આ બિગ બોસ કન્ટેસ્ટન્ટને લૂક ચેન્જ કરી સહુને ચોકાવ્યા!

Written By:
Subscribe to Oneindia News

બિગ બોસથી લાઇમલાઇટમાં આવેલા અનેક લોકો આજે ફેમસ થઈ ગયા છે. તેની દરેક નવી સીરિઝ કોઈ નવા વ્યક્તિને ઇન્ડ્સ્ટ્રીમાં લાવે છે અને તેઓ કઈંક અલગ જ કમાલ કરી દેખાડે છે. આવી જ રહી છે આ બિગ બોસની 11મી સીરિઝ. આ સીરિઝ પણ અનેક નવા લોકોને લાઇમલાઇટમાં લાવી છે અને એ લોકો પણ આજે એટલા જ ફેમસ થવા જઇ રહ્યા છે. બિગ બોસની 11મી સીરિઝમાંથી બહાર થયેલા કેટલાક લોકો પોતાના મેકઓવર પછી ચર્ચાનું કેન્દ્ર બની ગયા છે.

સપના ચૌધરી

સપના ચૌધરી

બિગ બોસમાં આવતા પહેલા સપના ચૌધરી તેના સમાન્ય લૂકમાં જોવા મળી હતી. ત્યાં સુધી કે તે જ્યારે બિગ બોસના ઘરમાં હતી તો પણ તે તેના નોર્મલ લૂકમાં દેખાતી હતી. પરંતુ હવે તે બિગ બોસમાંથી બહાર થઇ ગઈ છે. આ બાદ તેનો મેકઓવર કરેલો નવો લૂક બધાની સામે આવ્યો છે. સપનાએ આ નવા લૂક વાળો ફોટો પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો હતો. જે હાલ ખૂબ વાયરલ પણ થઈ રહ્યો છે. સપનાને ઘણા પ્રોજેક્ટ મળી રહ્યા છે. તે જલ્દી જ કોઈ ટી.વી શો માં પણ દેખાઇ શકે છે.

જ્યોતિ કુમારી

જ્યોતિ કુમારી

બિગ બોસની બીજી એક કન્ટેસ્ટન્ટે પણ પોતાનું મેકઓવર કરીને ઘણા લોકોને ચોંકાવી મુક્યા છે. અમે વાત કરી રહ્યા છીએ બિગ બોસ 11ની બિંદાસ કન્ટેસ્ટન્ટ જ્યોતિ કુમારીની. જ્યોતિ કુમારી બિગ બોસના ઘરમાં ઘણી સારી રીતે રહી હતી અને તેણે અનેક લોકોના નામ બિદાસ થઇને આપ્યા હતા. હવે જ્યારે તે બિગ બોસના ઘરથી બહાર થઈ છે, ત્યાર બાદ તેણે પણ પોતાનું મેકઓવર કર્યો છે. તેણે પોતાના નવા લૂકના ફોટો સોશ્યલ મીડિયા પર શેર કર્યા હતા. આ ફોટોઝ જોઈને સહુ કોઇ ચોંકી ગયા હતા.

મઝહબી બની ફૈશનિસ્તા

મઝહબી બની ફૈશનિસ્તા

આ મેકઓવરની રેસમાં વધુ એક નામ જોડાયુ છે અને તે છે મહઝબી. તેણે પણ પોતાના લૂકને એટલો બદલી નાંખ્યો છે કે લોકોને પોતાની આંખ પર વિશ્વાસ નથી થતો. એક સમયે તેણે બિગ બોસના શોમાં જણાવ્યુ હતુ કે, જો હું પણ મેકઅપ કરવા લાગું ને તો કોઈ મોડલ કે એક્ટ્રેસથી ઓછી નહી લાગુ અને સાચે જ એવું જ થયુ છે. મહઝબીએ પોતાના ફોટોઝ સોશ્યલ મીડિયા પર શેર કર્યા હતા. જેમાં તે સાચે કોઈ મોડલ જેવી લાગી રહી છે.

બિગ બોસથી મળી પ્રસિદ્ધિ

બિગ બોસથી મળી પ્રસિદ્ધિ

સલમાન ખાન અને બિગ બોસ પ્રત્યેની લોકની ચાહતથી આપણે બધા અવગત છીએ. તે દરેક સીરિઝની સાથે નવા ચહેરાઓને લોકપ્રિય બનાવે છે. પરંતુ આ સીરિઝમાં તો બિગ બોસનું ઘર છોડ્યા બાદ તેના કન્ટેસ્ટન્ટ પોતાનો નવો લૂક લઇને લોકોની સામે આવી રહ્યા છે. જે સપના, જ્યોતિ અને મહઝબીને માત્ર અમુક પ્રદેશના લોકો જાણતા હતા, આજે તે સમગ્ર દેશમાં જાણીતા બની ગયા છે.

English summary
today we are here to tell you about three such commoner contestants of Big Boss 11 who are now as popular as any other celebs on the show.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.