For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કપિલ શર્માને મુંબઈ ક્રાઈમ બ્રાંચના સમન, કરોડોની છેતરપિંડીમાં ફસાયા કપિલ, ગંભીર કેસ

મુંબઈ પોલિસની ક્રાઈમ બ્રાંચે કપિલ શર્માને પૂછપરછ માટે સમન મોકલ્યા છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ કૉમેડિયન કપિલ શર્મા છેતરપિંડીનો શિકાર થઈ ગયા છે. જેના કારણે મુંબઈ પોલિસની ક્રાઈમ બ્રાંચે તેમને પૂછપરછ માટે સમન મોકલ્યા છે. કાર ડિઝાઈનર દિલીપ છાબડિયાની છેતરપિંડી મામલે કપિલ શર્માની પૂછપરછ બાદ મુંબઈ પોલિસે એક નવી એફઆઈઆર નોંધી છે. આ સમગ્ર કેસ બાબતે ગુરુવારે કપિલે પોલિસમાં પોતાનુ નિવેદન પણ નોંધાવી દીધુ છે. તમને જણાવી દઈએ કે આ સમગ્ર કેસ ફેક કાર રજિસ્ટ્રેશનનો છે. કપિલે ખુદ એ આરોપ લગાવ્યો છે કે તેની નવી વેનિટી વેનની ડિઝાઈન અને પૂરા પૈસા આપ્યા બાદ પણ તેને વેનની ડિલીવરી કરવામાં આવી નથી.

કપિલે સાડા પાંચ કરોડ રૂપિયા વેનિટી વેનની ડિઝાઈન માટે આપ્યા

કપિલે સાડા પાંચ કરોડ રૂપિયા વેનિટી વેનની ડિઝાઈન માટે આપ્યા

ત્યારબાદ કપિલ શર્માએ આની ફરિયાદ પોલિસમાં કરી. કપિલે પોતાની ફરિયાદ પર એક કલાક સુધી નિવેદન નોંધાવ્યુ. આ કેસ અત્યારનો નથી પરંતુ ઘણા વર્ષો પહેલા કપિલે દિલીપને પોતાની વેનિટી વેન ડિઝાઈન કરવાનુ કામ આપ્યુ હતુ. વર્ષ 2017થી લઈને અત્યાર સુધી કપિલ પાસે તેની વેનિટી વેન પહોંચી નથી. કપિલે પોલિસમાં નોંધાવેલા પોતાના નિવેદનમાં સ્પષ્ટ રીતે કહ્યુ કે પૂરુ પેમેન્ટ થઈ ગયા બાદ પણ તેની ગાડીની ડિલીવરી થઈ નથી. કાર ડિઝાઈનર દિલીપ છાબડિયાને કપિલે સાડા પાંચ કરોડ રૂપિયા વેનિટી વેનની ડિઝાઈન માટે આપી દીધા છે.

કપિલ શર્માએ આપી વિસ્તૃત માહિતી

કપિલ શર્માએ આપી વિસ્તૃત માહિતી

કપિલ શર્માએ માહિતી આપીને કહ્યુ કે તેમણે દિલીપ છાબડિયા અને તેના સ્કેમ વિશે છાપામાં વાંચ્યુ હતુ ત્યારબાદ તેમણે મુંબઈ પોલિસ કમિશ્નરને મળવાનો નિર્ણય કર્યો. તેમણે આ સમગ્ર કેસની પહેલા આર્થિક ગુના શાખામાં પણ ફરિયાદ કરાવી હતી. તેમણે કહ્યુ કે તે છાબડાની ધરપકડ પર ખુશ છે. ઉલ્લેખનીય છે કે ડિસી ડિઝાઈનના સંસ્થાપક દિલીપ છાબડિયાને મુંબઈ પોલિસે ડિસેમ્બરમાં ધરપકડ કરી હતી. તેના પર આરોપ છે કે તે પોતાની બનાવેલી કારોનો ખુદ ગ્રાહક બનીને ખરીદે છે અને તેના પર લોન પણ લે છે. તે શાહરુખ ખાન અને અમિતાભ બચ્ચન સાથે ઘણા સ્ટાર્સ માટે ગાડી ડિઝાઈન કરી ચૂક્યો છે.

શું છે સમગ્ર કેસ?

શું છે સમગ્ર કેસ?

મુંબઈ પોલિસ અધિકારી સચિન વાજેએ આ સમગ્ર કેસમાં કહ્યુ કે વર્ષ 2017થી 2018 વચ્ચેકપિલે દિલીપ છાબડિયાને વેનિટી વેનની ડિઝાઈન માટે 5.30 કરોડ રૂપિયા આપ્યા હતા. જીએસટીનુ કહીને છાબડિયાએ ફરીથી કપિલ પાસે 40 લાખ રૂપિયા માંગ્યા. તેણે ફરીથી 13 લાખનુ બિલ કપિલને મોકલી દીધુ. ડિસેમ્બર 2020માં કપિલે આ અંગે છાબડિયા સામે ફરિયાદ પણ નોંધાવી હતી.

ઠંડીનો પ્રકોપ યથાવત, આ રાજ્યોમાં ભારે વરસાદનુ એલર્ટઠંડીનો પ્રકોપ યથાવત, આ રાજ્યોમાં ભારે વરસાદનુ એલર્ટ

English summary
Kapil sharma summoned by mumbai police crime branch in dilip chhabaria fraud case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X