Bigg Boss : દર્શકો દ્વારા રિજેક્ટ ‘માલ’ના સલમાને કર્યા વખાણ
મુંબઈ, 6 જાન્યુઆરી : બિગ બૉસ 8 શોના નવા હોસ્ટ ફરાહ ખાનને દર્શકો પાસેથી ભલે પ્રેમ ન મળી રહ્યો હોય, પણ સલમાન ખાન ફિદા છે. સલમાન ખાને બિગ બૉસ હલ્લા બોલ માટે ફરાહના હોસ્ટિંગના ખૂબ વખાણ કર્યાં છે. સલમાને ટ્વિટર પર વેલ ડન ફરાહ પોસ્ટ કર્યું છે.
બિગ બૉસ 8નો છેલ્લો એપિસોડ શનિવારે પ્રસારિત થયો હતો અને આ સાથે જ બિગ બૉસ હલ્લા બોલની શરુઆત થઈ હતી. દર્શકો સામે બિગ બૉસ હલ્લા બોલ શોમાં સલમાનના સ્થાને ફરાહ ખાન હતાં. બિગ બૉસ હલ્લા બોલમાં ગત સીઝનમાંથી પાંચ સ્પર્ધકો બિગ બૉસ 8ના પાંચ ચૅમ્પિયનને ટક્કર આપતા નજરે પડે છે.
સલમાનના સ્થાને આવેલા ફરાહ ખાનને દર્શકો પાસેથી પૉઝિટિવ રિસ્પૉન્સ નથી મળ્યાં, પણ સલમાને તેમના વખાણ કર્યાં છે.
ચાલો સ્લાઇડરમાં જોઇએ ફરાહ ખાન અંગેના ટ્વીટ્સ :
|
સલમાન ખાન
સલમાન ખાને પ્રથમ ટ્વીટમાં લખ્યું છે - વેલ ડન ફરાહ, વેલ ડન.
|
હું જોઇશ
સલમાને વધુ એક ટ્વીટમાં લખ્યું છે - ભાગ્ય આપનો સાથ આપે મિત્રો. જેમ કે મેં કહ્યુ હતું કે હું આપને ટેલીવિઝન પર જોઇશ.

બીજી બાજુ
બીજી બાજુ કેટલાક દર્શકો ફરાહ ખાનના હોસ્ટિંગથી નારાજ છે. તેમના નેગેટિવ ટ્વીટ્સ જોવા આગળ ચાલો...
|
મતલબી ફરાહ
હરવીનનું કહેવું છે - એક બાજુ સલમાન ખાન ખૂબ જ સ્વીટ છે, તો બીજી બાજુ ફરાહ ખાન મતલબી અને મીન લાગે છે. તેઓ બસ નિષ્પક્ષ રહેવાની એક્ટિંગ કરે છે, જ્યારે એવું છે નહીં.
|
કમબૅક સલમાન
એક ફૅન કહે છે - ફરાહ પાસે લૉજિક છે જ નહીં. સલમાન ભાઈ પાછા આવી જાઓ.
|
લિટલ ચૅમ્પ્સ જોઈ લો
એક ફૅને સૌને સલા આપી છે કે બિગ બૉસ શરૂ થતાં જ ચૅનલ ચેંજ કરી દેવી જોઇએ અને લિટલ ચૅમ્પ્સ જોઈ લેવું જોઇએ, નહિંતર સિમ્પલ, ટીવી બંધ કરી દો.
|
ટીચર નહીં, પ્રિંસિપાલ જોઇએ
ફરાહ ખાનના ટીચરના અવાર અંગે એક ફૅને કહ્યું - ફરાહ ખાન ટીચર છે, અમારે ટીચર નહીં, પ્રિંસિપાલ એટલે કે સલ્લુ ભાઈ જોઇએ.
|
ફરક નથી પડતો
એક ફૅન કહે છે - હવે જ્યારે સલમાન શોમાંથી જતા રહ્યાં છે, તો ફરક જ નથી પડતો કે કોણ હોસ્ટ કરે છે. મારે ક્યાં જોવો છે શો?
|
આ બીબી છોડો, બીજી બીબી પકડો
એક ફૅને સલમાનની સ્ટાઇલમાં લખ્યું છે - હવે બીબી8 ભુલી જાઓ, કારણ કે હવે બીબી એટલે કે બજરંગી ભાઈજાન આવી રહ્યાં છે.












Click it and Unblock the Notifications
