Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ઝલક...ના ફાઇનલ કૉન્ટેસ્ટંટ : શ્રીસાંત, કિકુ, આશિષ, ઍન્ડી...

મુંબઈ, 13 મે : કલર્સના ફેમસ ડાન્સ રિયલિટી શો ઝલક દિખલા જાની સાતમી સીઝનના સ્પર્ધકોના નામો અંગે ઘણા સમયથી ચર્ચાઓ થઈ રહી છે. સૌથી વધુ જે નામ ચર્ચામાં રહ્યાં, તેમાં સુનન્યા ઈરાની, કરણ કુન્દ્રા, યુવરાજ સિંહ, ડાન્સર દક્ષા શેઠ, શોભા ડે, મિલ્ખા સિંહ, આતિફ અસલમ તથા લૂલિયા વેંટરનો સમાવેશ થાય છે. આ તમામ અટકળોથી ઇતર હવે ઝલક દિખલા જાના સ્પર્ધકોની લિસ્ટ ફાઇનલ થઈ ચુકી છે. આ વખતે શોને વધુ એક્સાઇટેડ બનાવવા માટે શોની ટીમે એક સે બઢકે એક સ્પર્ધકો નક્કી કર્યાં છે.

જૂન માસના અંતે શરૂ થનાર ઝલક દિખલા જા ટેલીવિઝન શોની ટીઆરપીને વધુ ઉંચાઈએ પહોંચાડવા આખી ટીમે કમર કસી લીધી છે. ટીવી સ્ટાર્સ મૌની રૉય, પૂજા બોસ, આશિષ શર્મા તથા કૃતિકા કર્મા પોતાના ફૅન્સને શો જોવા માટે પ્રોત્સાહિત કરશે, તો વીજે ઍન્ડી અને કિકુ શારદા જેવા બહેતરીન કૉમેડિયનો શોના જૂના હોસ્ટ કપિલ શર્મા તેમજ સીઝન 5ના સ્પર્ધક રહી ચુકેલા ભારતી સિંહની ઉણપ ભરશે.

સોફી ચૌધરી શોમાં એક સેક્સી તથા હૉટ ફૅક્ટરની પૂર્તતા કરશે, તો ક્રિકેટર એસ શ્રીસંત અને સિંગર સુખવિંદર સિંહ પણ લોકોને શો તરફ આકર્ષવામાં કોઈ ખામી નહીં રાખે. જ્યાં સુધી જજિસની વાત છે, તો માધુરી દીક્ષિત, કરણ જૌહર તેમજ કોરિયોગ્રાફર રેમો ડિસૂઝા આ વર્ષે પણ ઝલક દિખલા જા 7ને જજ કરશે અને સાથે જ મનીષ પૉલ શોને હોસ્ટ કરશે.

ચાલો હવે તસવીરોમાં જોઇએ ઝલક દિખલા જા 7 શોના ફાઇનલ કંટેસ્ટંટ :

શ્રીસંત

શ્રીસંત

વિવાદાસ્પદ ક્રિકેટર એસ શ્રીસંત માટે આ એક નવી શરુઆત ગણાશે. સમાચાર છે કે ઝલક દિખલા જાના મંચ પર આવી શ્રીસંત પોતાની સામે લગાવાયેલ મૅચ ફિક્સિંગના આરોપો અંગે સ્પષ્ટતા આપશે.

પૂરબ કોહલી

પૂરબ કોહલી

તાજેતરમાં જ આવેલી જલ ફિલ્મના એક્ટર અને મૉડેલ પૂરબ કોહલી પણ ડાન્સ રિયલિટી શોનો ભાગ હશે.

કિકુ શારદા

કિકુ શારદા

કૉમેડી નાઇટ્સ વિથ કપિલ શોમાં પલકના પાત્ર દ્વારા પ્રસિદ્ધિ પામનાર કિકુ શારદા પણ આ સીઝનમાં નજરે પડશે.

આશિષ શર્મા

આશિષ શર્મા

કલર્સના રંગરસિયા શોમાં મુખ્ય પાત્ર ભજવનાર એક્ટર આશિષ શર્મા પણ આ સીઝનમાં નજરે પડશે.

કરણ ટૅકર

કરણ ટૅકર

એક હજારોં મેં મેરી બહના હૈ ટીવી શોમાં કામ કરી ચુકેલા હૅન્ડસમ એક્ટર કરણ ટૅકર પણ આ વર્ષે ઝલક દિખલા જામાં ઝલક બતાવશે.

શક્તિ મોહન

શક્તિ મોહન

ડાન્સિંગના શોખીન શક્તિ મોહન પણ ઝલક દિખલા જાની સાતમી સીઝનમાં નજરે પડશે.

સુખવિંદર સિંહ

સુખવિંદર સિંહ

પોતાના શ્રેષ્ઠ ગીતો દ્વારા જાણીતા સુખવિંદર સિંહ આ વર્ષે પોતાની ડાન્સ પ્રતિભાના દર્શન કરાવશે.

કૃતિકા કામરા

કૃતિકા કામરા

કિતની મોહબ્બત હૈ દ્વારા લોકોને ઘેલુ લગાડનાર કૃતિકા કામરા પણ સ્પર્ધકોની યાદીમાં છે.

વીજે ઍૅન્ડી

વીજે ઍૅન્ડી

આનંદ કુમાર એટલે કે વીજે ઍન્ડી પુનઃ એક વાર નાના પડદે જોવા મળશે.

અક્ષત સિંહ

અક્ષત સિંહ

લોકો ભલે તેને તેના નામથી ન ઓળખતા હોય, પણ આઈજીટી કિડ્ઝમાં પોતાનું બેસ્ટ પરફૉર્મન્સ આપી જાણીતો થયેલો અક્ષત સિંહ દર્શકોને દીવાનો બનાવી દેશે.

પૂજા બોસ

પૂજા બોસ

સામાન્ય રીતે વિવાદોમાં રહેનાર પૂજા બોસ પણ ઝલક દિખલા જા 7ના સ્પર્ધક હશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X