બિગ બૉસ 10 દિવસ 2: બિગ બૉસે બનાવી જોડી.... ખીલી રહ્યા છે પ્રેમના ફૂલ

Subscribe to Oneindia News

બિગ બૉસ 10 નો બીજો દિવસ પણ ખતમ થઇ ગયો અને કોંટ્રોવર્સીસે પોતાની જગ્યા બનાવવાનું શરુ કરી દીધુ છે. અમે તમારા માટે લઇને આવ્યા છે બીજા દિવસની અપડેટ. તો ચાલો જાણીએ કેવો રહ્યો તેમનો બીજો દિવસ અને સેલેબ્સ અને ઇંડિયંસ વચ્ચે શું નોક-ઝોક થઇ.

bb 1

બિગ બૉસના ઘરનો બીજો દિવસ ફિલ્મ 'ગુપ્ત' ના ટાઇટલ ગીત સાથે શરુ થયો. ત્યારબાદ મનવીર ગુજ્જરની કરણ મહેરા સાથે ભોજન બાબતે દલીલો થઇ. સેલેબ્ઝને હેરાન કરવા માટે મનવીર ગુજ્જર ભોજનને 'વાહિયાત' કહે છે.

bb 2

વાત વધારતા મનવીર ગુજ્જરે કહ્યું કે બહુ જ વાહિયાત જમવાનુ બની રહ્યુ છે. હું આ નથી ખઇ શક્તો. ભાત તો કંઇક વિચિત્ર અને ચીકણા છે. આ સાથે વાત વધતા વધતા ખૂબ વધી અને કરણ મહેરા અને મનવીર ગુજ્જર વચ્ચે ચર્ચા શરુ થઇ ગઇ.

bb 3

આ તરફ શરુઆતથી જ પોતાને લાઇમલાઇટમાં રાખવાની કોશિશ કરતી પ્રિયંકા અને બાની વચ્ચે ફરીથી ચર્ચા જોવા મળી. પ્રિયંકા બાની વચ્ચે ટાસ્ક દરમિયાન પણ ચર્ચા થઇ હતી.

bb 4

પ્રિયંકા જગ્ગીએ 'નિયમ બુક' માંથી નિયમો વાંચીને બાનીને યાદ કરાવ્યુ કે બિગ બૉસના ઘરમાં ટાસ્ક દરમિયાન તે એક સેવક છે.

bb 5

પ્રિયંકાએ કહ્યું કે બાનીએ ટાસ્કનું ઉલ્લંઘન કર્યુ છે. પ્રિયંકાએ ઇમોશનલ ડ્રામા કરીને બેચાર આંસુ સારી દીધા. ત્યારબાદ સ્વામીજીએ જેવો આકાંક્ષા શર્માને ટોંટ માર્યો કે તે ભડકી ગઇ અને કહી દીધુ કે 'તમે ગુરુજી હશો તમારા ઘરના, તમને માત્ર પ્રવચન કરતા આવડે છે.'

bb 6

આ દરમિયાન ઓમ સ્વામીજી અને લોપામુદ્રા વચ્ચે પણ ચર્ચા થઇ. લોપામુદ્રાએ પણ કહી દીધુ કે 'તમે સંત છો તો સંતની જેમ રહો, હું તમારુ ખૂબ સમ્માન કરુ છુ. તમે મને જે કંઇ પણ કહ્યું છે તેનાથી હું બહુ નારાજ છું. મે ક્યારેય સંતોને આવી રીતે બોલતા જોયા નથી. હું બહુ ધાર્મિક છું અને ઘણા સંતોની પૂજા પણ કરુ છું.'

bb 7

લોપામુદ્રાએ વાતને આગળ વધારતા એ પણ કહી દીધુ કે, 'તમે ડરી રહ્યા છો તેનાથી સાબિત થાય છે કે તમે પહેલા જે બોલ્યા તે સાચુ છે.

bb 8

જો કે બિગ બૉસે પણ સ્વામીજીને ટોક્યા અને કહ્યું કે, 'તમે સમજદાર છો. તમને કહેવાની જરુર નથી કે ઘરમાં ઘરના સભ્યો સાથે કેવી વાત કરવી જોઇએ. સ્વામીજીએ પણ બિગ બૉસની વાત માનીને ઘરના બધા સભ્યોની માફી માંગી અને કહ્યું કે આવી ભૂલ ફરીથી નહિ થાય.'

bb 9

નારાજગી અને નોક-ઝોક વચ્ચે બીજા દિવસે પ્રેમના ફૂલ પણ ખીલતા નજરે પડ્યા. જી હા, અમે વાત કરી રહ્યા છે, યુવરાજની ભાભી આકાંક્ષા શર્મા અને ગૌરવ ચોપડાની.

English summary
Bigg Boss 10 day 2 update.
Please Wait while comments are loading...