જય ભાનુશાળીની એન્ટ્રીથી Big Boss 15ના જંગલમાં મહાયુદ્ધ, ધમાકેદાર Video સામે આવ્યો
જય ભાનુશાળીની એન્ટ્રીથી Big Boss 15ના જંગલમાં મહાયુદ્ધ, ધમાકેદાર Video સામે આવ્યો
સલમાન ખાનના બહુપ્રતિક્ષિત શો બિગ બૉસ 15ની શરૂઆત આગામી 2 ઓક્ટોબરે થઈ રહી છે. શોમાં એન્ટ્રી માટે તમામ કંટેસ્ટન્ટનું નામ પહેલેથી જ ફાઈનલ છે. પરંતુ જાણીને તમે દંગ રહી જશો કે આખરી સમયે જે કંટેસ્ટન્ટનું નામ શોમાં આવવા માટે ફાઈનલ થયું છે તે બીજું કોઈ નહીં બલકે ટીવી હોસ્ટ અને લોકપ્રિય એક્ટર જય ભાનુશાલી છે.
જી હાં, જંગલ થીમ સાથે પાંચ મહિના માટે ઘરમાં લૉક થવા જઈ રહ્યા છે જય ભાનુશાલી. જણાવી દઈએ કે બિગ બૉસ 13 દરમિયાન જય ભાનુશાળીએ ઘરની બહારથી સિદ્ધાર્થ શુક્લાને સપોર્ટ કર્યો હતો. તે બિગ બૉસ 13 દરમિયાન ગેસ્ટ બનીને પણ ઘરમાં રહી ગયા હતા.

આ ટીવી પ્રોગ્રામોમાં કામ કર્યું
આની સાથે જ જય ભાનુશાળી કસૌટી જિંદગી કી, કયામત સે કયામત તક ટીવી શો સાથે રિયાલિટી શો ઝલક દિખલા જ 2, કૌન જીતેગા બૉલીવુડ કા ટિકટ, ઈસ જંગલ સે મુજે બચાઓ અને ખતરોં કે ખિલાડી 7 જેવા રિયાલિટી શોનો ભાગ લઈ ચૂક્યા છે. બૉલીવુડ ફિલ્મ હેટ સ્ટોરી 2 અને એક પહેલી લીલાનો પણ ભાગ રહ્યા છે.

કરણ કુંદ્રા ટીવીનું મોટું નામ
જય ભાનુશાળી ટીવીના લોકપ્રિય હોસ્ટ પણ છે જેઓ પોતાની કોમેડી માટે ઘણા લોકપ્રિય છે. ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ કેટલાય લોકપ્રિય નામથી શોમાં જવાની ચર્ચા અંતિમ સમય સુધી થઈ રહી છે, એવામાં શો લોન્ચ થવાના બે દિવસ પહેલાં જય ભાનુશાળી સાથે બિગ બૉસ 14ના મેકર્સની ડીલ ફાઈનલ થઈ છે. આની સાથે જ કરણ કુંદ્રા પણ સામેલ છે. જે ટીવીનું મોટું નામ છે.

કન્ફર્મ કંટેસ્ટન્ટ યાદી આ રહી
ઉલ્લેખનીય છે કે આ વખતે કરણ કુંદ્રા, સિંબા નાગપાલ, ઉમર રિયાજ, ઈશાન સહગલ, વિશાલ કોતિયા, તેજસ્વી પ્રકાશ, અકાસા સિંહ, અફસાના ખાન, સાહિલ શ્રોફ સાથે બિગ બૉસના લોકપ્રિય ટૉપ કંટેસ્ટન્ટ નિશાંત ભટ્ટ, પ્રતીક સહજપાલ અને શમિતા શેટ્ટી પણ શોનો ભાગ બની રહ્યા છે.

બિગ બૉસ 15માં કેટલીય સરપ્રાઈઝ એન્ટ્રી
આ આખી યાદીને જોયા બાદ એવું લાગે છે કે બિગ બૉસ 15માં આ વખતે કેટલાય ચહેરા હશે. કેટલલીીય વાઈલ્ડ કાર્ટ એન્ટ્રી થશે અને સાથે જ જંગલમાં મહાયુદ્ધ પણ થશે. આ વખતે શોથી ફેન્સને ઘણો મસાલો મળનાર છે. જણાવી દઈએ કે બિગ બૉસ 15 વૂટ પર 24 કલાક લાઈવ પ્રસારિત કરાશે.












Click it and Unblock the Notifications
