For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમિતાભ બચ્ચનના શો 'કૌન બનેગા કરોડપતિ'ને રાહત, 1 કરોડ દંડ નહિ ચૂકવવો પડે

અમિતાભ બચ્ચનના શો 'કૌન બનેગા કરોડપતિ'ને રાહત, 1 કરોડ દંડ નહિ ચૂકવવો પડે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ટેલીવિઝનના મશહૂર શો કૌન બનેગા કરોડપતિ (KBC)ને એક મામલામાં દેશની સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી દીધી છે. સુપ્રીમ કોર્ટે નેશનલ કંજ્યૂમર ડિસ્પ્યૂટ રિડ્રેસલ કમિશનના ફેસલાને રદ્દ કરી દીધો છે. જણાવી દઈએ કે ટીવી કાર્યક્રમ કેબીસી દરમિયાન એક પ્રતિયોગિતામાં કથિત રીતે અનુચિત વેપાર વ્યવહાર કરવાને પગલે એનસીડીઆરસીએ 1 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

કેબીસી આયોજકો પર લાગ્યો હતો આ આરોપ

કેબીસી આયોજકો પર લાગ્યો હતો આ આરોપ

ઉલ્લેખનીય છે કે કેબીસી ટીવીના બહુચર્ચિત શો કૌન બનેગા કરોડપતિ દશકોથી પ્રસારિત થઈ રહ્યો છે. વર્ષ 2007માં સોસાયટી ઑફ કેટાલિસ્ટ્સે સ્ટાર ટીવી અને ભારતી એરટેલ વિરુદ્ધ એનસીડીઆરસીમાં અનુચિત વ્યાપારીક રીતોને લઈ એક ફરિયાદ નોંધાઈ હતી. જેમાં કહેવામાં આવ્યું કે ટવી શો કેબીસી અને એક અન્ય પ્રતિયોગિતા 'હર સીટ હૉટ સીટ'માં આયોજકોએ ઉપભોક્તા સંર7ણ અધિનિયમ 1986 અંતર્ગત અનુચિત કારોબારની રીત અપનાવી હતી.

સ્ટાર ટીવી અને એરટેલ વિરુદ્ધ ફરિયાદ

સ્ટાર ટીવી અને એરટેલ વિરુદ્ધ ફરિયાદ

ફરિયાદીનું કહેવું છે કે 'હર સીટ હૉટ સીટ'ના આયોજનમાં સ્ટાર ટીવી એવો દેખાવો કરતું હતું કે આ પ્રતિયોગિતામાં ભાગ લેવો મફત છે પરંતુ એવું નહોતું. સ્ટાર ટીવી દેખાડતું હતું કે તેઓ પ્રતિયોગિતાની પુરસ્કાર રાશિ ખુદ આપી રહ્યું છે જ્યારે પુરસ્કારમાં આપવામાં આવતી રકમ પ્રતિભાગિઓ દ્વારા કરવામાં આવેલ ફોન કોલ્સ અને એસએમએસ દ્વારા થનાર કમાણીથી આપવામાં આવતી હતી. એનસીડીઆરસીની ફરિયાદમાં કહેવામાં આવ્યું કે સ્ટારની આ રીત સંરક્ષણ અધિનિયમ અંતર્ગત અનુચિત કારોબારમાં આવે છે.

એનસીડીઆરસીએ 1 કરોડનો દંડ ફટકાર્યો હતો

એનસીડીઆરસીએ 1 કરોડનો દંડ ફટકાર્યો હતો

આ મામલે સુનાવણી કરતા એનસીડીઆરસીએ કહ્યું કે સ્ટાર અને એરટેલે પુરસ્કાર રાશિના સ્રોતનો ખુલાસો કર્યો નથી અને જનતામાં એવી ધારણા બનાવવામાં આવી કે પુરસ્કાર રાશિ તેઓ ખુદ અદા કરી રહ્યા છે. વાસ્તવમાં સ્ટાર અને એરટેલ એસએમએસથી મળનાર પૈસાથી જ પુરસ્કાર રાશિ આપતા હતા, આના માટે એરટેલ દરેક મેસેજ માટે 2 રૂપિયા 40 પૈસા વસૂલતું હતું. એનસીડીઆરસીએ ફેસલો સંભળાવતા સ્ટાર અને એરટેલ પર એક કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

સુપ્રીમ કોર્ટે ફેસલામાં કહી આ વાત

સુપ્રીમ કોર્ટે ફેસલામાં કહી આ વાત

એનસીડીઆરસીના ફેસલા બાદ સ્ટાર અને એરટેલે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા અને ન્યાયાલયે 21 નવેમ્બર 2008ના એનસીડીઆરના આદેશ પર રોક લગાવી દીધી. શનિવારે મામલાની સુનાવણી કરતા જસ્ટિસ મોહન એમ શાંતનગૌદર અને સુભાષ રેડ્ડીની બેંચે કહ્યું કે 1986 અધિનિયમની તમામ ધારાઓને સાબિત કરવા માટે અનુચિત કારોબારની રીત હોય તે સાબિત થાય તેવી કમીશન પાસે કોઈ અન્ય બીજી સામગ્રી નથી. સુપ્રીમ કોર્ટે ફેસલો સંભળાવતા એનસીડીઆરસીના આદેશને રદ્દ કરી દીધો.

લારા દત્તાના સેક્સી વીડિયોએ ધમાલ મચાવી, એકલા જ જોજોલારા દત્તાના સેક્સી વીડિયોએ ધમાલ મચાવી, એકલા જ જોજો

English summary
Big relief for Amitabh Bachchan TV show Kaun Banega Crorepati will not have to pay a fine of 1 crore
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X