MC Stan: ગર્લફ્રેન્ડ સાથે મારપીટને લઈને વિવાદોમાં આવ્યો હતો એમસી સ્ટેન, હવે બની ગયો બિગ બૉસ વિનર

બિગ બૉસ 16નો વિજેતા એમસી સ્ટેન પોતાની એક્સ. ગર્લફ્રેન્ડને લઈને વિવાદોમાં ઘેરાઈ ચૂક્યો છે. આવો જાણીએ સમગ્ર વિગત.

Big Boss 16 Winner MC Stan Controversy: બિગ બૉસ 16નો વિનર આખરે એમસી સ્ટેન બની ગયો છે. આ શોમાં એમસી સ્ટેન હંમેશાથી ચર્ચાનો વિષય રહ્યો છે. 23 વર્ષનો રેપર એમસી સ્ટેન તેની સ્ટાઈલ અને બોલીને લઈને હંમેશા ચર્ચામાં રહ્યો. જો કે, તેને વિવાદોથી પણ ઘેરાયેલો રહે છે. તેની સામે તેની એક્સ ગર્લફ્રેન્ડે એફઆઈઆર લખાવી હતી. જેની પાછળનુ કારણ જાણીને તમે ચોંકી જશો.

વિવાદો સાથે જૂનો નાતો

વિવાદો સાથે જૂનો નાતો

તમને જણાવી દઈએ કે એમસી સ્ટેન ઘણી કૉન્ટ્રોવર્સીમાં ફસાઈ ચૂક્યો છે. એક વાર તેણે તેની એક્સ ગર્લફ્રેન્ડ ઓઝમા શેખને મારવા માટે અમુક લોકોને મોકલ્યા હતા ત્યારે તે વિવાદોમાં ઘેરાયો હતો. સમગ્ર મામલાની વાત કરીએ તો એ વખતે એમસી સ્ટેનનુ બ્રેકઅપ થયુ હતુ અને પછી તેણે પોતાના મેનેજરને પોતાની એક્સ ગર્લફ્રેન્ડને મારવા માટે મોકલ્યો હતો. એમસીની ગર્લફ્રેન્ડને ઈજા થઈ હતી. ત્યારબાદ ઓઝમાએ તેની સામે એફઆઈઆર કરાવી હતી. આ મામલે એમસી સ્ટેન ચર્ચામાં આવ્યો હતો અને બાદમાં ખૂબ ટ્રોલ થયો હતો.

ઘણી સ્ટ્રગલ કરી

ઘણી સ્ટ્રગલ કરી

એમસી સ્ટેન રેપિંગની દુનિયાનુ જાણીતુ નામ છે અને અને તેણે ઘણા પ્રખ્યાત રેપ ગીતો ગાઈને પોતાની પ્રતિભા બતાવી છે. બિગ બૉસ 16માં લોકોના દિલ પર રાજ કરનાર એમસી સ્ટેનનુ અસલી નામ અલ્તાફ શેખ છે. તેને નાનપણથી જ ગાવાનો શોખ હતો. આ શોખના કારણે એમસી સ્ટેને પોતાનો અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો હતો. એમસી સ્ટેને માત્ર 12 વર્ષની ઉંમરે કવ્વાલી ગાવાનુ શરૂ કર્યુ હતુ. આ કારણે તેને પરિવારના સભ્યોના ટોણા પણ સાંભળવા મળતા હતા. પરંતુ એમસી સ્ટેને સપના જોવાનુ બંધ ન કર્યુ અને પોતાની મહેનતના બળે તેણે ખૂબ જ નાની ઉંમરમાં તે સ્થાન હાંસલ કર્યુ, જેની બહુ ઓછા લોકોને અપેક્ષા હતી. તમને જાણીને નવાઈ લાગશે કે એમસી સ્ટેને પ્રખ્યાત રેપર રફ્તાર સાથે પણ પરફોર્મ કર્યુ છે.

બિગ બૉસ 16 ગ્રાન્ડ ફિનાલે આ વખતે ખૂબ જ શાનદાર રહ્યો

તમને જણાવી દઈએ કે સલમાન ખાનનો શો બિગ બૉસ 16 ગ્રાન્ડ ફિનાલે આ વખતે ખૂબ જ શાનદાર રીતે થયો. આ શોને ટોપ 2 તરીકે શિવ અને સ્ટેન મળ્યા. ટોપ 3માં રહેલી પ્રિયંકા બાદમાં રમતમાંથી બહાર થઈ ગઈ હતી. આ શોને સલમાન ખાને હોસ્ટ કર્યો હતો. સલમાન ખાનની સાથે ભારતી સિંહ અને કૃષ્ણા અભિષેકે પણ હોસ્ટિંગની જવાબદારી હતી કારણ કે શો 5થી 6 કલાક ચાલ્યો હતો. બિગ બૉસ 16 આજે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યુ છે. શો જીતવા માટે તમામ સ્પર્ધકોએ સખત મહેનત કરી હતી અને તેઓ તેમની છેલ્લી ઘડીમાં કોઈ કસર છોડવા માંગતા ન હતા. તેથી જ દરેકે ખૂબ જ મહેનત કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X