OMG: સ્ટાર પરિવાર એવોર્ડ 2017માં થયું ગોપી બહુનું અપમાન!!
ટીવીની સૌથી લોકપ્રિય વહુનું સ્ટાર પરિવાર એવોર્ડ્સમાં થયું હતું અપમાન. આ વાતને લઇને એક્ટ્રેસ ખૂબ અપસેટ છે.
સ્ટાર પરિવાર એવોર્ડ્સ ભલે હજુ સુધી ટેલિકાસ્ટ નથી થયા, પરંતુ મુંબઇમાં 13 મેના રોજ આ શો યોજાયા બાદ તેમાં ઘટેલ અનેક ઘટનાઓની જાણકારી બાહર આવી રહી છે. ટીવીની સૌથી લોકપ્રિય વહુ ગોપી બહુને અહીં બેસ્ટ બહુનો એવોર્ડ તો મળ્યો જ, પરંતુ સાથે જ અહીં તેનું અપમાન પણ થયું. આ કારણે એક્ટ્રેસ ખૂબ અપસેટ છે.

પ્રેવશ દ્વાર પર જ અપમાન~
'સાથ નિભાના સાથિયા'માં ગોપી બહુનું પાત્ર ભજવનાર એક્ટ્રેસ દેવોલીના હજુ તો સ્ટાર પરિવાર એવોર્ડ માટે વેન્યુ પર પહોંચી જ હતી, ત્યાં પ્રવેશ દ્વાર પર જ તેનું અપમાન થયું. એન્ટ્રસ પર ઉભેલા ગાર્ડે તેની પાસે એન્ટ્રી કાર્ડ માંગતા તે અપસેટ થઇ ગઇ હતી. તેને આ પોતાનું અપમાન લાગ્યું હતું.

મીડિયાથી પણ નારાજ?
દેવોલીના પહોંચી ત્યારે મીડિયા પણ ત્યાં હાજર હતું. આથી તેણે એન્ટ્રી કાર્ડ બાબતે કોઇ તોફાન ન કર્યું, પરંતુ તેના મોઢા પરથી સ્પષ્ટ હતું કે, તે અપસેટ છે. રેડ કાર્પેટ પર પણ તે અન્ય એક્ટ્રેસથી દૂર ઊભી હતી. તેની આગળ અન્ય એક્ટર્સ મીડિયાને બાઇટ આપી રહ્યાં હતા, દેવોલીનાને ત્યાં ઊભા રહી વેઇટ કરવાનું ઠીક ન લાગતાં તે તરત ત્યાંથી નીકળી ગઇ હતી.

દેવોલીનાની સફાઇ
દેવોલીનાને જ્યારે આ અંગે પૂછવામાં આવ્યું તો તેણે આખી વાતને નકારતાં કહ્યું કે, તે અન્ય કારણોસર અપસેટ હોવાથી અંદર જતી રહી હતી. ઉપલબ્ધ માહિતી અનુસાર, તેણે રેડ કાર્પેટ છોડી અંદર જતી વખતે મીડિયા સામે અભદ્ર ઇશારો કર્યો હતો, જે જોઇને સૌ ચોંકી ઉઠ્યા હતા.

રિલ લાઇફથી ખાસી અલગ
દેવોલીના સાથિયા સિરિયલમાં સાદી-સીધી અને અત્યંત શાંત એવી ગોપી વહુનું પાત્ર ભજવી રહી છે. પરંતુ રિયલ લાઇફમાં તે આનાથી ખૂબ અલગ છે. ગોપી બહુ રિયલ લાઇફમાં અત્યંત સ્ટાયલિશ અને હોટ છે. સ્ટાર પરિવારમાં તેનું વર્તન જોયા પછી કહી શકાય કે, તે બોલ્ડ અને નખરાળી પણ છે.

સંવારે સબકે સપને પ્રીતો
દેવોલીનાએ વર્ષ 2011માં 'સંવારે સબકે સપને પ્રીતો' થકી પદાર્પણ કર્યું હતું, સાથિયા સિરિયલમાંથી જૂની ગોપીની એક્ઝિટ થતાં દેવોલીનાની એન્ટ્રી થઇ હતી અને આ જ સિરિયલથી તેને ઓળખાણ મળી.

મીડિયાને ફટકાર
દેવોલીના અનેકવાર મીડિયા પર પ્રહારો કરી ચૂકી છે. થોડા સમય પહેલાં જ એવા ખબર છપાયા હતા કે, દેવોલીનાએ લિપ સર્જરી કરાવી છે. ત્યારે તેણે મીડિયા પર ખૂબ પ્રહારો કર્યા હતા. તેના સોશિયલ મીડિયા ફોટોઝને બોલ્ડ એન્ડ હોટ ગણાવવામાં આવ્યા ત્યારે પણ તેણે કંઇક આવો જ પ્રતિભાવ આપ્યો હતો.
{promotion-urls}
-
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
પાકિસ્તાનની નાકાપ હરકત, અફઘાનિસ્તાનમાં હોસ્પિટલ પર બોમ્બમારો, 400 લોકોના મોત -
LPG Cylinder: કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર સરકારનો ચોંકાવનારો નિર્ણય, આજથી બદલાયા નિયમ! -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત -
ગુજરાતમાં જલ્દી બદલાઈ જશે લગ્ન અને લીવ ઈનના નિયમો, અહેવાલ સોંપાયો -
જામનગર પંથકમાં કમોસમી વરસાદ, કાલથી આ જિલ્લાઓમાં આગાહી -
રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે, જાણો પુરો કાર્યક્રમ -
Gujarat Weather: રાજ્યમાં આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા








Click it and Unblock the Notifications
