બિગ બૉસમાંથી એલી આઉટ : જુઓ તસવીરી યાદો!
લોનાવાલા, 23 નવેમ્બર : કલર્સના સૌથી વિવાદાસ્પદ રિયલિટી શો બિગ બૉસ 7માં આજે રાત્રે મૉડેલ-અભિનેત્રી એલી અવરમ આઉટ થઈ જશે. એલીની અંદર કૅટરીના કૈફને જોનાર સલમાન ખાન જ્યારે એલી આઉટ થવાની જાહેરાત કરશે, તો કદાચ લાગણીશીલ બની જશે. એલી સાથે તનીષા, સોફિયા તેમજ એઝાઝના નામો પણ બહાર જાનારાઓની યાદીમાં હશે, પણ એલીને લોકોના સૌથી ઓછા વોટ મળશે અને તેથી તેઓ આજે રાત્રે બહાર થઈ જશે.
એલી અવરમ અને તેમના કૅરિયર માટે બિગ બૉસ 7 ખૂબ જ સારો રહ્યો, કારણ કે આ શોના પગલે જ તેમની ફિલ્મ મિકી વાયરસને પણ પ્રમોશન મળ્યું કે જેમાં તેઓ લીડ હીરોઇન હતાં, નહિંતર આ શો અગાઉ ફિલ્મને માત્ર હીરો મનીષ પૉલની ફિલ્મ તરીકે જ પ્રચારિત કરાતી હતી. એલીની બિગ બૉસ હાઉસની સફર સંતોષકારક રહી છે. શોની અંદર એલીની ઍન્ડી સાથે સારી મૈત્રી જોવામાં આવી. તેમના લોભામણા ચહેરા અને માદક સ્મિતના કારણે જ એલીએ બિગ બૉસ હાઉસમાં એક લાંબો સમય ગાળ્યો.
એલી અવરમ શોમાંથી બહાર ગયા બાદ શોની અંદરના ઘણા રહસ્યો સલમાન ખાન અને દર્શકો સમક્ષ ઉજાગર કરશે. શું છે તે રહસ્યો અને એલીની નજરે કોણ જીતી શકે છે આ વર્ષનો બિગ બૉસનો ખિતાબ. જાણવા માટે આજે રાત્રે જરૂર જોજો બિગ બૉસ 7 સાથ સલમાન ખાન સાથે.
હાલ તો આપને અમે બતાવીએ બિગ બૉસમાં એલી અવરમની તસવીરી યાદો :

11મા સભ્ય એલી
એલી અવરમ બિગ બૉસ 7ના અગિયારમા સભ્ય હતાં.

એલીને સમજાવતા પ્રત્યુષા બૅનર્જી
બિગ બૉસ 7ના પાંચમા દિવસની આ તસવીરમાં એલી અવરમને સમજાવતા પ્રત્યુષા બૅનર્જી.

અરમાન સાથે એલી
પાંચમા દિવસની તસવીરમાં અરમાન કોહલી સાથે વાતચીત કરતાં એલી અવરમ.

મૈત્રીપૂર્ણ મેળાપ
અગિયારમા દિવસે વી જે ઍન્ડીને મૈત્રીપૂર્ણ રીતે ભેંટતા એલી અવરમ.

રડતા એલી
એકત્રીસમાં દિવસની તસવીરમાં એલી અવરમ રડતા દેખાય છે.

નિષ્ફળ એલી
ઓગણચાલીસમાં દિવસની તસવીરમાં એલી અવરમ કે જેઓ કિચન સાફ કરવામાં નિષ્ફળ નિવળ્યા હતાં.

એલી-ઍન્ડી-કામ્યા
ઓગણચાલીસમો દિવસ : એલી અવરમ, વી જે ઍન્ડી અને કામ્યા કિચનમાં કામ કરતા જણાય છે.

એલી-કામ્યા
ઓગણચાલીસમો દિવસ : લૉગરહૅડ્સ પર એલી અવરમ અને કામ્યા.

ગૌહરની સલાહ
ઓગણચાલીસમા દિવસે એલીને આળસુ ન બનવાની સલાહ આપતા ગૌહર.

કામ્યા-ગૌહર
ઓણચાલીસમા દિવસે કામ્યા અને ગૌહર એલી વિશે ચર્ચા કરતાં.

ઍન્ડી-એલી
ચાલીસમા દિવસે વી જે ઍન્ડી સાથે ડાયનિંગ ટેબલ પર એલી.

એઝાઝ-એલી
પિસ્તાળીસમા દિવસે એઝાઝની અવગણના કરતા એલી.

ઍન્ડી-એલી
પિસ્તાળીસમો દિવસો : ઍન્ડી સાથે એલી અવરમ.

એલી-ઍન્ડી
પિસ્તાળીસમો દિવસ - ઍન્ડીને ઇગ્નોર કરતા એલી.

હેરાન કરતા એઝાઝ
પિસ્તાળીસમો દિવસ - એલીને હેરાન કરતા એઝાઝ.

એલી-તનીષા-કૅન્ડી
એકાવનમા દિવસે લિવિંગ રૂમમાં એલી, તનીષા અને કૅન્ડી.

કમાંડો એલી
અઠાવનમા દિવસે કમાંડો તરીકે દેખાતા એલી.

નેતૃત્વ
અઠાવનમા દિવસે આર્મીને લીડ કરતા એલી.

નેતૃત્વ
અઠાવનમા દિવસની વધુ એક તસવીર.

પ્રત્યુષા સાથે એલી
એકસઠમા દિવસે પ્રત્યુષા સાથે એલી.

સોફિયા-એલી
ચોસઠમા દિવસે સોફિયા અને એલીએ સરખા કપડા પહેર્યાં.

સોફિયા-એલી
ચોસઠમા દિવસે બિગ બૉસ હાઉસના કન્ફેશન રૂમમાં સોફિયા અને એલી.

નામ યાદ નથી
એલી કન્ફેશ કરે છે કે તેમને નામ યાદ નથી.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
