બિગ બૉસ 7 : આજે તનીષા-પ્રત્યુષા વચ્ચે સૅન્ડવિચ બનશે કુશાલ
મુંબઈ, 17 સપ્ટેમ્બર : કલર્સના વિવાદાસ્પદ શો બિગ બૉસની સીઝન 7 શરૂ થઈ ચુકી છે. શોમાં જન્નત તથા જહન્નુમના કૉન્સેપ્ટ છે. આ વખતે શોને પ્રારંભિક તબક્કામાં તો મિશ્ર પ્રત્યાઘાતો સાંપડ્યા છે, પણ છતાં શો જોનારા રાત્રે નવ વાગ્યે પોતાના ટીવી સેટ સામે બેસી જ જાય છે. આજના શોમાં લોકોને અનેક ખાસ વાતો જોવા મળશે.
આજે એક બાજુ શિલ્પા, ગૌહર તથા અનીતા અડવાણી કિચનની અંદર રસોઈ કરતાં દેખાશે, તો બીજી બાજુ તનીષ મુખર્જીને એક ભૂલ સમજાશે કે તેમણે શિલ્પા તથા અપૂર્વાને અળગા કરી નાંખ્યાં. આજે લોકોને શિલ્પા-અપૂર્વાનું એક કિસિંગ સીન પણ જોવા મળશે, તો અનીતા અડવાણી આંસુ સારતાં દેખાશે.
વધુ એક ખાસ વાત એ થશે કે કુશાલ ટંડન તનીષા સામે સ્વીકારશે કે તેઓ દારૂ વગર નથી રહી શકતાં. જવાબમાં તનીષા કુશાલને કહેશે કે શક્ય હોય તો આ ટેવ છોડી નાંખો, કારણ કે તેનાથી શરીરને નુકસાન થાય છે. પ્રથમ દિવસની જ પ્રવૃત્તિઓથી અહેસાસ થશે કે તનીષા અને કુશાલ સાથે-સાથે થોડોક વધુ જ સમય વિતારી રહ્યાં છે, તો પ્રત્યુષા બૅનર્જી સાફ-સફાઈ દરમિયાન કુશાલની નજીક આવવાના પ્રયત્નો કરશે. આ બદુ આજના શોમાં થનાર છે. શોના હોસ્ટ સલમાન ખાન છે કે જેઓ આજે નહીં દેખાય.