સિદ્ધૂની ઉણપ ભરી શકશે વિશાલ કરવલ ?

મુંબઈ, 12 નવેમ્બર : બિગ બૉસીના ઘરમાંથી નવજ્યોત સિંહ સિદ્ધૂ બહાર જતાં જ આખું ઘર જાણે સુનકાર ભાસે છે. સૌથી વધુ દુઃખી છે મહિલા પ્રતિસ્પર્ધીઓએ. ઉર્વશી. ડેલનાઝ તથા આશકા સિદ્ધૂની વિદાયથી ખૂબ દુઃખી છે અને સિદ્ધૂની યાદો વાગોળે છે. બિગ બૉસ મહિલાઓનું એકલવાયાપણું જોઈ નથી શકતાં અને તેમણે ઘરના ગાર્ડન એરિયામાં એક પાર્ટીનું આયોજન ક્રયું. સૌ મહિલા પ્રતિસ્પર્ધીઓ માટે એક સુંદર લંચનું આયોજન કર્યું.

Vishal-Siddhu

જ્યારે તમામ મહિલા પ્રતિસ્પર્ધીઓ એક સાથે સુંદર પાર્ટીનો આનંદ લઈ રહ્યાં હતાં, ત્યારે બિગ બૉસના ઘરનો દરવાજો ખુલ્યો અને તેમાંથી વિશાલ કરવલ પ્રવેશ્યાં. વિશાલને જોઈ તમામ સભ્યો દંગ રહી ગયાં. બિગ બૉસેના સનાને વિશાલનો પડછાયો બની તેમને વિશાલને ઘરમાં કમ્ફર્ટેબલ ફીલ કરાવવા કહ્યું. સનાએ દરેક સાથે વિશાલનો પરિચય કરાવ્યો. સાથે જ બિગ બૉસે સના તેમજ વિશાલને એક ટાસ્ક પણ આપ્યું કે જેમાં વિશાલને બિગ બૉસના ઘરના એક મહિલા સભ્યને પસંદ કરી તેની સાથે ડાંસ કરવા કહેવાયું તથા સનાને આ ડાંસને કોરિયોગ્રાફ કરવાનું કહ્યું.

વિશાલે આશકાને પોતાના પાર્ટનર પસંદ કર્યાં તથા સનાએ તે ડાંસને કોરિયાગ્રાફ કર્યો તથા ફાઇનલી વિશાલ અને આશકાએ પ્યાર કી યે કહાની ગીત ઉપર એક ખૂબ જ સુંદર ડાંસ પરફૉર્મ કર્યો. વિશાલ ભલે બિગ બૉસના ઘરના મહિલા પ્રતિસ્પર્ધીને કઈંક વધુ જ કમ્ફર્ટેબલ ફીલ કરાવવાનો પ્રયત્ન કરતાં હોય, પરંતુ સાચુ તો એ છે કે સિદ્ધૂની ઉણપ વિશાલ પણ ભરી નહિં શકે. ખેર જોઇએ વિશાલની એન્ટ્રી ઘરના સભ્યોના દિલથી સિદ્ધૂની વિદાયનો ગમ દૂર કરી શકશે કે નહિં?

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X