Exclusive : કે2 શિખરે સનમીતને પહોંચાડી શિખરે
મુંબઈ, 7 જાન્યુઆરી : એ તો સૌ કોઈ જાણી ચુક્યાં છે કે મુંબઈના સનમીત કૌર કૌન બનેગા કરોડપતિ 6 એટલે કે કેબીસી 6ના પ્રથમ પાંચ કરોડ વિજેતા મહિલા બની ચુક્યાં છે. આ સાથે જ સનમીત એક સામાન્ય મહિલાથી ખાસ મહિલા બની ગયા છે. શોના હોસ્ટ બિગ બી અમિતાભ બચ્ચને પણ સનમીતને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવ્યાં છે, પરંતુ સનમીત કૌર આખરે કેબીસીના છેલ્લા રાઉન્ડ સુધી પહોંચ્યા કઈ રીતે.

જાણવા મળતી માહિતી મુજબ મુંબઈના એક સામાન્ય હાઉસ વાઇફ સનમીત કૌર જ્યારે કેબીસીમાં જ્યારે છેલ્લા રાઉન્ડે પહોંચ્યાં અને તેમની સામે કમ્પ્યૂટરજીએ 13મો તથા છેલ્લો પ્રશ્ન રજૂ કર્યો તો સનમીત ખૂબ નર્સવ હતાં. આખરે આ પ્રશ્ન પાંચ કરોડનો હતો. આ તબક્કે સનમીત પાસે બે લાઇફલાઇન્સ બાકી હતી. પ્રથમ હતી ડબલ ડિપ અને બીજી હતી ફોન ઍ ફ્રેન્ડ.
સનમીત સામે પ્રશ્ન આવ્યો કે દુનિયાના બીજા સૌથી ઊંચા શિખર કે2 ઉપર સફળતાપૂર્વક ચડાણ કરનાર પ્રથમ મહિલા કોણ હતાં? સનમીતને આ પ્રશ્નનો ઉત્તર ખબર નહોતો, તો તેમણે ફોન ઍ ફ્રેન્ડ લાઇફલાઇન યૂઝ કરી. તેમણે પોતાના મિત્ર રવિન્દર કૌરને ફોન કર્યો અને સવાલનો જવાબ પૂછ્યો, પરંતુ અફસોસ કે જ્યાં સુધી રવિન્દર તેનો જવાબ આપત, ત્યાં સુધી ટાઇમ પૂરો થઈ ગયો.
હવે સનમીત પાસે બીજી અને છેલ્લી લાઇફલાઇન ડબલ ડિપ યૂઝની હતી અને પછી તેમણે સાચો જવાબ આપ્યો. આ સાથે જ પાંચ કરોડ જીતનાર સનમીત પ્રથમ મહિલા બની ગયાં. સનમીત કૌરના પતિ મુંબઈમાં છેલ્લા 42 વરસથી ભાડાના મકાનમાં રહે છે અને લગ્ન બાદ છેલ્લા 18 વર્ષોથી સનમીત પણ તેમની સાથે જ આ ભાડાના મકાનમાં રહે છે. સનમીત કૌરને બે દીકરીઓ છે. સનમીતે જણાવ્યું કે તેઓ આ પૈસાથી પોતાનું ભાડાનું મકાન ખરીદી લેવા માંગે છે અને સાસુને ગિફ્ટ તરીકે આપવા માંગે છે. તેમના સસરાની પણ આ જ ઇચ્છા હતી કે તેઓ આ ઘર ખરીદી લે. આ ઘર સાથે સનમીતના સાસુની અનેક સારી યાદો જોડાયેલી છે અને તેઓ ઇચ્છે છે કે આ ઘર હંમેશા તેમની પાસે જ રહે. સનમીત કૌરે જણાવ્યું કે તેમના પતિને કેટલાંક વર્ષો અગાઉ બિઝનેસમાં મોટો નુકસાન થયો હતો અને આ દરમિયાન તેમને ઘણી લોન્સ લેવી પડી હતી. તે કર્જ પણ સનમીત ઉતારવા માંગે છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
