આતુરતાનો અંત, આ શો થી થશે કપિલ શર્માનું ટીવી પર કમબેક

મીડિયા રિપોર્ટ્સ અનુસાર કપિલના ચાહકોની આંતુરતા હવે ટૂંક સમયમાં ખતમ થવાની છે કારણકે કપિલ શર્મા ઓક્ટોબરમાં પોતાના નવા શો સાથે કમબેક કરવા જઈ રહ્યો છે.

લાંબા સમયથી ટીવી અને સોશિયલ મીડિયામાંથી ગાયબ થયેલા કોમેડી કિંગ કપિલ શર્માના ફેન્સ તેના કમબેકની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કપિલના ચાહકોની આંતુરતા હવે ટૂંક સમયમાં ખતમ થવાની છે કારણકે ડીએનએના સમાચાર મુજબ કપિલ શર્મા ઓક્ટોબરમાં પોતાના નવા શો સાથે કમબેક કરવા જઈ રહ્યો છે. આ શો કેવો હશે અને કઈ ચેનલ પર આવશે એ વિશે કોઈ ખુલાસો થયો નથી પરંતુ એટલુ કહી શકાય કે કપિલનું કમબેક ધમાકેદાર હશે અને તેનો આ નવો કોમેડી શો સંપૂર્ણપણે નવી ઉર્જા અને હાસ્યથી ભરપૂર હશે.

વિવાદોમાં રહ્યા કપિલ શર્મા...

વિવાદોમાં રહ્યા કપિલ શર્મા...

તમને જણાવી દઈએ કે પોતાના સાથી કલાકારો સુનીલ ગ્રોવર સાથેના ઝઘડા બાદ તેના હિટ શો ‘ધ કપિલ શર્મા શો' ની ટીઆરપી બહુ ખરાબ રીતે ઘટી ગઈ હતી. જેના કારણે શો બંધ થઈ ગયો. ત્યારબાદ કપિલની પર્સનલ લાઈફ પણ ઘણી વિવાદોમાં રહી. તેણે પોતાની એક્સ ગર્લ ફ્રેન્ડ અને મેનેજર પ્રીતિ સિમોસ, તેની બહેન નીતિ સિમોસ અને પત્રકાર વિક્કી લાલવાણી સામે 25 લાખ રૂપિયા વસૂલવાનો કેસ ફાઈલ કરાવ્યો હતો.

કપિલના જીવનમાં આવ્યો ભૂકંપ...

કપિલના જીવનમાં આવ્યો ભૂકંપ...

કપિલે આરોપ લગાવ્યો હતો કે પ્રીતિ-નીતિ બંનેએ તેની સાથે છેતરપિંડી કરી છે અને તેની છબી ખરાબ કરવાની કોશિશ કરી છે. બંનેએ તેના બિઝનેસને ખતમ કરી દીધો છે જેમાં તેમનો સાથ આપ્યો છે પત્રકાર વિક્કી લાલવાણીએ. જેની વેબસાઈટે કપિલ સામે મન ફાવે તેમ છાપીને તેની ઈમેજ ફિલ્મી સ્ટારોની નજરમાં ખરાબ કરી દીધી છે.

કપિલનો પ્રયત્નો સંપૂર્ણપણે ચાલુ...

કપિલનો પ્રયત્નો સંપૂર્ણપણે ચાલુ...

હાલમાં જ કપિલનો એક ફોટો સોશિયલ મીડિયામા વાયરલ થયો હતો જેમાં તે ઘણો બિમાર દેખાઈ રહ્યો હતો. તેનું વજન ખૂબ વધી ગયુ હતુ. ફોટોમાં તે પોતાના ફેવરિટ ડોગી સાથે રમતો જોવા મળી રહ્યો હતો. હાલમાં કહેવામાં આવી રહ્યુ છે કે કપિલ હાલમાં તેના સ્વાસ્થ્યનું ખૂબ ધ્યાન રાખી રહ્યો છે અને પોતાને શેપમાં લાવવા માટેના પૂરા પ્રયત્નો કરી રહ્યો છે જેથી તે વહેલામાં વહેલી તકે તે પોતાના નવા શો દ્વારા પોતાના ચાહકો વચ્ચે આવી શકે.

કપિલની હાલત ઠીક નથી...

કપિલની હાલત ઠીક નથી...

આ વિવાદિત એપિસોડ બાદ કપિલનો નવો શો ફેમિલી ટાઈમ વિથ કપિલ શર્મા નું પ્રસારણ થયુ કે જે લોકોને કંઈ ખાસ ગમ્યુ નહિ. તેના લો ટીઆરપી અને કપિલની તબિયતના કારણે આ શો બંધ થઈ ગયો. ત્યારથી કપિલ ટીવી અને સોશિયલ મીડિયાથી ગાયબ છે. તેના નજીકના લોકોનું કહેવુ છે કે કપિલ હમણાંથી ડિપ્રેશનમાં છે અને પોતાની પ્રેમિકા સાથે ગ્રીસમાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X