Pics : રિયલિટી-કલ્પનાનું મિશ્રણ છે કૉમેડી નાઇટ્સ
મુંબઈ, 20 જૂન : કલર્સ ચૅનલે આગામી 22મી જૂનથી શરૂ થતો નવો શો કૉમેડી નાઇટ્સ વિથ કપિલ માત્ર રિયલિટી શો નથી, પણ તે રિયલિટી અને કલ્પનાનું મિશ્રણ છે.
ટેલીવિઝન એટલે કે નાના પડદાના જાણીતા કૉમેડિયન કપિલ શર્મા આ કાર્યક્રમના કેન્દ્રમાં હશે, જેમ કે શોના નામ ઉપરથી જ ફલિત થઈ જાય છે. તાજેતરમાં જ આ શો લૉન્ચ કરવામાં આવ્યું. શોના લૉન્ચિંગ પ્રસંગે શોમાં મહત્વની ભૂમિકા ભજવનાર સુમોના ચક્રવર્તી, સુનીલ ગ્રોવર, ઉપાસના સિંહ તથા અલી અસગર પણ હાજર રહ્યા હતાં.
આ પ્રસંગે સુમોના ચક્રવર્તીએ જણાવ્યું - આ રિયલિટી તેમજ કલ્પનાનું એક મિશ્રણ છે. દર્શકોને બંને પ્રકારની મજા માણવા મળશે. તેમાં એક બુઆ અને એક પતિ-પત્ની છે. હકીકતમાં આ શો સ્ટુડિયોમાં દર્શકો સામે જ શૂટ કરાયું છે. સુમોના અગાઉ પણ કપિલ શર્મા સાથે કામ કરી ચુક્યાં છે.
આવો તસવીરો સાથે જાણીએ કૉમેડી નાઇટ્સ વિથ કપિલ શો અંગે વધુ માહિતી :

કલર્સ પર કપિલની ધૂમ
કલર્સ ચૅનલે આગામી 22મી જૂનથી શરૂ થતો નવો શો કૉમેડી નાઇટ્સ વિથ કપિલ માત્ર રિયલિટી શો નથી, પણ તે રિયલિટી અને કલ્પનાનું મિશ્રણ છે.

સુમોનાની મહત્વની ભૂમિકા
કૉમેડી નાઇટ્સ વિથ કપિલ શોમાં સુમોના ચક્રવર્તી મહત્વની ભૂમિકામાં છે. તેઓ કપિલ શર્મા સાથે અગાઉ પણ કામ કરી ચુક્યાં છે.

વિવિધતાપૂર્ણ ભૂમિકામાં સુનીલ ગ્રોવર
શોમાં સુનીલ ગ્રોવર પણ અલગ-અલગ ભૂમિકાઓમાં નજરે પડનાર છે.

શર્મા પરિવાર
શોમાં ધૂમ મચાવનાર કપિલ શર્મા સાથે આખું શર્મા પરિવાર.

કપિલના દાદી અલી
શોમાં અલી અસગર કપિલ શર્માના દાદી તરીકે કૉમેડીના ધડાકા કરવાનાં છે.












Click it and Unblock the Notifications
