Comedy Nights@100 : જુઓ ધમાલ-મસ્તી ભરી યાદગાર Moments!
મુંબઈ, 4 ઑગસ્ટ : કલર્સના લોકપ્રિય ટેલીવિઝન શો કૉમેડી નાઇટ્સ વિથ કપિલે 100 એપિસોડ પૂરા કર્યા છે અને બહુચર્ચિત કપિલ શર્માએ ટ્વિટર પર પોતાની ખુશી વ્યક્ત કરી છે. માત્ર 26 એપિસોડની મંજૂરી સાથે શરૂ થયેલ આ શો આજે 100 એપિસોડ પૂર્ણ કરી મોસ્ટ વૉચ્ડ ટેલીવિઝન શો બની ચુક્યો છે.
કપિલ શર્માએ તાજેતરમાં જ જણાવ્યુ હતું - કૉન્ટ્રૅક્ટ માત્ર 26 એપિસોડનો હતો. જ્યારે શૂટિંગ શરૂ થયું, ત્યારે ચૅનલે તેના એપિસોડની સંખ્યા વધારી 36 કરી. જ્યારે મેં બેથી ત્રણ એપિસોડ શૂટ કર્યાં, ત્યારે તેમણે મને કહ્યું કે આને 50 એપિસોડનો બનાવો. જ્યારે તે ઑનઍર થયો અને દર્શકોનો સારો રિસ્પૉન્સ મળતો થયો, ત્યારે ચૅનલ વાળાઓએ આ શોને 100 એપિસોડનો અને પછી વધુ 10 એપિસોડ બનાવવાનું કહ્યું. તેમણે મને શોને વધુમાં વધુ હાઈ પર લઈ જવાનું કહ્યું.
કપિલ શર્માએ કૉમેડી નાઇટ્સ વિથ કપિલ શોના 100 એપિસોડ પૂર્ણ થતાં ટ્વીટ કરી કહ્યું - કૉમેડી નાઇટ્સની ટીમને અભિનંદન. તમે આ વિશ્વમાં બેસ્ટ ટીમ છો. હું આભાર નહીં કરૂ, તે માત્ર શબ્દ છે. ઈશ્વર તમારૂ રક્ષણ કરે. ખુશ રહો. લવ યૂ ઑલ.
કપિલે વધુમાં જણાવ્યું - આજે રાત્રે આપણે કૉમેડી નાઇટ્સના 100 એપિસોડની ઉજવણી કરી રહ્યાં છીએ. મારી પાસે મારી લાગણીઓ વ્યક્ત કરવા માટે શબ્દો નથી. થૅંક્સ ઍ લૉટ ફૉર યોર લવ એન્ડ બ્લેસિંગ્સ).
કપિલ શર્મા તાજેતરમાં જ બૉલીવુડમાં ડેબ્યુ કરવાની તૈયારી કરી રહ્યા હતાં, પરંતુ આ શો સાથે તેમના ટાઇટ શિડ્યુઅલના પગલે તેઓ યશ રાજ બૅનર્સને ડેટ્સ ન આપી શક્યાં.
કપિલે યશ રાજ બૅનરની ફિલ્મ બૅંક ચોર છોડતા અગાઉ જણાવ્યુ હતું - લોકો 250 ફિલ્મો કરે છે, પરંતુ તેમને કોઈ ઓળખતુ નથી. હું ભાગ્યશાળી છું કે લોકો મને જાણે છે અને તે આ શોના કારણે. એક કલાકાર તરીકે, હું ગ્રો કરવાનું પસંદ કરીશ, તેથી હું આ શો અને મૂવી ઍસાઇનમેંટ વચ્ચે બૅલેંસ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું.
કૉમેડી નાઇટ્સ વિથ કપિલના શો એપિસોડ પૂર્ણ થવા પ્રસંગે અમે આપને બતાવવા જઈ રહ્યાં છે આ શોની કેટલીક યાદગાર ક્ષણો :

કપિલ-દાદી
વિરાટ કોહલીની હાજરી વાલા એપિસોડ દરમિયાન કપિલ શર્મા અને દાદી મોપેડ પર રાઇડ કરતા જણાય છે. વિરાટે પણ મોપેડ રાઇડિંગ કર્યુ હતું.

અમિતાભ-દાદી
ભૂતનાથ રિટર્ન્સના પ્રમોશન અર્થે શોના સેટ પર આવેલા અમિતાભ બચ્ચને દાદીને કિસ કરી હતી.

વિરાટ લિપસ્ટિક એડ
શોમાં લિપસ્ટિક વેચતાં વિરાટ કોહલી અને બુઆ.

સલમાન ખાન
જય હોના પ્રમોશન માટે શોમાં આવેલ સલમાન ખાન પેટ પકડીને હસ્યા હતાં.

અક્ષય-પલક
હૉલીડે ફિલ્મના પ્રમોશન માટે આવેલા અક્ષય કુમાર પલક સાથે સ્ટંટ કરતા જણાય છે.

કપિલ બન્યા ક્રિશ
ક્રિશ ફિલ્મના પ્રમોશન દરમિયાન કપિલ શર્માએ પોતે ક્રિશનો અવતાર ધર્યો હતો.

કપિલ દેવ
દાદી સાથે મસ્તીના મૂડમાં કપિલ દેવે કહ્યુ હતું - ઇત્થૂ સા થા...

ક્રિકેટ મૅનિયા
હરભજન સિંહ અને યુવરાજ સિંહ આવતાં શોમાં ક્રિકેટ મૅનિચાય છવાઈ ગયો હતો.

હૃતિક રોશન
ક્રિશ 3ના પ્રમોશન દરમિયાન ગુત્થી સાથે હૃતિક રોશન.

શાહરુખ-દીપિકા
જાણીતી બાઇક રાઇડ કે જે શાહરુખ ખાને દીપિકા પાદુકોણે સાથે કરી હતી.

શાહરુખ ઇન ડિસ્ટ્રેસ
શાહરુખ માટે એક-બીજાની સ્પર્ધાએ ચઢ્યા દાદી-બુઆ.

સન્ની લિયોન
રાગિણી એમએમએસ 2ના પ્રમોશન માટે સન્ની લિયોન આવતાં દાદીએ ઝાડનો અવતાર ધર્યો હતો.

પલકનો ફૅમસ નૅપ શૉટ
પલક શૂટ દરમિયાન પાતનો ફૅમિસ નૅપ કહી રહી છે.

કપિલ-ધર્મેન્દ્ર
ધર્મેન્દ્રને ફૅમસ બાઇક રાઇડ દ્વારા શોમાં લાવતાં કપિલ શર્મા.

બુઆ સાથે સુનીલ
શોમાં આવેલા સુનીલ ગાવસ્કર પણ બુઆ સાથે હસી-હસીને ગાંડા થઈ ગયા હતાં.

કપિલ-રજત
શોમાં રજત શર્માને પોતાના જવાબથી હંફાવી નાંખતા કપિલ શર્મા.

અને તુટી ગયું હીરો બનવાનું સ્વપ્ન...
ક્લિક કરો અને જાણો કે કયા 5 કારણોસર તુટ્યું કપિલનું ફિલ્મી સ્વપ્ન?
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
