For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોબ લિંચિંગનો શિકાર થવાથી માંડ માંડ બચી હતી મહાભારતની ‘દ્રૌપદી'

રૂપા ગાંગુલીએ પોતાની સાથે બનેલ મોબ લિંચિંગનો એક ભયાનક કિસ્સાનો પણ ઉલ્લેખ કર્યો છે.

|
Google Oneindia Gujarati News

પાલઘરમાં થયેલી મોબ લિંચિંગની ઘટના બાદ લોકોની અંદર જબરદસ્ત ગુસ્સો છે. સોશિયલ મીડિયા પર લોકો આ દર્દનાક અને શરમજનક ઘટનાની નિંદા કરી રહ્યા છે. વળી, ટ્વિટર પર લોકો ઉદ્ધવ ઠાકરેની સરકાર પર મોટા સવાલ ઉઠી રહ્યા છે. ઘણા બૉલિવુડ એક્ટર્સે આ બાબતે રોષ વ્યક્ત કર્યો છે. વળી, આ મામલે મહાભારતના શોમાં દ્રૌપદીની ભૂમિકા નિભાવનાર અને પશ્ચિમ બંગાળના રાજ્યસભા સાંસદ રૂપા ગાંગુલીએ ઘટનાની આકરી નિંદા કરી છે.

ગાડીમાંથી ઉતારીને મારી હતી

ગાડીમાંથી ઉતારીને મારી હતી

આ સાથે તેમણે પોતાની સાથે બનેલ એક ભયાનક કિસ્સાનો પણ ઉલ્લેખ કર્યો છે. રૂપા ગાંગુલીએ જણાવ્યુ કે લગભગ 17થી 18 લોકોએ તેને ગાડીમાંથી ઉતારીને મારી હતી. આ સાથે જ તેની ગાડી પણ તોડી દીધી હતી. તેણે ટ્વિટર પર લખ્યુ હતુ કે, ‘મને થોડા દિવસોથી યાદ આવી રહી છે 22 મે, 2017ના ડાયમંડ હાર્બરની એ ઘટના...'

2 બ્રેઈન હેમરેજ થયા

2 બ્રેઈન હેમરેજ થયા

17-18 લોકોએ પોલિસને સાથે લાવીને મને ગાડીમાંથી નીચે ઉતારીને રોડ પર પટકી પટકીને મારી હતી. એ લોકોએ બહુ વાર સુધી તોડફોડ મચાવી હતી. હું બસ મરી નહોતી પરંતુ 2 બ્રેઈન હેમરેજ થયા. હું એક રેલી ડ્રાઈવર છુ એટલા માટે ત્યાંથી નીકળી શકી. બહુ દુઃખ થઈ રહ્યુ છે પાલઘર અને પશ્ચિમ બંગાળની આ દુઃખદ ઘટનાઓ વિશે જાણીને.

શું છે સમગ્ર મામલો

વાસ્તવમાં મહારાષ્ટ્રના પાલઘરમાં ગુરુવારે ગ્રામીઓએ ત્રણ લોકોને ચોર સમજીને મારી મારીને હત્યા કરી દીધી હતી. મૃતકોની ઓળખ 35 વર્ષીય સુશીલગિરી મહારાજ, 70 વર્ષીય ચિકણે મહારાજ, કલ્પવૃક્ષદિરી અને 30 વર્ષીય નિલેશ તેલગડે તરીકે થઈ છે. નિલેશ સાધુઓનો ડ્રાઈવર હતો. એ ત્રણે લોકો મુંબઈથી સુરક કોઈની અંત્યેષેટિમાં શામેલ થવા જઈ રહ્યા હતા. પાલઘર જિલ્લાના એક ગામાં 100થી વધુ લોકોની ભીડ આમના પર તૂટી પડી. ગ્રામીણોએ પોલિસની ગાડી પર પણ હુમલો કર્યો હતો. જણાવવામાં આવી રહ્યુ છે કે આ સમગ્ર વિસ્તારમાં થોડા દિવસોથી બાળક ચોર ટોળકીની અફવા ફેલાયેલી હતી. લોકોએ આમના પર આ ટોળકીના સમજીને જાણ્યા-વિચાર્યા વિના હુમલો કર્યો અને ત્રણેની મારી મારીને હત્યા કરી દીધી.

મહારાષ્ટ્ર સરકાર આ રીતના ગુનાઓને માફ નહિ કરે

મહારાષ્ટ્ર સરકાર આ રીતના ગુનાઓને માફ નહિ કરે

આ મામલે ભાજપ નેતાઓ સહિત સોશિયલ મીડિયા યુઝર્સે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર પોલિસ પર નિશાન સાધ્યુ છે. લોકો ઉદ્ધવ ઠાકરેની સરકાર પર મોટા સવાલ ઉઠાવી રહ્યા છે. એવામાં ઠાકરેનના બચાવમાં સીએમના પુત્ર અને પર્યટન મંત્રી આદિત્ય ઠાકરે સામે આવ્યા અને તેમણે તેમને મહારાષ્ટ્ર સીએમના નિવેદનને રીટ્વિટ કરીને લખ્યુ, સીએમે પાલઘર ગુનામાં પોતાનુ નિવેદન આપ્યુ છે, ‘હું ખાસ કરીને બધા રાજકીય દળોને એ ધ્યાન અપાવવા માંગુ છુ કે સાધુઓ પર હુમલો કરનારાની પોલિસ ધરપકડ કરી ચૂકી છે અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. મહારાષ્ટ્ર સરકાર આ રીતના ગુનાઓ માફ નહિ કરે.'

આ પણ વાંચોઃ કોરોનાની આડમાં ઋણ નીતિની જાળ ફેલાવી રહ્યુ છે ચીન, ભારતની સુરક્ષાને ખતરોઆ પણ વાંચોઃ કોરોનાની આડમાં ઋણ નીતિની જાળ ફેલાવી રહ્યુ છે ચીન, ભારતની સુરક્ષાને ખતરો

English summary
Mahabharat's draupadi aka Roopa Ganguli recalls the horrible time she was mob lynched
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X