Pics : અમિતાભનો પ્રેમ અને લતાનો વહાલ પામી ફુલી ગયાં કપિલ!

મુંબઈ, 4 એપ્રિલ : લોકપ્રિય હાસ્ય કલાકાર કપિલ શર્મા આજકાલ પોતાની જાતને દુનિયાનો સૌથી લકી મૅન માની રહ્યાં છે, કારણ કે આ વર્ષનો જન્મ દિવસ તેમણે હિન્દુસ્તાનના બે મહાન કલાકારો અમિતાભ બચ્ચન તથા લતા મંગેશકર સાથે ઉજવ્યો. પોતાની ખુશીને શબ્દોમાં વ્યક્ત ન કરી શકનાર કપિલ શર્માએ જણાવ્યું કે આ વર્ષનો તેમનો જન્મ દિવસ ખૂબ જ યાદગાર રહ્યો. હું નિશબ્દ થઈ ગયો છું.

ગત બુધવારે પોતાનો 33મો જન્મ દિવસ ઉજવનાર કપિલ શર્માએ જણાવ્યું - મારા માટે મારો જન્મ દિવસ ખૂબ જ ખાસ ત્યારે બની ગયો કે જ્યારે આ દિવસે અમે અમિતાભ બચ્ચન સાથે કૉમેડી નાઇટ્સ વિથ કપિલ શો માટે શૂટિંગ કરતા હતાં. અમિતાભ બચ્ચન મારા માટે કેક લાવ્યાં. તે મારા માટે એક સ્વપ્ન સમાન હતું. અમિતાભ પોતાની આવનાર ફિલ્મ ભૂતનાથ રિટર્ન્સના પ્રમોશન માટે પહોંચ્યા હતાં. આ એપિસોડ રવિવારે પ્રસારિત થશે.

કપિલે જણાવ્યું - અને મારી આ ખુશી તે સમયે બમણી થઈ ગઈ કે જ્યારે મને સ્વરકોકિલા લતા મંગેશકરનો ફોન આવ્યો. મને લતાજીએ ફોન કર્યો અને જણાવ્યું કે તેમની પાસે મારી માટે એક ગિફ્ટ છે. આપણા સૌ ભારતીયો માટે લતાજી દેવી સરસ્વતીની જેમ છે. મારા માટે આ એક સુખદ દિવસ હતો. હું પોતાની આ ખુશીને શબ્દોમાં વ્યસ્ત નથી કરી શકતો. મારા જન્મ દિવસે અમિતાભ બચ્ચન અને લતાજી સાથે મુલાકાત મારા માટે તો ગંગા સ્નાન જેવુ હતું. થૅંક યૂ અમિત સર તથા લતા મૅમ. આટલું પ્રેમ પામી તો હું એકદમ ફુલાઈ ગયો છું.

કપિલ-લતા

કપિલ-લતા

લતાજીને મળી ગદ્ગગદ્ થયાં કપિલ શર્મા.

લતાની ગિફ્ટ

લતાની ગિફ્ટ

કપિલને લતાએ સ્પેશિયલ બર્થ ડે ગિફ્ટ આપી. તે પણ ફોન કરી તેમને સ્પેશિયલી ઘરે બોલાવીને.

ભૂતનાથ રિટર્ન્સ

ભૂતનાથ રિટર્ન્સ

બિગ બી કૉમેડી નાઇટ્સ વિથ કપિલમાં પોતાની આગામી ફિલ્મ ભૂતનાથ રિટર્ન્સના પ્રમોશન માટે પહોંચ્યા હતાં.

અમિતાભ-દાદી

અમિતાભ-દાદી

જ્યારે અમિતાભ પહેલી વાર બિટ્ટૂ (કપિલ શર્મા)ની દાદી (અલી અસગર)ને મળ્યાં, તો પેટ પકડીને હસ્યાં.

અમિતાભે ઉજવ્યો કપિલનો જન્મ દિવસ

અમિતાભે ઉજવ્યો કપિલનો જન્મ દિવસ

અમિતાભે કપિલનો જન્મ દિવસ કૉમેડી નાઇટ્સ વિથ કપિલના સેટ પર ઉજવ્યો.

કપિલ થયા નિશબ્દ

કપિલ થયા નિશબ્દ

કપિલ શર્માએ જણાવ્યું - મારા માટે મારો જન્મ દિવસ ખૂબ જ ખાસ ત્યારે બની ગયો કે જ્યારે આ દિવસે અમે અમિતાભ બચ્ચન સાથે કૉમેડી નાઇટ્સ વિથ કપિલ શો માટે શૂટિંગ કરતા હતાં.

અમિતાભે કેક કપાવી

અમિતાભે કેક કપાવી

કપિલ માટે તે ક્ષણ યાદગાર બની ગઈ કે જ્યારે અમિતાભે કપિલની બર્થ ડે કેક કપાવી.

ગંગા નહાયા બરાબર

ગંગા નહાયા બરાબર

કપિલે કહ્યું - મારા જન્મ દિવસે અમિતાભ-લતાને મળવું, મારા માટે તો ગંગા નહાયા જેવુ હતું.

થૅંક યૂ...

થૅંક યૂ...

કપિલે કહ્યું - થૅંક યૂ અમિત સર અને લતા મૅમ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X