કાજોલે તનીષાને બિગ બૉસમાં જતાં રોકી!
મુંબઈ, 12 સપ્ટેમ્બર : કલર્સનો સૌથી વિવાદાસ્પદ રિયલિટી શો બિગ બૉસ શરૂ થવામાં થોડાંક દિવસ બાકી છે. શોના સ્પર્ધકો અંગે અટકળો ચાલુ છે. બૉલીવુડની સુપરહિટ અભિનેત્રી કાજોલના ફ્લૉબ બહેન તનીષા અંગે પણ જાણવા મળ્યું છે કે તેઓ પણ બિગ બૉસનો ભાગ બની શકે છે, પરંતુ આ મુદ્દે શો પહેલાં જ તનીષાના ઘરે ઝગડો શરૂ થઈ ગયો છે.

સાંભળવા મળ્યું છે કે કાજોલ નથી ઇચ્છતાં કે તનીષા મુખર્જી શોનો ભાગ બને, કારણ કે તેમનું માનવું છે કે બિગ બૉસમાં જે કોઈ જાય છે, તેનો કોઈને કોઈ વિવાદ સાથે સમ્બંધ જોડાઈ જાય છે ભલે બૉલીવુડમાં તનીષાની ગાડી ન ચાલી હોય, પણ અત્યાર સુધી તેમની સાથે કોઈ સ્કૅન્ડલનો ડાઘ નથી. તેથી અજય-કાજોલ નથી ઇચ્છતાં કે તનીષા બિગ બૉસનો ભાગ બને, પરંતુ જરૂર કરતાં વધુ જિદ્દી તનીષાના માથે બિગ બૉસનું ભૂત વળગ્યું છે.
ખેર જોઇએ હમેશા પોતાના બહેનને પોતાનો આદર્શ ગણાવનાર તનીષા આ વખતે કાજોલની વાત માને છે કે કેમ? 16મી સપ્ટેમ્બરે કલર્સ ઉપર રાત્રે નવ વાગ્યાથી બિગ બૉસ 7 શરૂ થવા જઈ રહ્યું છે. શોના હોસ્ટ સલમાન ખાન છે. આ વખતે સલમાન શોમાં ડબલ રોલમાં દેખાનાર છે.












Click it and Unblock the Notifications
