ચામાં રહેવામાં સફળ થયો હતો. એક વેબસાઈટના અહેવાલ મુજબ ફરી એકવાર ટીવીની લોકપ્રિય એક્સ કપલની એન્ટ્રી થવા જઈ રહી છે.

આ એક્સ કપલ એન્ટ્રી કરશે

આ એક્સ કપલ એન્ટ્રી કરશે

અમે વાત કરી રહ્યા છીએ દલજીત કૌર અને શાલીન ભનોતની. દલજીત અને શાલીન અગાઉ નચ બાલિયેનો પણ ભાગ રહી ચૂક્યા છે. તે બાદ કેટલાક વર્ષમાં બંનેના તલાક થઈ ગયા હતા. દલજીને શાલીન પર ઘરેલૂ હિંસાનો પણ આરોપ લગાવ્યો હતો. એવા અહેવાલ છે કે બંનેને સાથે લાવવા માટે મેકર્સ તગડી ફી પણ આપી રહ્યા છે.

તગડી ફી આપશે

તગડી ફી આપશે

જણાવી દઈએ કે શાલીનથી અલગ થવા અને ખુદને ઈન્ડસ્ટ્રીમાં બીજીવાર ઉભા કર્યા બાદ દલજીત ફરીથી લગ્ન વિશે વિચારી રહ્યો છે. હાલમાં જ તેમણે કહ્યું હતું કે મારો પરિવાર ફરી મારાં લગ્ન કરવા માંગે છે. હું પણ કેટલાક છોકરાઓને મળી ચૂકી છું. આ વખતે હું એક મા પણ છું. મારા માટે લગ્ન મોટી જવાબદારી છે. પહેલા લગ્નથી દલજીતનો પાંચ વર્ષનો દીકરો પણ છે. જણાવી દઈએ કે ટીવીના આ સુપરસ્ટાર્સ છે, જેમના અલગ થયાની અહેવાલે ફેન્સને દુખી કર્યા હતા. અહીં આવી જ જોડીઓ પર નજર ફેરવો.

રિંકૂ અને કિરણ કરમાકર

રિંકૂ અને કિરણ કરમાકર

કહાની ઘર ઘરની રિંકૂ અને કિરણ કરમાકર પણ અલગ થવા જઈ રહી છે. બંને પોતાની 15 વર્ષના લગ્ન તોડી મૂકશે. જણાવી દઈએ કે રિંકૂ અને કિરણ બંને જ કહાની ઘર ઘર કીમાં મહત્વની ભૂમિકા નિભાવી ચૂક્યા છે.

જૂહી પરમાર અને સચિન શ્રોફ

જૂહી પરમાર અને સચિન શ્રોફ

ટીવીથી કુમકુમથી ફેમસ થયેલ એક્ટ્રેસ જૂહી પરમાર અને સચિન શ્રોફના પણ તલાક થઈ ચૂક્યા છે. વર્ષ 2009માં બંનેએ લગ્ન કર્યાં હતાં.

દલજીત અને શાલીન

દલજીત અને શાલીન

દલજીત અને શાલીને 2009માં લગ્ન કર્યાં. 6 વર્ષ ચાલેલ તેમના સંબંધ 2015માં તૂટી ગયો. બંનેએ તલાક લઈ લીધા.

જેનિફર અને કરણ સિંહ ગ્રોવર

જેનિફર અને કરણ સિંહ ગ્રોવર

આ જોડીને સૌથી વધુ પ્રેમ મળ્યો. જેનિફર વિંગેટ અને એક્ટર કરણ સિંહ ગ્રોવરે વર્ષ 2013માં લગ્ન કર્યાં અને 2014માં તેમના તલાક થઈ ગયા.

રિદ્ધિ અને રાકેશ

રિદ્ધિ અને રાકેશ

રિદ્ધિ અને રાકેશે પોતાના 7 વર્ષના લગ્નજીવનનો અંત કરવાનો ફેસલો લીધો છે. જો કે બંનેના આ ફેસલા પાછળનું કારણ હજુ સ્પષ્ટ નથી થઈ શક્યું.

કરણ પટેલ અને કામ્યા પંજાબી

કરણ પટેલ અને કામ્યા પંજાબી

ઈશિતાના રમન એટલે કે કરણ પટેલના આ ફેસલાએ સૌકોઈને ચોંકાવી દીધા. કામ્યા પંજાબી અને કરણ પટેલ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા, પરંતુ ડિસેમ્બર 2014માં તેમનું બ્રેકઅપ થયું હતું.

તો શું બિગ બોસ 13 માં દેખાશે આ 20 સ્ટાર્સ? ચોંકાવનારા નામ તો શું બિગ બોસ 13 માં દેખાશે આ 20 સ્ટાર્સ? ચોંકાવનારા નામ

દિવ્યાંકા અને શરદ

દિવ્યાંકા અને શરદ

વર્ષ 2015માં ટીવીની સૌથી પ્યારી સ્ટાર દિવ્યાંકા અને શરદના અલગ થવાના અહેવાલ સામે આવ્યા. બંનેએ એક જોઈન્ટ સ્ટેટમેન્ટ જાહેર કરી બ્રેકઅપની પુષ્ટિ કરી છે. જણાવી દઈએ કે 7 વર્ષથી બંને એકબીજાને ડેટ કરી રહ્યા હતા.

તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની બબીતા જીએ શેર કરી એવી તસવીર કે ફેન્સ બોલ્યા.. તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની બબીતા જીએ શેર કરી એવી તસવીર કે ફેન્સ બોલ્યા..

English summary
big boss 13: ex-couple shaleen bhanot and dalljiet kaur will be in show
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X