"કેટરીના કૈફે બરબાદ કર્યું મારું કરિયર"

Written By:
Subscribe to Oneindia News

બિગ બોસ 10 ના ઘરમાં રોજ હાઇ-વોલ્ટેજ ડ્રામા જોવા મળે છે. તો ક્યારેક એવું પણ બને છે કે ઘરની અંદર એવા કોઇક રહસ્ય પરથી પડદો ઉઠે છે, જેનાથી બિગ બોસના ઘરની બહાર તોફાન ફાટી નીકળે છે. હાલમાં વાઇલ્ડ કાર્ડ કન્ટેસ્ટન્ટ જેસન શાહે એવી કંઇક વાત કીધી છે જે કદાચ સલમાન ખાનને નહીં ગમે. જેસને સલમાન ખાનના શોમાં સલમાનની જ ફેવરિટ કેટરીના પર આરોપ લગાવવની હિંમત કરી છે!

થોડા દિવસ પહેલાં જ વાઇલ્ડ કાર્ડ પર આવેલા જેસન શાહે કેટરીના કૈફ પર આરોપ લગાવ્યો છે કે, કેટરીનાને કારણે જ તેનું ફિલ્મી કરિયર ખતમ થઇ ગયું છે. જેસન ફિલ્મ 'ફિતૂર'માં આદિત્ય રોય કપૂર અને કેટરીના કૈફ સાથે જોવા મળ્યો હતો. આ ઉપરાંત, 'પાર્ટનર'માં પણ જેસન શાહ એક ગીતમાં નજરે પડ્યો હતો. હવે જોવાનું એ છે વિકએન્ડ એપિસોડમાં સલમાન જેસનના આરોપનો શું જવાબ આપે છે!

જેસન શાહ અને અન્ય પ્રતિસ્પર્ધિઓની ટોપ કોન્ટ્રોવર્સિ જાણવા માટે આગળ વાંચતા રહો..

જેસનનો આરોપ

જેસનનો આરોપ

જેસને મનુ, નિતિભા અને મોના સાથે વાતચીત કરતા વખતે જણાવ્યું હતું કે, 'મને કેટરીના બિલકુલ પસંદ નથી.' વાત કઇંક એવી હતી કે ફિલ્મ 'ફિતૂર'માં જેસનના કેટરીના સાથે કેટલાક સિન હતા, જે કેટરીનાએ વેઇટ લૂસ કર્યા બાદ ફરી શૂટ કરવાની ભલામણ કરી હતી. કેટરીનાના વેઇટ લૂસ કર્યા બાદ એ સિન તો ફરીથી શૂટ ન થયા, પરંતુ પહેલા શૂટ કરેલા સિન પણ ફિલ્મમાંથી કાઢી નાંખવામાં આવ્યા. જેને કારણે ફિલ્મમાં જેસનનો રોલ પણ કપાઇ ગયો. આ વાતનું જેસનને બરાબર લાગી આવ્યું છે. જેસનનું માનવું છે કે કેટરીનાને કારણે જ એ સિન ફિલ્મમાંથી એડિટ કરવામાં આવ્યા છે, જો એમ ન થયું હોત ફિલ્મ 'ફિતૂર'માં જેસનના પાત્રને વધુ મહત્વ મળ્યું હોત.

આકાંક્ષા શર્મા

આકાંક્ષા શર્મા

બિગ બોસ 10માં કોમનર્સમાં યુવરાજ સિંહની ભાભી આકાંક્ષા શર્મા પણ પ્રતિસ્પર્ધી તરીકે દેખાઇ હતી. શોમાં તેણે પોતાના સાસુ શબનમ કૌર પર તેમના લગ્નજીવનને બરબાદ કરવાનો આરોપ લગાવ્યો હતો.

મોનાલિસા ઉર્ફે અંતરા વિશ્વાસ

મોનાલિસા ઉર્ફે અંતરા વિશ્વાસ

બિગ બોસ 10 ના આ ઘરમાં મોનાલિસા અને મનુની ક્લોઝ ફ્રેન્ડશિપ ચર્ચાનું કેન્દ્ર બની છે. તો સાથે જ ઘરની બહાર આ બંન્ને મેરિડ હોવાની ખબરોએ જોર પકડ્યું છે.

ઓમ સ્વામી

ઓમ સ્વામી

આ ઘરના સૌથી કોન્ટ્રોવર્શિયલ પ્રતિસ્પર્ધી છે ઓમ સ્વામી! પોતાને ભગવાન ગણાવતા આ સ્વામીજી પર ઘણા ગંભીર આરોપ છે. હાલમાં જ તેમની વિરુદ્ધ બિનજામીન વોરન્ટ જાહેર કરાવામાં આવ્યું હતું, જો કે કોર્ટમાં હાજરી પુરાવ્યા બાદ તે વોરંટ રદ કરવામાં આવ્યું.

બાની

બાની

શોમાં પોતાના મિત્ર ગૌરવ સાથેની વાતચીત દરમિયાન બાનીએ પોતાના બોયફ્રેન્ડની સરનેમ જાહેર કરતાં બાની હાલ કોને ડેટ કરી રહી છે એ વાત સામે આવી હતી. બાની હાલ યુવરાજ ઠાકુરને ડેટ કરી રહી હોવાનું મનાય છે.

પ્રિયંકા જગ્ગા

પ્રિયંકા જગ્ગા

આ ઘરમાં પ્રિયંકા જગ્ગાના અનેક રહસ્યો બહાર આવ્યા છે. પ્રિયંકાનો માર્કેટિંગ કન્સલટન્ટ તરીકેનો પ્રોફાઇલ ખોટો હોવાનો ખુલાસો આ શોમાં થયો હતો. આ ઉપરાંત પ્રિયંકાના એક્સ બોયફ્રેન્ડ ડીજે ગૌતમ અરોરાએ ખુલાસો કર્યો હતો કે, પ્રિયંકાને તેના કેનેડિયન પતિથી અલગ
થયાને 3-4 વર્ષ થઇ ગયા છે.

English summary
Bigg boss 10 contestant Jason Shah Reveals How Katrina Kaif ruined his career.
Please Wait while comments are loading...