Pics : કૉમેડી નાઇટ્સના સેટ પર કપિલ સાથે સોનાક્ષયની ધમાલ

મુંબઈ, 27 મે : ફરી એક વાર અભિનેત્રી સોનાક્ષી સિન્હા અને અક્ષય કુમાર ફિલ્મ હૉલીડે સાથે સિલ્વર સ્ક્રીને ચમકવા જઈ રહ્યાં છે. સોનાક્ષીની અક્ષય સાથે આ ચોથી ફિલ્મ છે. આ જોડી અગાઉ રાઉડી રાઠોડ, જોકર તથા વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ દોબારા જેવી ફિલ્મોમાં ચમકી ચુકી છે.

સોનાક્ષયની હૉલીડે ફિલ્મ દેશભક્તિ સાથે પોતાની જાતને પ્રેમ કરવાના નુસ્ખા શીખવે છે. ફિલ્મનું પ્રમોશન પુરજોશમાં ચાલુ છે. ફિલ્મ અંગે વાત કરતા સોનાક્ષીએ જણાવ્યું - અક્ષય એક ખૂબ જ સારા કલાકાર છે. તેમની સાથે કામ કરી બહુ સારૂં લાગે છે. હૉલીડે અક્ષય સાથે મારી ચોથી ફિલ્મ છે. મારા ખ્યાલથી એક વાર એક જોડી સ્વીકારી લેવાય, તો લોકો તેમને પડદા ઉપર સાથે જોવાનું પસંદ કરે છે અને તેથી જ નિર્માતા-દિગ્દર્શકો અમને સાથે લે છે.

દરમિયાન તાજેતરમાં જ સોનાક્ષય પોતાની ફિલ્મ હૉલીડેના પ્રમોશન માટે કલર્સના સૌથી લોકપ્રિય શો કૉમેડી નાઇટ્સ વિથ કપિલના સેટ પર પહોંચ્યાં, પરંતુ જુદા-જુદા. કૉમેડી નાઇટ્સ વિથ કપિલ શોના સેટ પર બંનેએ જુદા-જુદા કપિલ સાથે મળી સેટ પર એવી ધમાલ મચાવી કે લોકો પેટ પકડીને હસવા માટે મજબૂર થઈ ગયાં. સૌથી વધુ ફની સિચ્યુએશન તો ત્યારે સામે આવી કે જ્યારે સોનાક્ષી સિન્હા બે દાદીઓની બૉક્સિંગ મૅચ વચ્ચે ફસાઈ ગયાં. જો આપ પણ આ ફન અનુભવવા માંગો છો, તો આ શનિવારે-રવિવારે કૉમેડી નાઇટ્સ વિથ કપિલ જરૂર જોજો.

હાલ તો આપને બતાવીએ તસવીરો :

અક્ષય અને પલક

અક્ષય અને પલક

પલકે અક્ષયની બહુ ખેંચી અને લોકોને હસવા માટે મજબૂર કર્યાં.

અક્ષય-કપિલ

અક્ષય-કપિલ

અક્ષયે કપિલને સ્ટંટની ટિપ્સ શીખવાડી.

હૉલીડેનું પ્રમોશન

હૉલીડેનું પ્રમોશન

કૉમેડી નાઇટ્સ વિથ કપિલના સેટ પર હૉલીડે ફિલ્મનું પ્રમોશન અક્ષય-સોનાક્ષીએ જુદુ-જુદુ કર્યું.

કપિલ-અક્ષય

કપિલ-અક્ષય

કપિલે અક્ષયની ખૂબ મજાક ઉડાવી.

સોનાક્ષી-અક્ષત

સોનાક્ષી-અક્ષત

સોનાક્ષીએ નાનકડા અક્ષત સાથે મસ્તી ભર્યો ડાન્સ પણ કર્યો.

દાદીઓ વચ્ચે સોના

દાદીઓ વચ્ચે સોના

સૌથી વધુ ફની સિચ્યુએશન તો ત્યારે સામે આવી કે જ્યારે સોનાક્ષી સિન્હા બે દાદીઓની બૉક્સિંગ મૅચ વચ્ચે ફસાઈ ગયાં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X