સુનીલ ગ્રોવરે પૈસાના કારણે છોડ્યુ કૉમેડી નાઇટ્સ!

સુનીલ ગ્રોવરનું પાત્ર ગુથ્થી લોકોને ઘણું પસંદ છે. તેમની કવિતાઓ ખાસ કરીને લોકોને હસવા માટે મજબૂર કરી દે છે. સુનીલ ગ્રોવર શો છોડશે તો શોમાં તેની ઉણપ વર્તાશે, પરંતુ કપીલ તેની ખોટ ના સાલે તેવા પ્રયત્નો કરશે. આમપણ કપીલ શર્મા પોતાના શોને વધુ હિટ કરાવવા માટે હરસંભવ પ્રયાસો કરી રહ્યો છે. કપિલ શર્મા હવે ક્રિકેટર સચિન તેંડુલકરને પોતાના શોમાં બોલાવવા માગે છે. કપિલ, સચિન તેંડુલકરનો મોટો પ્રશંસક છે અને તે ઇચ્છે છે કે સચિન ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ કૉમેડી નાઇટ્સના શોમાં પણ આવે.
કપીલ શર્માએ તાજેતરમાં જ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, સચિન તેંડુલકરની રમવાની સ્ટાઇલ સારી છે. તેમની શૈલી અદ્ભૂત છે. તાજેતરમાં જ તેમણે નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે, હું તેમનું સન્માન કરું છું. હું ઇચ્છું છું કે નિવૃત્તિ બાદ સચિન તેંડુલકર એકવાર મારા શોમાં આવે, જો સચિન મારા શોમાં આવશે તો મારા માટે તેનાથી મોટી કોઇ ખુશી નહીં હોય.












Click it and Unblock the Notifications
