• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Bigg Boss 8 : ગૌતમ બન્યો હીરો, તો કરિશ્મા બની ગઈ વિલન!

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 4 નવેમ્બર : બિગ બૉસ 8ના પ્રથમ ટાસ્ક દરમિયાન થયેલ ઝગડા બાદથી જ ગૌતમ ગુલાટીને આ ઘરના વિલન જાહેર કરી દેવાયા હતાં. તે પછી અનેક વખત ગૌતમ સાથે ઘરના લોકોનો ઝગડો થયો અને તેમને ઘરના બાકીના સ્પર્ધકો ખાસ તો છોકરીઓ સાઇડ કરવા લાગી હતી. ઘરમાં બે ગ્રુપ પણ બની ગયા હતા કે જેમાં એક ગ્રુપમાં ગૌતમ અને તેના મિત્રો તથા બીજા ગ્રુપમાં તે તમામ લોકો કે જેઓ ગૌતમ સાથે નફરત કરે છે.

દરેક નૉમિનેશન દરમિયાન ઘરના મોટાભાગના સભ્યો ગૌતમને જ સૉફ્ટ ટાર્ગેટ માની તેમને નૉમિનેટ કરતા રહ્યાં અને દરેક વખત દર્શકોએ વધુમાં વધુ વોટ આપી ગૌતમને બચાવી લીધાં, પરંતુ 3જી નવેમ્બરે બિગ બૉસ દ્વારા એક એવો ટાસ્ક આપવામાં આવ્યો કે જેના પછી ઘરના કેટલાક સ્પર્ધકોના મનમાંથી ગૌતમ પ્રત્યેની નફરત દૂર થઈ ગઈ.

આ ટાસ્કમાં ગૌતમ અને કરિશ્મા તન્નાએ ભાગ લેવાનો હતો અને જ્યાં તમામ વાતો ગૌતમના પક્ષે ગઈ, તો બીજી બાજુ કરિશ્મા તન્ના એક વિલન તરીકે નજરે પડ્યાં.

ચાલો તસવીરો સાથે જોઇએ કે કેવી રીતે ગૌતમ હીરો અને કરિશ્મા વિલન બન્યાં :

ગૌતમ-કરિશ્માએ કર્યો ટાસ્ક

ગૌતમ-કરિશ્માએ કર્યો ટાસ્ક

બિગ બૉસ દ્વારા અપાયેલ આ ટાસ્કમાં ગૌતમ અને કરિશ્માએ ભાગ લેવાનો હતો. બંનેને કન્ફેશન રૂમમાં બોલાવવામાં આવ્યાં.

બિગ બૉસે આપ્યા ઑપ્શન

બિગ બૉસે આપ્યા ઑપ્શન

બિગ બૉસ તરફથી ગૌતમ અને કરિશ્માને કેટલાક ઑપ્શન આપવામાં આવ્યા કે જેમાં તે જ ઑપ્શન પૂરા કરવાના હતાં કે જેના પર કરિશ્મા-ગૌતમ બંનેની સંમતિ હોય.

કરિશ્માએ માંગી પોતાના કામની વસ્તુઓ

કરિશ્માએ માંગી પોતાના કામની વસ્તુઓ

કરિશ્મા આ ટાસ્ક દરમિયાન પોતાનું મેક-અપ, ડાએંડ્રાનું મેક-અપ અને બાકી કેટલીક પોતાના મતલબની વસ્તુઓ માટે હા કરતા રહ્યાં.

 ગૌતમે વિચારીને નિર્ણયો કર્યો

ગૌતમે વિચારીને નિર્ણયો કર્યો

બીજી બાજુ ગૌતમે માત્ર તેવા ઑપ્શન પર હા કહી કે જેનાથી તેને લાગ્યું કે ઘરના લોકોને ફાયદો થશે.

ગૌતમ-કરિશ્મા વચ્ચે દલીલ

ગૌતમ-કરિશ્મા વચ્ચે દલીલ

જ્યારે કરિશ્માને જાણ થઈ કે ગૌતમે તેમના મેક-અપ માટે હા નથી કહી, તો ગૌતમથી તેઓ નારાજ થઈ ગયાં અને બંને વચ્ચે દલીલો થઈ.

ઘરના લોકોએ જોયો ટાસ્ક

ઘરના લોકોએ જોયો ટાસ્ક

કરિશ્મા-ગૌતમ કન્ફેશન રૂમમાં હતાં, પરંતુ ઘરના લોકોને આ ટાસ્ક ટેલીવિઝન સ્ક્રીન પર બતાવવામાં આવ્યો.

ગૌતમ હીરો, કરિશ્મા વિલન

ગૌતમ હીરો, કરિશ્મા વિલન

આ ટાસ્ક બાદ જ્યારે બંને બહાર આવ્યાં, તો ગૌતમ હીરો અને કરિશ્મા વિલન સાબિત થયાં.

ગૌતમને ભેંટ્યા સુશાંત

ગૌતમને ભેંટ્યા સુશાંત

સુશાંત ગૌતમને ભેંટ્યા, કારણ કે ગૌતમે તેમને સર્વંટના પદથી હટાવવા પર પોતાની સંમતિ આપી હતી, જ્યારે કરિશ્માએ ઇનકાર કર્યો હતો.

English summary
Gautam has now become the hero of Bigg Boss 8 after the task given by Bigg Boss. Gautam and Tanna participated in this task and Karishma took all the decisions in her favor.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X