• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોણ છે ઈન્ટરનેટની દુનિયાના જાણીતા હિંદુસ્તાની ભાઉ, કેટલુ કમાય છે

આજે હિંદુ્સ્તાની ભાઈ સોશિયલ મીડિયા પર એક જાણીતો ચહેરો બની ચૂક્યા છે. તેમનુ અસલી નામ વિકાસ જયરામ પાઠક છે. જાણો તેમના વિશે...
|
Google Oneindia Gujarati News

આજે હિંદુ્સ્તાની ભાઉ સોશિયલ મીડિયા પર એક જાણીતો ચહેરો બની ચૂક્યા છે. તેમનુ અસલી નામ વિકાસ જયરામ પાઠક છે. તે અલગ અલગ મુદ્દાઓ પર સોશિયલ મીડિયા દ્વારા પોતાની વાત કહે છે. કદાચ જ કોઈ એવુ હોય જે તેમના વિશે ન જાણતા હોય. પોતાના વીડિયોથી ફેમસ થયા બાદ તે બિગ બૉસમાં દેખાયા હતા. તે આ શોના વિનર તો ન બની શક્યા પરંતુ તેમણે લોકોના દિલ જરૂર જીતી લીધા. અત્યારે તે પ્રોડ્યુસર અને ડાયરેક્ટર એકતા કપૂરની એક વેબ સીરિઝના વિવાદિત સીન માટે ચર્ચામાં છે. તેમણે એકતા કપૂર સામે ફરિયાદ નોંધાવી છે અને સતત આ મુદ્દે વીડિયો શેર કરી રહ્યા છે.

જીવનમાં ખૂબ સંઘર્ષ કર્યો

જીવનમાં ખૂબ સંઘર્ષ કર્યો

આજે લોકો વચ્ચે જાણીતા અને લાખો રૂપિયા કમાતા હિદુસ્તાની ભાઉએ પોતાના જીવનમાં ઘણો સંઘર્ષ પણ કર્યો. આજે અમે તેમના અંગત જીવન સાથે જોડાયેલા અમુક કિસ્સાઓ વિશે જણાવવાના છે. જનસત્તાના એક રિપોર્ટ અનુસાર હિંદુસ્તાની ભાઉ મૂળ રીતે એક મરાઠી પરિવારના છે. તેમણે માત્ર 7માં ધોરણથી જ પરિવારની નબળી આર્થિક સ્થિતિના કારણે વેઈટરનુ કામ કરવુ પડ્યુ હતુ. આ સિવાય તે ઘરે ઘરે જઈને અગરબત્તીઓ પણ વેચતા હતા.

છાપામાં કરી નોકરી

છાપામાં કરી નોકરી

રિપોર્ટ અનુસાર થોડા વર્ષો બાદ હિંદુસ્તાની ભાઉએ પોલિસ ટાઈમ્સ નામના એક મરાઠી છાપામાં નોકરી કરી. તેમણે પત્રકારિતાના જગતમાં પણ ઉપલબ્ધિઓ મેળવી. વર્ષ 20111માં હિંદુસ્તાની ભાઉને મુંબઈના સર્વશ્રેષ્ઠ ચીફ ક્રાઈમ રિપોર્ટરનો પુરસ્કાર મળ્યો હતો. જો કે ભાઉ સાથે જોડાયેલી આ વાત તેમના બહુ ઓછા ફેન્ જાણતા હશે.

2014માં બનાવી યુટ્યુબ ચેનલ

2014માં બનાવી યુટ્યુબ ચેનલ

હિંદુસ્તાની ભાઉએ ત્યારબાદ વર્ષ 2014માં પોતાની યુટ્યુબ ચેનલ પણ બનાવી. જેની લોકપ્રિયતા રોજેરોજ વધતી ગઈ. તે પોતાની આ ચેનલ પર અભિનેતા સંજય દત્તની મિમિક્રી કરતા હતા. આ સાથે જ તે પાકિસ્તાનની પણ ઘણા મુદ્દે ક્લાસ લેવા લાગ્યા. જો કે તે હજુ પણ પાકિસ્તાનની ક્લાસ લગાવવામાં પાછળ નથી હટતા. હાલમાં જ તેમણે એક પાકિસ્તાની યુટ્યુપર વકાર જાકતાની પણ ક્લાસ લીધી હતી. બંનેની લાઈવ વીડિયો દ્વારા થયેલ વાતચીતનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

કેવી રીતે આવ્યા ચર્ચામાં?

કેવી રીતે આવ્યા ચર્ચામાં?

ભાઈના ચર્ચામાં આવવાની વાત કરીએ તો તેમણે એન્ટી નેશનલ લોકો માટે ગાળો દેતો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જે બાદમાં ઝડપથી વાયરલ થવા લાગ્યો. આ વીડિયો તેમણે પોતાની કારમાં બેસીને બનાવ્યો હતો. જો કે તે પોતાના મોટાભાગના વીડિયો કારમાં બેસીને જ બનાવે છે. પોતાના આ વીડિયો વાયરલ થયા બાદ હિંદુસ્તાની ભાઉ 'પહેલી ફુરસત' વ્યક્તિ તરીકે ફેમસ થઈ ગયા હતા.

મીમ્સની દુનિયામાં ઘણા ફેમસ

મીમ્સની દુનિયામાં ઘણા ફેમસ

આ ઉપરાંત હિંદુસ્તાની ભાઉને મીમ્સની દુનિયામાં ઘણા પસંદ કરવામાં આવે છે. સોશિયલ મીડિયા પર તમને ભાઉ સાથે જોડાયેલા ઘણા બધા મીમ મળી જશે. તેમના મીમ્સ અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ પણ થતા રહે છે. ભાઉની યુટ્યુબ ચેનલની વાત કરીએ તો આના પર 5.40 લાખ આસપાસ સબસ્ક્રાઈબર્સ છે. જો મીડિયા રિપોર્ટસની માનીએ તો તે દર વર્ષે 40-50 લાખ રૂપિયા માત્ર યુટ્યુબમાંથી કમાય છે. આ ઉપરાંત પણ તેમની કમાણી અન્ય દ્વારા છે. આમાં નોકરી ઉપરાંત ટીવી એંડોર્સમેન્ટ પણ શામેલ છે.

મહિમા ચૌધરીના કરિયરનો એચાનક એન્ડ કેવી રીતે થયો, વર્ષો પછી જણાવ્યુ તેણે કારણ મહિમા ચૌધરીના કરિયરનો એચાનક એન્ડ કેવી રીતે થયો, વર્ષો પછી જણાવ્યુ તેણે કારણ

English summary
Know everything abour]t Hindustani Bhau life career networth income family biography.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X