હેપ્પી બર્થડે નિયા શર્મા, 11 વર્ષમાં આટલી બદલાઈ ગઈ ટીવીની હૉટ ક્વિન
હેપ્પી બર્થડે નિયા શર્મા, 11 વર્ષમાં આટલી બદલાઈ ગઈ ટીવીની હૉટ ક્વિન
સોશિયલ મીડિયા હોય કે ટેલિવિઝનની દુનિયા, નિયા શર્મા પોતાના અભિનય અને બોલ્ડનેસથી ખૂબ પોપ્યુલારિટી હાંસલ કરી રહી છે. ટીવીની સૌથી મશહૂર અને ગ્લેમરસ અભિનેત્રીઓમાંથી એક નિયા શર્મા આજે પોતાનો 31મો જન્મદિવસ ઉજવી રહી છે. દુનિયાભરમાં હાજર તેના ફેન્સ આ ખાસ દિવસ પર આજે તેને અઢળક શુભકામનાઓ અને પ્રેમ મોકલી રહ્યા છે.
વર્ષ 2010માં સીરિયલ કાલીથી ટેલિવિઝનમાં ડેબ્યૂ કરનાર અભિનેત્રી આજે પોતાના એક લુકથી સનસની મચાવી દે છે. નિયાએ ટીવીની દુનિયામાં બહુ ઓછા સમયમાં શ્રેષ્ઠ કામ કર્યું છે. આ હિસાબે તેમની ફેન ફોલોઈંગ પણ ઘણી જબરદસ્ત છે.

આજે નિયાનો જન્મદિવસ
નિયાને એશિયાની ટૉપ 50 સેક્સી મહિલાઓમાંથી એક હોવાનો ખિતાબ પણ મળી ચૂક્યો છે. નિયા ટેલિવિઝનની એવી એક્ટ્રેસમાંની એક છે જે દમદાર કેરેક્ટરથી અલગ રિયલ લાઈફને લઈને પણ ઘણી ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર પણ નિયા ઘણી એક્ટિવ છે અને ફેન્સ તેના દિવાના છે. નિયા સામાજિક મુદ્દાઓને લઈને પણ હંમેશા આગળ રહે છે.
આજે નિયાના જન્મદિવસ પર નિયાની સુંદર તસવીરો જૂઓ અને તેની સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો જાણો...

પત્રકાર બનવા માંગતી હતી
દિલ્હીમાં ઉછરેલી નિયા શર્માએ માસ કોમ્યુનિકેશનમાં સ્નાતક કર્યું છે. તે પત્રકારીતા ક્ષેત્રમાં નામ કમાવવા માંગતી હતી. પરંતુ આ દરમિયાન તેને ટેલિવિઝનથી એક્ટિંગની પોતાની પહેલી ઑફર મળી.

નામ બદલી લીધું
નિયાનું રિયલ નામ નેહા શર્મા હતું. પરંતુ નેહા નામ કોમન હોવાના કારણે તેણે એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં આવતાં પહેલાં પોતાનું નામ નિયા રાખી લીધું.

ટીવી પર ડેબ્યૂ
2010માં નિયાએ સીરિયલ 'કાલી એક અગ્નિપરીક્ષા'થી ટીવી પર ડેબ્યૂ કર્યું હતું. જે બાદ તેમણે ધારાવાહિક 'બહેનેં'માં એક્ટિંગ કરી. 2011માં નિયાનું એક સીરિયલ આવ્યું, એક હાજરોમાં મેરી બહેના હૈ. આ સીરિયલથી તેને ઘણી ઓળખાણ મળી.

નાગિન
જે બાદ નિયા જી ટીવીના ધારાવાહિક જમાઈ રાજામાં જોવા મળી. જ્યાં તેની અને રવિ દુબેની જોડીને લોકોએ ખુબ પસંદ કરી. પછી નાગિન સીરિયલે તેને અલગ જ ઓળખ આપી. આ ઉપરાંત નિયા રિયાલિટી શો ખતરોં કે ખિલાડીનો ભાગ પણ રહી ચૂકી છે.

બોલ્ડ અવતાર
નિયાને પોતાના બોલ્ડ અવતાર માટે ઘમી પોપ્યુલારિટી મળી છે. લોકોએ તેના વખાણ પણ કર્યાં છે. તે ટેલિવિઝનની હોટ અને બોલ્ડ એક્ટ્રેસ છે તેમાં કોઈ શક નથી.

વેબ સીરિઝમાં પગલું માંડ્યું
2017માં નિયા શર્માએ વિક્રમ ભટ્ટની વેબ સીરિઝ ટ્વિસ્ટેડમાં લીડ એક્ટ્રેસનો રોલ નિભાવ્ો હતો. જે બાદ તે ખતરોં કે ખિલાડીમાં પણ જોવા મળી હતી.

સોશિયલ મીડિયા પર તહેલકા મચાવ્યો
નિયા શર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે પોતાની તસવીરો અને વીડિયોઝને લઈ ફેન્સ વચ્ચે ચર્ચાનો વિષય બની રહે છે. જો કે ક્યારેક ક્યારેક બોલ્ડ તસવીરોને કારણે ટ્રોલ પણ થતી હોય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
