Excl : નચ બલિયેમાં સાનિયા-શોએબ બોલાવાતાં લોકો દુઃખી
મુંબઈ, 19 ડિસેમ્બર : જ્યારથી જાણવા મળ્યું છે કે સ્ટાર પ્લસના ચર્ચિત ડાંસ રિયલિટી શોમાં સાનિયા મિર્ઝા અને શોએબ મલિક આવવાનાં છે, ત્યારથી લોકોમાં ખુશીની લહેરના સ્થાને નારાજગી વ્યાપી ગઈ છે.
વનઇન્ડિયાના વાચકોએ આ અંગે ગુસ્સો જાહેર કર્યો છે. કેટલાંક લોકોએ તો આ સમાચાર બાદ પ્રત્યાઘાત આપ્યાં છે કે સાનિયા મિર્ઝાએ આ શોમાં ન આવવું જોઇએ, કારણ કે તેમણે લગ્ન બાદ કોઈ વિક્રમ સ્થાપિત નથી કર્યું. અહીં સુધી કે તેમની રમત પણ અસરગ્રસ્ત થઈ છે. તેથી શો સંચાલકોએ તેમનો પ્રોગ્રામમાં સમાવેશ કરવો જોઇએ નહીં.

નોંધનીય છે કે સ્ટાર પ્લસના જાણીતા ડાંસ રિયલિટી શો નચ બલિયે 5માં આ વખતે પાકિસ્તાની વહુ સાનિયા મિર્ઝા પોતાના શૌહર શોએબ મલિક સાથે થનગનતાં નજરે પડશે. આ અંગે શોના મૅનેજરે મીડિયાને જણાવ્યું કે સાનિયા-શોએબ માત્ર શોના બે-ત્રણ એપિસોડમાં જ દેખાશે અને તે પણ એક મહેમાન તરીકે. સાનિયા-શોએપ પ્રોગ્રામમાં આવવાની જાહેરાત આજે કરી દેવાઈ.
નચ બલિયે 5નું પ્રસારણ 29મી ડિસેમ્બરથી સ્ટાર પ્લસ ઉપર થશે. આ શોના જજોમાં બૉલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી, ફિલ્મ દિગ્દર્શક સાજિદ ખાન તથા નૃત્ય દિગ્દર્શક ટેરેંસ લેવિસનો સમાવેશ થાય છે. નચ બલિયેની છેલ્લી ચાર સીઝનો ઘણી લોકપ્રિય રહી હતી. તેવામાં આ વખતે પણ શો હિટ રહેવાની આશા સેવાઈ રહી છે, પરંતુ સાનિયા-શોએબના નામથી લોકો આ રીતે નારાજ થઈ ગયાં છે. જોઇે શોના શા હાલ થાય છે?
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
