Flashback 2020: KBC 12માં 3 મહિલાઓએ જીત્યા 1 કરોડ, કોરોના કાળમાં રચ્યો ઈતિહાસ
વર્ષ 2020 પૂરું થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે લોકો 2021નો આતૂરતાથી ઈંતેજાર કરી રહ્યા છે. કોરોના મહામારીને કારણે આ વખતે ભારતનો હરેક ક્ષેત્ર ઘણો પ્રભાવિત થયો છે. ટીવી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર પણ તેની ખરાબ અસર પડી છે. મહિનાઓ સુધી ટીવી શો અને ફિલ્મોના શૂટિંગ બંધ રહ્યાં, એવામાં કેબીસીના 12મી શ્રેણી પ્રસારિત થશે કે નહિ થાય તેના પર શંકા બનેલી હતી પરંતુ ના માત્ર સોની ટીવીએ તેની પ્રસારિત કર્યું બલકે હંમેશાની જેમ આ વખતે પણ આ શોએ સફળતાના નવા આયામ નક્કી કરી લીધા છે. સેટબેકનો જવાબ કમબેકથી આપોની થીમ પર ટેલિકાસ્ટ થઈ રહેલ કૌન બનેગા કરોડપતિ 12 કેટલાય માપદંડોએ પાછલી સીઝનથી અલગ છે.

ત્રણ મહિલાઓએ કરોડ જીત્યા
આ વખતે કોરોના મહામારીને કારણે શોમાં લાઈવ ઓડિયન્સ જોવા નથી મળી રહી અને ઓડિયન્સ પોલની જગ્યાએ Flip The Questions લાઈફલાઈનનો પ્રયોગ થઈ રહ્યો છે. જો કે શોના હોસ્ટ અમિતાભ બચ્ચન પોતાના ચિરપરિચિત અંદાજથી હંમેશાની જેમ લોકોના મન મોહવામાં સફળ રહ્યા છે. આ વખતે શોની સૌથી ખાસ વાત એ છે કે આ સીઝનમાં અત્યાર સુધી ત્રણ લોકો કરોડપતિ બન્યા છે અને આ ત્રણેય મહિલાઓ છે, કુલ મિલાવી કહી શકાય છે કે આ વખતે કેબીસીમાં મહિલાઓનું વર્ચસ્વ જોવા મળ્યું છે, હાલ હજી સુધી શોમાં કોઈએ પણ 7 કરોડના સવાલનો જવાબ નથી આપ્યો.

નાજિયા નસીમ
કેબીસી 12ની પહેલી કરોડપતિ નાજિયા નસીમ હતી, જેમણે 11 નવેમ્બરે આ ખિતાબ પોતાના નામે કર્યો હતો. મૂળ રૂપે ઝારખંડમાં રાંચી જિલ્લાના ડોરંડા પરસટોલી વિસ્તારની રહેવાસી નાજિયા નસીમ હાલ દિલ્હીમાં રહે છે. નાજિયા હરિયાણાના ગુરુગ્રામ સ્થિત ઈન્ડિયન મલ્ટીનેશનલ મોટરસાઈકલ કંપની રૉયલ એનફીલ્ડમાં કોમ્યુનિકેશન મેનેજરના પદ પર નિયુક્ત છે. પરિવારમાં તેના પતિ અને 10 વર્ષનો એક દીકરો છે. નાજિયાના પતિ શકીલ દિલ્હીમાં જ એક એડવર્ટાઈજમેન્ટ એજન્સી ચલાવે છે.

મોહિત શર્મા
કેબીસી 12ની બીજી કરોડપતિ છે આઈપીએસ મોહિત શર્મા, હિમાચલની આ દીકરીએ પોતાના ખેલથી ના માત્ર કરોડ રૂપિયા જીત્યા બલકે પોતાની સાદગી અને પોતાના જ્ઞાન અને પોતાની વાતોથી તમામ લોકોના દિલ પણ જીતી લીધાં. કાંગડાના દેહરાના ચલાલીની રહેવાસી મોહિતા શર્મા 2017 બેચની આઈપીએલ છે. મોહિતા હાલ જમ્મુ-કાશ્મીરના બારી બ્રાહ્મણા શહેરમાં આસિસ્ટન્ટ સુપરિટેન્ડેન્ટ ઑફ પોલીસની પોસ્ટ પર તહેનાત છે. તેના પતિ રૂશાલ ગર્ગ પણ આઈએફએસ છે. પોતાના કરોડપતિ બનવાના બધા શ્રેય પોતાના પતને આપનારી મોહિતા શર્માએ એ સમયે શોમાં બધાને ચોંકાવી દીધા હતા જ્યારે તેમણે કહ્યું કે આ હૉટ સીટ પર આવવા માટે તેમના પતિ 20 વર્ષથી અથાગ પ્રયત્નો કરી રહ્યા હતા.

અનૂપા દાસ
છત્તીસગઢના બસ્તરની રહેવાસી અનૂપા દાસે કેબીસી 12ની ત્રીજી કરોડપતિ બની. અનૂપા દાસ છત્તીસગઢ રાજ્યના બસ્તર જિલ્લાની રહેવાસી છે, તે બસ્તરથી કેબીસીની હૉટસીટ પર પહોંચનારી પહેલી પ્રતિભાગી છે. અનૂપા દાસ હાયર સેકન્ડરી સ્કૂલમાં ભૌતિકશાસ્ત્રની ટીચર છે, તેમની પ્રારંભિક શિક્ષા પંચપથથી થઈ છે જ્યારે ધરમપુરાથી તેમણે ભૌતિકશાસ્ત્રમાં MSC કર્યું છે.

અનૂપાના મા સરસ્વતી દાસને કેન્સર
અનૂપાના પિતા દિનેશ ચંદ્ર દાસ જ્યોતિષાચાર્ય છે. અનૂપા દાસ ત્રણ બહેનોમાં સૌથી વડી છે. તેમની મા સરસ્વતી દાસ રિટાયર્ડ બેંકર છે, જેઓ હાલ કેંસર સામે લડી રહ્યાં છે, અનૂપાએ જણાવ્યું કે તેમની માતાને ગૉલ બ્લેડરનું કેંસર છે, જે હાલ થર્ડ સ્ટેજ પર છે, તેમના જ ઈલાજમાં અનૂપા હવે જીતેલા પૈસા ઉપયોગ કરશે.
3 વર્ષની બાળ કલાકારે 'સડક 2' ફિલ્મમાં કામ કરી સુરતનુ નામ કર્યુ રોશન, જુઓ ઈન્ટરવ્યુ