અરમાને તનીષા સમક્ષ કરી સેક્સની રિક્વેસ્ટ : વીડિયો લીક્ડ
લોનાવાલા, 6 ડિસેમ્બર : અરમાન કોહલી તથા તનીષા મુખર્જીનો પ્રેમ પૂરબહારમાં ખીલી રહ્યો છે અને હવે વાત સેક્સ સુધી પહોંચી ગઈ છે. તનીષા-અરમાનની નિકટતાઓ તનીષાના પરિજનોને હેરાન કરી રહી છે અને તેઓ તનીષાને બિગ બૉસમાંથી કઢાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે, પણ તનીષાના કારણે વધતી ટીઆરપી જોઈ બિગ બૉસ વાળા તેમને બહાર નિકળવા દેવા નથી માંગતાં. અરમાન-તનીષનાની નિકટતાઓ ચર્ચામાં આવી રહી છે અને સલમાન ખાન પણ બંનેને સમજાવવાનો પુરતો પ્રયત્ન કરી રહ્યાં છે, પરંતુ તેઓ પણ મજબૂર છે અને કંઈ પણ પ્રત્યક્ષતઃ કરી શકે તેમ નથી.

હવે તનીષા-અરમાનનો એક વીડિયો પણ લીક થયો છે કે જેમાં તનીષા મુખર્જી અરમાન કોહલી સાથે સેક્સની વાતો કરી રહ્યાં છે. અરમાન આ વીડિયોમાં તનાષાને કહે છે કે તેઓ સેક્સ વિના નથી રહી શકતાં અને ક્યારેક-ક્યારેક તો તેઓ પોતાની જાત ઉપરનો કાબૂ ગુમાવી બેસે છે. તેથી તનીષા પણ મજાક કરતાં તેમને જવાબ આપી રહ્યાં છે. વીડિયોમાં અરમાન એટલું ધીમેથી બોલી રહ્યા હતાં કે તેમનો અવાજ માઇક સુધી નહોતો આવતો. તનીષા મુખર્જી પણ ઘણી દબાયેલી જીભે વાત કરી રહ્યાં છે. વીડિયોમાં તનીષા-અરમાન સાથે બેઠાં છે અને સંગ્રામ સિંહ ઝાડૂ લગાવી રહ્યાં છે.
આ વીડિયોમાં અરમાન તનીષાને સેક્સ ડિઝાયર શાંત કરવાના બીજા ઉપાયો પણ જણાવી રહ્યાં છે અને તનીષા પણ અરમાનની વાતોની મજા લઈ રહી છે, પણ જ્યારે તનીષાને સમજાયું કે તેમની વાતો જુદી દિશામાં ફંટાઈ રહી છે, ત્યારે તેઓ પોતાના તરફથી વાર્તા પતાવવાની કોશિશ કરે છે, પણ અરમાન સતત તનીષા સાથે આ વિશે વાત કરવાનો પ્રયત્ન કરે છે અને કહે છે કે જો તનીષા તેમની સાઇડે આવવા માંગતા હોય, તો આવી શકે છે.












Click it and Unblock the Notifications
