બિગ બૉસ 7 : કુશાલ-તનીષા વચ્ચે મૈત્રી, સોફિયા કૅપ્ટન
લોનાવાલા, 23 નવેમ્બર : ઝગડો કરીને બિગ બૉસના ઘરમાંથી બહાર થયેલ ટેલીવિઝન અભિનેતા કુશાલ ટંડને અંતે પોતાની ભૂલો માટે તનીષા મુખર્જી પાસે માફી માંગી લીધી. ગઈકાલે રાત્રિના શોમાં બંને એક-બીજાની માફી માંગતા દેખાયાં. તનીષાએ કુશાલને ગળે લગાડી માફ કરી દીધાં.

બીજી બાજુ બિગ બૉસ હાઉસની કૅપ્ટન હાલ હૉલીવુડ બ્યુટી સોફિયા હયાત થઈ ગયાં છે. સોફિયા-સંગ્રામ વચ્ચેની ચટપટી વાતો આજકાલ શોની ટીઆરપી બની ગઈ છે, તો અરમાન-તનીષા વચ્ચેની નિકટતાઓની વાતો પણ ચર્ચાનો વિષય બની છે. સરવાળે બિગ બૉસ હાલ પોતાની રોચકતાની પરાકાષ્ઠાએ પહોંચ્યો છે.












Click it and Unblock the Notifications
