Pics : શ્વેતાના લગ્નથી ખુશ રાજા ચૌધરી કરશે પાર્ટી

મુંબઈ, 17 જુલાઈ : ટેલીવિઝન સ્ટાર સેક્સી શ્વેતા તિવારીએ ગત રવિવારે અભિનવ કોહલી સાથે લગ્ન કરી લીધું અને પોતાના નવા જીવનની શરુઆત પણ. એક બાજુ શ્વેતા-અભિનવ બેંગલોરમાં પોતાના લગ્નના રિસેપ્શનમાં વ્યસ્ત છે, તો બીજી બાજુ શ્વેતાના અગાઉના પતિ રાજા ચૌધરી પણ શ્વેતાના લગ્નની ઉજવણની તૈયારી કરી રહ્યાં છે. મિડ ડેના જણાવ્યા મુજબ રાજા પણ શ્વેતાના બીજા લગ્નથી બહુ ખુશ છે.

રાજાએ મિડ ડેને જણાવ્યું - શ્વેતાની નવી શરુઆત માટે હું તેમને અભિનંદન પાઠવુ છું. હું પણ તેમની ખુશીમાં શામેલ થવા જુહૂના હોટેલમાં પોતાના મિત્રો સાથે પાર્ટી કરીશ. શ્વેતા ક્યારેય મારી સાથે ખુશ નહોતાં, પણ હું આશા કરુ છું કે તેઓ અભિનવ સાથે બહુ ખુશ રહેશે.

નોંધનીય છે કે શ્વેતાનું પ્રથમ લગ્ન ભોજપુરી ફિલ્મોના કલાકાર રાજા ચૌધરી સાથે થયુ હતું. માત્ર 18 વર્ષની વયે રાજા સાથે લગ્ન કરી શ્વેતાને માત્ર અપમાન અને મારઝૂડ સિવાય કંઈ મળ્યું નહીં. ત્રાસીને શ્વેતાએ રાજાનો સાથ છોડ્યો અને 2002માં તેમની વચ્ચે છુટાછેડા થઈ ગયાં. શ્વેતાને રાજા દ્વારા પલક નામની પુત્રી છે કે જે હવે 13 વરસની થી ગઈ છે.

શ્વેતાએ કાનૂની રીતે પલકની કસ્ટડી પોતાની પાસે લીધી છે. શ્વેતા તિવારી તથા પલક માતા-પુત્રી કરતાં દોસ્ત વધુ છે. પલકની પરમિશનથી જ શ્વેતાએ અભિનવ સાથે બીજું ઘર માંડ્યું. અભિનવ પણ પલકને દીકરીની જેમ પ્રેમ કરે છે.

પ્રથમ પતિ રાજા ચૌધરી

પ્રથમ પતિ રાજા ચૌધરી

શ્વેતાના પ્રથમ લગ્ન રાજા ચૌધરી થયા હતાં, પણ રાજાની કુટેવો અને દારૂ પીવાની આદતના કારણે શ્વેતાએ છુટાછેડા લઈ લીધા હતાં. શ્વેતા અનેક વાર રાજાની મારઝૂડનો ભોગ બન્યા હતાં.

એકલા પડી ગયા હતાં શ્વેતા

એકલા પડી ગયા હતાં શ્વેતા

રાજા ચૌધરી સાથે છુટાછેડા બાદ શ્વેતા તિવારી એકદમ એકલા પડી ગયાં છે.

બીજી સ્ત્રીઓ સાથે સંબંધ

બીજી સ્ત્રીઓ સાથે સંબંધ

રાજા ચૌધરીએ માત્ર શ્વેતા સાથે દુર્વ્યવહાર જ ન કર્યો, બલ્કે તેમના બીજી સ્ત્રીઓ સાથે પણ સંબંધો હતાં. ખાસ તો અભિનેત્રી શ્રદ્ધા શર્મા સાથેના તેમના સંબંધ ચગેલા હતાં.

શ્વેતા-અભિનવ વિવાહ

શ્વેતા-અભિનવ વિવાહ

શ્વેતાએ ગત 13મી જુલાઈના રોજ અભિનવ કોહલી સાથે લગ્ન કરી લીધાં અને પોતાના જીવનની બીજી ઇનિંગ શરૂ કરી.

ત્રણ વર્ષ ડેટિંગ

ત્રણ વર્ષ ડેટિંગ

શ્વેતા-અભિનવ છેલ્લા ત્રણ વર્ષથી ડેટિંગ કરતા હતાં. શ્વેતાએ પલકને પૂછીને જ અભિનવ સાથે લગ્નનો નિર્ણય કર્યો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X