Happy B'day Kapil: શાહરુખથી લઇને મોદી બધા છે તેમના ફેન

કપિલ શર્મા.. એક એવું નામ છે જે સૌના ચહેરા પર હાસ્ય લઇ આવે છે. એક સફળ કોમેડિયન, એક્ટર, સિંગર, હોસ્ટ અને પ્રોડ્યૂસર કપિલ શર્મા આજે 34 વર્ષના થઇ ગયા છે. પરંતુ અમને એ કહેવામાં કોઇ વાંધો નથી કે કપિલમાં આજે પણ 16 વર્ષીય જોશ અને ઉત્સાહ છે.

ટેલિવિઝન બાદ ફિલ્મોમાં એંટ્રી કરનાર કપિલના આજે સૌ કોઇ દીવાના છે. અમિતાભ બચ્ચનથી લઇને શાહરુખ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કપિલ શર્માના વખાણ કર્યા છે. કોમેડી નાઇટ્સ વિધ કપિલની સાથે કરોડો લોકોના દિલો પર રાજ કરનારા કપિલ શર્માને જોઇને આજે લોકો કહી શકે છે કે જો આપમાં કાબેલિયત અને જોશ હોય તો કોઇ પણ અડચણ આપને મંજિલ સુધી પહોંચવામાં રોકી શકે નહીં.

સ્લાઇડરમાં જુઓ કેમ શાહરુખથી લઇને મોદી સુધી તમામ છે કપિલના ફેન....

હેપ્પી બર્થડે કપિલ શર્મા

હેપ્પી બર્થડે કપિલ શર્મા

કપિલ ઘણા કોમેડી શોના વિજેતા બની ચૂક્યા છે. ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેંજ, કોમેડી સર્કસના સુપરસ્ટાર્સ, કોમેડી સર્કસ કા જાદુ, કહાની કોમેડી સર્કસ કી, કોમેડી સર્કસ કા નયા દૌર... આટલી જીત પોતાના નામે કર્યા બાદ કપિલે પોતાનો શો પ્રોડ્યૂસ કરવાનો નિર્ણય કર્યો. કોમેડી નાઇટ્સ વિધ કપિલ આજે રિયાલિટી શોના ટોપ ત્રણમાં રહે છે.

બની ગયા સેલિબ્રિટી

બની ગયા સેલિબ્રિટી

કોમેડિયન કહો કે એક્ટર,, કપિલ શર્માને એંટરટેઇનમેન્ટ ઇંડસ્ટ્રીમાં લગભગ 10 વર્ષ થઇ ચૂક્યા છે. ઘણા વર્ષો સુધી સંઘર્ષ કર્યા બાદ આજે કપિલ પોતે સેલિબ્રિટી બની ગયા છે. આજે કપિલને અમે દેશના સૌથી શાનદાર કોમેડી કિંગ માની શકીએ છીએ.

કપિલ છે તો શો છે હિટ

કપિલ છે તો શો છે હિટ

કપિલ શર્મા ધીરે ધીરે હિટના સમાનાર્થી બનતા જઇ રહ્યા છે. કોમેડી નાઇટ્સ વિધ કપિલ સુરતમાં થાય કે પછી દૂબઇમાં.. કપિલનો શો હંમેશા હિટ રહે છે. પરંતુ આશા છે કે આ સફળતા તેમના ઘમંડનું કારણ ના બને.

એક્ટિંગ, સિંગિંગમાં ડેબ્યૂ

એક્ટિંગ, સિંગિંગમાં ડેબ્યૂ

કપિલની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખતા તેમને ફિલ્મ માટે પણ સાઇન કરી લેવામાં આવ્યા છે. કપિલ મલ્ટિએક્ટ્રેસ ફિલ્મ 'કિસ કિસ કો પ્યાર કરુ'ની શૂટિંગ પણ કરી રહ્યા છે. જ્યારે આ ફિલ્મમાં કપિલ ગીત પણ ગાવાના છે. માટે કપિલ એક કોમેડિયન, એક્ટર, સિંગર, પ્રોડ્યૂસર અને હોસ્ટ પણ છે.

ફિલ્મ ઇંડસ્ટ્રી પણ છે ફેન

ફિલ્મ ઇંડસ્ટ્રી પણ છે ફેન

લગભગ કોઇ ફિલ્મ એવી હોય, જે રિલીઝ થતા પહેલા કોમેડી નાઇટ્સ વિધ કપિલનો ભાગ ના બની હોય. કપિલની મહેનતનું જ પરિણામ છે કે આજે ઇંડસ્ટ્રીમાં શાહરૂખ ખાનથી લઇને સલમાન ખાન, બિગ બી અને કરણ જૌહર પણ તેમના મિત્ર છે.

પરિવારની પણ છે નજીક

પરિવારની પણ છે નજીક

કપિલ શર્મા પોતાના પરિવારને લઇને ખૂબ જ ઇમોશનલ છે. અને સમય સમય પર પોતાના શોમાં તેનો ઉલ્લેખ કરતા રહે છે. કપિલ ખાસ કરીને પોતાની માતાના ખૂબ જ નજીક છે. જે ઘણી વાર કપિલના શોમાં પણ આવ્યા છે.

કોમેડી નાઇટ્સ વિધ કપિલ

કોમેડી નાઇટ્સ વિધ કપિલ

આ શો કપિલ શર્માની જિંદગીમાં એક નવો અધ્યાય લઇને આવ્યું છે. કોમેડી નાઇટ્સ વિધ કપિલ આજે ટેલિવિઝનના સૌથી હિટ રિયાલિટી શોમાનો એક છે. ટીઆરપીની વાત કરીએ તો આ શો હંમેશા ટોપ 3માં રહે છે.

કપિલ શર્માના લગ્ન

કપિલ શર્માના લગ્ન

સિંગર અને રેડી ટૂ મિંગલ.. કપિલ શર્મા ઇંડસ્ટ્રીના મોસ્ટ એલિજિબલ બેચલર માનવામાં આવે છે. ઘણી અફવાઓ છતા કપિલ હંમેશા પોતાના રિલેશનને લઇને રહે છે.

સૌના ફેવરિટ છે કપિલ

સૌના ફેવરિટ છે કપિલ

કપિલ અન્ય ટીવી શોમાં પણ જઇને ત્યાનો માહોલ બદલી નાખે છે. માત્ર તેમની હાજરી જ લોકોના ચહેરા પર હાસ્ય લઇ આવે છે. જે કપિલ માટે એક ઉપલબ્ધિ સમાન છે.

અમિતાભની સાથે કપિલ

અમિતાભની સાથે કપિલ

કપિલ શર્માએ ગયા વર્ષે પોતાનો જન્મ દિવસ મહાનાયક અમિતાભ બચ્ચનની સાથે સેલિબ્રેટ કર્યો હતો. જોકે બિગ બી આ જ દિવસો દરમિયાન કપિલના શોમાં આવ્યા હતા.

મોદી પણ છે આફરીન

મોદી પણ છે આફરીન

કપિલ શર્મા વાસ્તવિક જીવનમાં પણ ખૂબ જ જાગૃત છે. નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા અભિયાન ક્લીન ઇંડિયામાં કપિલ પણ ભાગ બન્યા હતા. જેના માટે વડાપ્રધાને કપિલના વખાણ કર્યા હતા.

એક શાનદાર હોસ્ટ

એક શાનદાર હોસ્ટ

કપિલ શર્માએ ફિલ્મફેર એવોર્ડ 2015ને હોસ્ટ કર્યું હતું. ત્યાર બાદ તેમને બેસ્ટ હોસ્ટમાંથી એક માનવામાં આવ્યા છે. આ ઇવેંટમાં કપિલની મસ્તી જોવા લાયક હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X