'બેહદ'ની સાંજ બની બોડી શેમિંગનો શિકાર, કારણ તેની નવી પોસ્ટ

Posted By:
Subscribe to Oneindia News

બોલિવૂડની માફક જ ટેલિવૂડ એક્ટ્રેસિસ પણ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને ઘણી વાર તેમને પણ તેમની અમુક પોસ્ટના કારણે નેગેટિવ કોમેન્ટ્સનો સામનો કરવાનો વારો આવે છે. નિયા શર્મા અને રૂબિના દલિક જેવી એક્ટ્રેસિસ આવા કારણોસર ચર્ચામાં રહી ચૂકી છે. ઇન્ટરનેટ પર ટ્રોલિંગ અને બોડી શેમિંગનો નવો શિકાર બની છે, મૂળ ગુજરાતની એક્ટ્રેસ અનેરી વાજાણી.

'બેહદ' સિરિયલમાં સાંજનો રોલ પ્લે કરતી અનેરીએ યોગા ડે વિશ કરવા માટે અત્યંત બોલ્ડ ફોટો ઇન્સ્ટાગ્રામ પર મુક્યો હતો, જેને કારણે તેણે નેગેટિવ કોમેન્ટ્સનો સામનો કરવો પડ્યો છે. વધારે ચોંકાવનારી વાત એ છે કે, મોટાભાગના લોકો તેને બોલ્ડ ફોટા કરતાં વધારે અત્યંત પાતળી હોવા માટે વખોડી રહ્યાં છે. અનેરીએ પણ ઇન્ટરનેટ હેટર્સને જડબાતોડ જવાબ આપ્યો છે.

અનેરી વાજાણી

અનેરી વાજાણી

અનેરી વાજાણીએ પોતાના ઓફિશયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ફોટો પોસ્ટ કર્યો હતો, સાથે જ તેણે પોતાના ફેન્સને ઇન્ટરનેશનલ યોગા ડે વિશ કર્યું હતું. આ ફોટો ઇન્ટરનેટ પર તુરંત વાયરલ થયો, કેટલાકે તેને ફોટો તુરંત ડીલિટ કરવાની સલાહ આપી, કેટલાકે વજન વધારવાની સલાહ આપી તો કેટલાકે એમ પણ કહ્યું કે, ભારતીય સભ્યતા માટે આવી એક્ટ્રેસિસ જોખમરૂપ છે.

અનેરીનો જવાબ

અનેરીનો જવાબ

અનેરીનો આવો ફોટો પહેલીવાર સોશિયલ મીડિયા પર આવ્યો છે, એટલે લોકોને આઘાત લાગે તે સ્વાભાવિક છે. કેટલાક ફોલોઅર્સે અનેરીને સપોર્ટ પણ કર્યો છે. સામે અનેરીએ પોતાના હેટર્સને જડબતોડ જવાબ આપતાં કહ્યું છે કે, આ મારું એકાઉન્ટ છે અને આ પોસ્ટ મારા માટે છે તમારા માટે નહીં. જો તમને મારી પોસ્ટ પસંદ ન પડે તો ઇગ્નોર કરીને આગળ વધો. ક્યારેક તમે કોઇ યુવતીને વધારે પડતી જાડી હોવા બદલ વખોડો છો, ક્યારેક વધારે પાતળી હોવા બદલ.

નિયા શર્મા

નિયા શર્મા

થોડા સમય પહેલાં જ નિયા શર્માને પણ બોડી શેમિંગનો શિકાર થવાનો વારો આવ્યો હતો. નિયાએ પોતાના ડાન્સ વીડિયોના મેકિંગનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો. જેમાં નિયાના એક્સપ્રેશન્સ, ડાન્સ મૂવ્સ, કપડા તમામ બાબતો માટે તેને ક્રિટિસાઇઝ કરવામાં આવી હતી. સામે નિયાએ પણ હેટર્સને જવાબ આપતાં ડાન્સ મેકિંગનો અન્ય વીડિયો પોસ્ટ કર્યો હતો અને લખ્યું હતું કે, મેં આવી રીતે જ આ વીડિયોનું શૂટિંગ પૂર્ણ કર્યું છે.

રૂબિના દલિક

રૂબિના દલિક

'છોટી બહુ' અન 'અસ્તિત્વ' જેવી સિરિયલની હિરોઇન રૂબિના દલિકને પણ સોશિયલ મીડિયા પર પોતાના ફોલોઅર્સની નેગેટિવ કોમેન્ટ્સનો સામનો કરવાનો વારો આવ્યો છે. તેણે સોશિયલ મીડિયા પર પોતાની બિકિની વાળી તસવીર પોસ્ટ કરતાં હોબાળો થયો હતો અને આ તસવીર ખૂબ વાયરલ પણ થઇ હતી.

સોનારિકા ભદૌરિયા

સોનારિકા ભદૌરિયા

'દેવોં કે દેવ મહાદેવ' સિરિયલમાં પાર્વતીના રોલમાં જોવા મળનાર સોનારિકા સાથે જ આ ક્રમ ચાલુ થયો, એમ કહી શકાય. સોનારિકાનો આ બિકિની ફોટો ખૂબ વાયરલ થયો હતો અને લોકોએ આ માટે તેની ખૂબ આલોચના કરી હતી. 'દેવોં કે દેવ' જેવી માયથોલોજિકલ સિરિયલની એક્ટ્રેસ હોવાને કારણે તેની આવી બોલ્ડ તસવીરે લોકોમાં ખૂબ આશ્ચર્ય ઊભું કર્યું હતું.

English summary
From Nia Sharma To Aneri Vajani, here are the list of television actresses who were the victims of body-shaming.
Please Wait while comments are loading...