અફેરની ચર્ચા વચ્ચે પ્રેરણા-અનુરાગે કરાવ્યું આવું ફોટોશૂટ, જોતા રહી જશો

ટીવીની સૌથી હોટ જોડીની વાત કરવામાં આવે તો તેમાં અનુરાગ અને પ્રેરણાનું નામ ચર્ચામાં રહે છે. એક્તા કપૂર રીલ અને રિયલ લાઈફ જોડી બનાવવામાં હંમેશા સફળ થયા છે

ટીવીની સૌથી હોટ જોડીની વાત કરવામાં આવે તો તેમાં અનુરાગ અને પ્રેરણાનું નામ ચર્ચામાં રહે છે. એક્તા કપૂર રીલ અને રિયલ લાઈફ જોડી બનાવવામાં હંમેશા સફળ થયા છે, તેમાં કો અતિશયોક્તિ નથી. એટલે જ તેમના શોના કેટલાક સ્ટાર્સ રીલ અને રિલય લાઈફમાં એકબીજા સાથે પ્યાર, ઈશ્ક મહોબ્બત કરતા દેખાય છે.

આવી જ સ્થિતિ કસૌટી જિંદગીકી 2ની પણ છે. અનુરાગ અને પ્રેરણા એટલે કે પાર્થ અને એરિકાના પ્રેમની ચર્ચા છે. જો કે હજી સુધી બંનેએ આ વાત સ્વીકારી નથી. પરંતુ હંમેશા બંને એકબીજા સાથે એકલામાં ચર્ચા કરતા જોવા મળ્યા છે. તાજેતરમાં જ એરિકાએ પોતાનો જન્મદિવસ પાર્થ સાથે મનાવ્યો હતો.

હવે બંનેએ સાથે એક કપલ ફોટોશૂટ કરાવ્યું છે. જેને સોશિયલ મીડિયામાં પાર્થ અને એરિકાના ફેન્સે વાઈરલ કર્યું છે.

આ ફોટોઝ જોયા બાદ બધા એક જ વાત કહી રહ્યા છે કે આ રીલ નહીં રિયલ લાઈફ રોમાન્સ છે. જો તમને વિશ્વાસ નથી આવતો તો તમે પણ આ ફોટો જોઈને સમજી જશો કે અહીં પ્રેમ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.

આ છે ટીવીની આ વર્ષની સુપરહિટ જોડીઓ...

જેનિફર અને હર્ષદ

જેનિફર અને હર્ષદ

ટીવી શૉ બેપનાહ આ વર્ષે બંધ થઈ ગયો. પરંતુ ઝોયા અને આદિત્યનો પ્રેમ હજીય ફેન્સના દિલોમાં જીવતો છે. જેનિફર અને હર્ષદની જોડી આ વર્ષે સૌથી વધુ પસંદ કરાઈ હતી. આ જોડીએ આગળની જોડીઓને માત આપી છે. જેનિફર હર્ષદ આ વર્ષે સૌથી વધુ પસંદ કરાયેલા કપલ્સમાંના એક છે. હવે ફેન્સ બંનેને સાથે જોવા બેપનાહ 2ની રાહ જોઈ રહ્યા છે.

સુરભિ જ્યોતિ અને પર્લ વી પુરી

સુરભિ જ્યોતિ અને પર્લ વી પુરી

નાગિન 3ની ટીઆરપી ટોપ પર રહેવાનું એક કારણ બેલા અને માહિરનો પ્રેમ પણ છે. બંને વચ્ચે રોમાન્ટિક સીન જોવા માટે ફેન્સ વીકએન્ડ સુધી માંડ માંડ રાહ જોવે છે. સુરભિ જ્યોતિ અને પર્લ વી પુરીની આ નવી જોડી આ વર્ષે ખૂબ પસંદ કરાઈ છે.

શક્તિ અરોરા દ્રષ્ટિ ધામી

શક્તિ અરોરા દ્રષ્ટિ ધામી

સિલસિલા બદલે રિશ્તો કામાં શક્તિ અરોરા અને દ્રષ્ટિ ધામીની જોડી વચ્ચે એક્સ્ટ્રા મેરિટક અફેર બતાવવાને કારણે ટીકાનો સામનો કરવો પડ્યો. પરંતુ આ વર્ષે આ જોડીના રોમાન્સને લોકોએ ખૂબ પસંદ પણ કર્યો .

ઈશા સિંહ અને અદનાન અબ્બાસ ખાન

ઈશા સિંહ અને અદનાન અબ્બાસ ખાન

ઈશ્ક સુભાન અલ્લાહમાં ઝારા અને કબીરના વણસેલા સંબંધો અને રોમાન્સે ફેન્સને આ શો જોડવા મજબૂર કર્યા. સ્થિતિ એવી બની કે આ શો ટીઆરપીમાં ટોપ 5 પર પહોંચી ગયો. ઈશા સિંહ અને અદનાન અબ્બાસ ખાનની જોડી પણ આ વર્ષની રોમેન્ટિક જોડીમાં સામેલ થઈ ગઈ.

સુરભિ ચંદના અને નકુલ મેહતા

સુરભિ ચંદના અને નકુલ મેહતા

ઈશ્કબાજની પહેલી સિઝન બાદ ઈશ્કબાઝ 2 પણ શરૂ થઈ ચૂકી છે. પરંતુ ફેન્સના દિલમાંથી શિવાય અને અનિકા હજી ખસ્યા નથી. સુરભિ ચંદના અને નકુલ મહેતા આ વખતે સૌથી વધુ લોકપ્રિય સાબિત થયા છે.

મોહસિન ખાન અને શુભાંગી જોશી

મોહસિન ખાન અને શુભાંગી જોશી

રીલ લાઈફથી રિયલ લાઈફ કપલ બની ચૂકેલા નાયરા અને કાર્તિકની લાઈફમાં એકવાર બ્રેક અપથી લઈ છૂટાછેડા અને ફરી લગ્ન જેવા તબક્કા આવ્યા છે. આ બંનેનો રોમાન્સ ગત વર્ષની જેમ આ વર્ષે પણ પોતાનો જાદુ ચલાવી રહ્યો છે. મોહસિન ખાન અને શુબાંગી જોશી આ વર્ષે પણ ફેન્સમાં સુપરહિટ બનીને ટીઆરપી લાવવામાં સફળ થયા છે.

એરિકા ફર્નાન્ડિઝ અને પાર્થ સમથાન

એરિકા ફર્નાન્ડિઝ અને પાર્થ સમથાન

કસૌટી ઝિંદગી 2 આ વર્ષે લોન્ચ થઈ છે. આ શો પાછા આવવાની સાથે જ પ્રેરણા અને અનુરાગની જોડી ફરી પોતાની સાથે લઈ આવ્યો. એરિકા ફર્નાન્ડિઝ અને પાર્થ સમથાનની જોડીને ફેન્સે ખુલ્લા દિલે પ્રેમ કરી રહ્યા છે. બંને વચ્ચેના રોમાન્સે જ શોની ટીઆરપી જાળવી રાખી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X