બિગ બોસ 12: શ્રીસંતે લીધો ચોંકાવનારો નિર્ણય, ઘરથી બહાર
બિગ બોસ ઇતિહાસમાં એવી ઘણી ઘટનાઓ થઇ છે જેને બધાને ચોંકાવી નાખ્યા હતા. આ વખતે બિગ બોસ સીઝન 12 દરમિયાન પણ કંઈક આવું જ થયું છે
બિગ બોસ ઇતિહાસમાં એવી ઘણી ઘટનાઓ થઇ છે જેને બધાને ચોંકાવી નાખ્યા હતા. આ વખતે બિગ બોસ સીઝન 12 દરમિયાન પણ કંઈક આવું જ થયું છે જેનાથી ફેન્સ અને બધા જ કન્ટેસ્ટન્ટ ચોકી ગયા હતા.

બિગ બોસ 12 સિઝનનો પહેલો ટાસ્ક શ્રીસંતને કારણે રદ થઇ ગયો હતો. જેને કારણે પઠાણ સિસ્ટર અને શ્રીસંત વચ્ચે લડાઈ થઇ, જેથી શ્રીસંતે શૉ છોડવાનો નિર્ણય લીધો.
શ્રીસંત આ શૉનો ભાગ બની રહેશે કે પછી છોડીને ચાલ્યો જશે તેના વિશે આજે નિર્ણય લેવામાં આવશે. મળતી લેટેસ્ટ જાણકારી અનુસાર શ્રીસંતે શૉ છોડવાનો પોતાનો નિર્ણય પાછો લઇ લીધો છે. તેની પાછળનું કારણ દીપિકા કક્કડ અને કરણવીર બોહરા છે. દીપિકા અને કરને ભેગા થઈને શ્રીસંતને સમજાવ્યું કે તેઓ કોઈના પણ ઉછેર પર સવાલ ના કરી શકે.
આ પણ વાંચો: Video: પોલ ડાન્સમાં એક્સપર્ટ છે, આ બિગ બોસ કન્ટેસ્ટન્ટ
આવી પરિસ્થિતિમાં શૉ છોડીને પાછું ચાલ્યું જવું સારું નહીં કહેવાય. ખબર એવી પણ આવી રહી છે કે શાંતિથી બધી જ પરિસ્થિતિ સમજ્યા પછી શ્રીસંતે શૉ છોડવાનો પોતાની નિર્ણય પાછો લઇ લીધો છે.












Click it and Unblock the Notifications
