સોફિયાની ફરિયાદે બિગ બૉસમાં પોલીસ, અરમાન કોહલીની ધરપકડ
લોનાવાલા, 17 ડિસેમ્બર : અંતે તે જ થયું કે જેનો ભય હતો અને જે અત્યાર સુધી કોઈ પણ ટેલીવિઝન શોમાં નહોતુ થયું. અમે વાત બિગ બૉસની કરીએ છીએ. આ શોના સ્પર્ધક અરમાન કોહલીની લોનાવાલા પોલીસે સોમવારે રાત્રે બિગ બૉસના ઘરમાંથી ધરપકડ કરી છી. અરમાનની ધરપકડથી માત્ર બિગ બૉસના સ્પર્ધકો જ નહીં, પણ દર્શકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયાં છે. અરમાન કોહલી તો હાલ પોલીસની શકંજામાં છે, પણ તેમની ધરપકડે તેવા લોકોના મોઢે તાળા વાગી ગયાં છે કે જેઓ સોફિયા હયાતની ફરિયાદને હળવાશથી લેઈ તેને પબ્લિસિટી સ્ટંટ બતાવતા હતાં.

સોફિયાનો દાવો છે કે રૉ ફુટેજમાંથી તેમની વાત સમ્પૂર્ણ સાચી સાબિત થઈ જશે. અરમાન કોહલી વિરુદ્ધ પોલીસે કેસ નોંધી તેમની ગઈકાલે રાત્રે બિગ બૉસમાંથી ધરપકડ કરી છે. સોફિયા હયાતને વાઇલ્ડ કાર્ટ એન્ટ્રી મળી હતી. સોફિયા હયાતે શોની અંદર તનીષા મુખર્જી, અરમાન કોહલી તથા એઝાઝ સાથે ખૂબ ઝગડો કર્યો હતો. આ માસના અંતે શોના વિનરની જાહેરાત કરવામાં આવવાની છે, પણ અરમાનની ધરપકડે શોને નવો વળાંક આપતાં આયોજકોની મુશ્કેલીઓ વધારી દીધી છે.
-
ઈરાન સંઘર્ષ ચર્ચાઓ વચ્ચે ટ્રમ્પે નાટોના સમર્થનથી નારાજગી વ્યક્ત કરી -
કેરળના તમામ ૧૪૦ વિધાનસભા મતવિસ્તારોમાં સુરક્ષાના કડક પગલાં સાથે મતદાન શરૂ થયું -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો -
ભૂતને પીપળો મળી જાય, ઓનલાઈન સ્ટોક ટ્રેડિંગ કૌભાંડમાં પુણેના ડૉક્ટર સાથે 12 કરોડની ઠગાઈ -
VerSe Innovation એ પ્રસન્ના પ્રસાદની CPTO તરીકે નિમણૂક કરી; AI ક્ષેત્રે નવા સંશોધનો પર આપશે ભાર -
ઇન્દોરના કોંગ્રેસ કાઉન્સિલર ફૌઝિયા શેખ આલીમે વંદે માતરમ ગાવાનો ઇનકાર કરતાં રાજકીય વિવાદ સર્જાયો -
ઈરાન યુદ્ધવિરામથી કામચલાઉ રાહત મળી, પરંતુ ઘણા રાષ્ટ્રો માટે ઈંધણ સંકટ હજુ પણ યથાવત -
ઈરાન-અમેરિકા યુ્દ્ધને પગલે ખાદ્યપદાર્થો મોંઘા થશેઃ વિશ્વ બેંકે આપી ચેતવણી -
આસામની ૧૨૬ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ -
હૂમાયુ કબીર વિડિયો વિવાદ બાદ AIMIM એ AJUP સાથેનું ગઠબંધન તોડ્યું -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ -
પુડુચેરી વિધાનસભા ચૂંટણીમાં 9.50 લાખ મતદારો સાથે કડક સુરક્ષા વચ્ચે મતદાન શરૂ થયું












Click it and Unblock the Notifications
