ટીવીની મધુબાલા દૃષ્ટિ ધામી બની ઝલક દિખલાજાની વિનર
મુંબઇ, 15 સપ્ટેમ્બરઃ કલર્સ ટેલીવિઝન ચેનલના સૌથી મોટા સેલિબ્રિટી ડાન્સ શો ઝલક દિખલાજાની વિનર ટીવી અભિનેત્રી મધુબાલાની મુખ્ય એક્ટ્રેસ દ્રષ્ટિ ધામી અને તેનો કોરિયોગ્રાફર પાર્ટનર સલમાન ખાન બન્યા છે. લોરેન અને પુનીત બીજા નંબર પર રહ્યાં છે.
અમારા સંવાદદાતા સોનિકા મિશ્રાએ જણાવ્યા પ્રમાણે શો દરમિયાન જ્યારે મત પેટી ખુલી તો સૌથી પહેલા શાન એટલે કે શાંતનુ મુખરજી બહાર થયા છે. ત્યાર બાદ સોનાલી-સુંમતની જોડી ઓછા મત મળવાના કારણે ત્રીજા સ્થાન પર રહી. ફાઇનલ અનાઉન્સમેન્ટ દરમિયાન માધુરી દીક્ષિત સ્ટૂડિયોમાં હાજર નહોતી.

ફિનાલેની શરૂઆત ચાર શાનદાર પરફોર્મન્સ સાથે થઇ, પહેલું પરફોર્મન્સ દ્રષ્ટિ ધામી અને તેમના કોરિયોગ્રાફર સલમાને કરી. તેમણે શાનદાર લેજર એન્ડ સ્ક્રીન ઇવેન્ટ વચ્ચે ડાન્સ રજૂ કર્યો. બીજું પરફોર્મન્સ દેશના અજૂબા શોનાલી અને સુમંતે આપી. ફિનાલે અત્યાર સુધી સૌથી વધારે લિફ્ટ કર્યા, તેમને જોઇને રિતિક પણ દંગ રહી ગઇ. શાને પોતાનો અંતિમ ડાન્સ દીવાલ પર કર્યો. તો લોરેને ફરી એકવાર પુનીત સાથે મંચને હલાવી નાંખ્યું હતું.
ફિનાલેના અવસરે કપિલ શર્માના શો કોમેડી વિધ કપીલના પાત્રોએ કપીલ અને મનીષ પોલ સાથે જોરદાર કોમેડી કરી હતી.












Click it and Unblock the Notifications
