For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: 'મોમો, ચાઉમીન' કહીને આસામની કન્સ્ટેટન્ટને બોલાવવુ રાઘવને ભારે પડ્યુ, CM હિમંતા બિસ્વા સરમા થયા ગુસ્સે

ટીવીના સૌથી જાણીતા ડાંસ રિયાલિટી શો 'ડાંસ દીવાને 3'ના હોસ્ટ રાઘવ જૂયાલ હાલમાં એક વંશવાદ ટિપ્પણીને લઈને વિવાદોમાં ઘેરાઈ ગયા છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ ટીવીના સૌથી જાણીતા ડાંસ રિયાલિટી શો 'ડાંસ દીવાને 3'ના હોસ્ટ રાઘવ જૂયાલ હાલમાં એક વંશવાદ ટિપ્પણીને લઈને વિવાદોમાં ઘેરાઈ ગયા છે. આમ તો લોકોને રાઘવ જૂયાલનુ હોસ્ટિંગ, એંકરિંગ, ડાંસ અને કૉમેડી ઘણી ગમે છે પરંતુ આ વખતે રાઘવ જૂયાલે એક આસામની કન્ટેસ્ટન્ટને રજૂ કરતી વખતે અમુક એવા શબ્દોનો ઉપયોગ કર્યો છે કે તે મુશ્કેલીમાં ઘેરાતા જોવા મળી રહ્યા છે. રાઘવ જૂયાલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રાઘવ આસામની એક કન્ટેસ્ટન્ટને 'મોમો, ચાઉમીન' કહીને બોલાવી રહ્યા છે. આ કમેન્ટ માટે લોકોએ રાઘવને વંશવાદી કહ્યા છે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ પણ આના માટે નારાજગી વ્યક્ત કરી છે.

રાઘવ જૂયાલના કયા વીડિયો પર થયો હોબાળો

રાઘવ જૂયાલના કયા વીડિયો પર થયો હોબાળો

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા રાઘવ જૂયાલના વીડિયોમાં દેખાઈ રહ્યુ છે કે ડાંસ દીવાને 3નો સેટ છે. આના એક એપિસોડમાં રાઘવ જૂયાલ આસામથી આવેલી કન્ટેસ્ટન્ટ ગુંજન સિન્હાનો પરિચય કરતી વખતે મજાકમાં ચાઈનીઝ કહીને બોલાવે છે. રાઘવ આ દરમિયાન મોમો, ચાઉમીન અને ગિબરિશ ચાઈનીઝ શબ્દોનો પણ ઉપયોગ કરે છે. જો કે, આ વીડિયો ક્યારનો છે એ વાતનો ખુલાસો નથી થઈ શક્યો. આ વીડિયોના વાયરલ થયા બાદ રાઘવની આકરી ટીકા થઈ રહી છે.

આસામના CM બોલ્યા - 'આ શરમજનક છે, જાતિવાદને આપણા દેશમાં કોઈ સ્થાન નથી'

આસામના CM બોલ્યા - 'આ શરમજનક છે, જાતિવાદને આપણા દેશમાં કોઈ સ્થાન નથી'

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ પણ રાઘવના નાટકની નિંદા કરી છે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ ટ્વિટ કર્યુ, 'આ મારી જાણમાં આવ્યુ છે કે એક લોકપ્રિય રિયાલિટી શો હોસ્ટે ગુવાહાટીના એક યુવા પ્રતિસ્પર્ધી સામે વંશવાદી નિવેદનબાજીનો ઉપયોગ કર્યો છે. આ શરમજનક છે અને સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. જાતિવાદને આપણા દેશમાં કોઈ સ્થાન નથી અને આપણે સહુએ આની સ્પષ્ટ રીતે નિંદા કરવી જોઈએ.'

'ઉત્તર-પૂર્વના લોકોને ચાઈનીઝ કહેવા ખોટુ છે'

'ઉત્તર-પૂર્વના લોકોને ચાઈનીઝ કહેવા ખોટુ છે'

સોશિયલ મીડિયા પર પણ રાઘવથી ઘણા લોકો નારાજ છે. ઘણા લોકોએ લખ્યુ છે કે રાઘવે જાતિવાદી ટિપ્પણી કરી છે. વળી, ઘણા લોકોનુ કહેવુ છે કે ઉત્તર-પૂર્વના લોકોને ચાઈનીઝ કહેવા ખોટુ છે. વળી, ઘણા લોકોએ કહ્યુ છે કે રાઘવે ભલે આ વાત મજાકમાં કહી હોય પરંતુ આનો સંદેશ સારો નહિ જાય.

રાઘવે વીડિયો જાહેર કરીને માંગી માફી

રાઘવે વીડિયો જાહેર કરીને માંગી માફી

સોશિયલ મીડિયા પર આકરી ટીકા બાદ રાઘવ જૂયાલે ઈન્સ્ટાગ્રામ પર એક સ્પષ્ટીકરણ જાહેર કરતો વીડિયો જાહેર કર્યો. રાઘવે કહ્યુ કે તેમની ટિપ્પણી જાતિવાદી નહોતી. રાઘવે કહ્યુ કે ગુંજને જ દાવો કર્યો હતો કે તે ચાઈનીઝમાં વાત કરી શકે છે માટે તેણે તેને એ રીતે સંબોધિત કરી. રાઘવ જૂયાલે કહ્યુ, 'સાચા સંદર્ભ વિના આ નાની ક્લિપને જોવી મારા માનસિક સ્વાસ્થ્ય માટે અયોગ્ય અને સારી નથી. જ્યારે આ પ્રતિસ્પર્ધી શોમાં આવી, તો તેણે કહ્યુ હતુ કે તે ચીની ભાષામાં પણ વાત કરી શકે છે. મારુ પ્રદર્શન તેના પર આધારિત હતુ.' રાઘવુ એ પણ કહેવુ છે કે તે જાતિવાદી નથી.

English summary
Dance Deewane 3 Anchor Raghav Juyal Racist Monologue comment, Assam Chief Minister angry
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X