Video: 21 વર્ષની ઉંમરે ટીવીના મહારાણા પ્રતાપ ફેઝલ ખાનના ગર્લફ્રેન્ડ સાથે લગ્ન!

ફેઝલ 21 વર્ષની ઉંમરે લગ્ન કરવા જઈ રહ્યા છે. પોતાની ગર્લફ્રેન્ડ મુસ્કાન કટારિયા સાથે લગ્ન કરવાની યોજના ફેઝલે બનાવી દીધી છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ ઘણા ટીવી સ્ટાર્સ લગ્નનું પ્લાનિંગ કરી રહ્યા છે. પરંતુ આ બધા વચ્ચે એક અનોખા લગ્ન ટીવીના મહારાણા પ્રતાપ કરવા જઈ રહ્યા છે. હા, અમે વાત કરી રહ્યા છે ફેઝલ ખાનની. ફેઝલ 21 વર્ષની ઉંમરે લગ્ન કરવા જઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે પોતાની ગર્લફ્રેન્ડ મુસ્કાન કટારિયા સાથે લગ્ન કરવાની યોજના ફેઝલે બનાવી દીધી છે. તમને જણાવી દઈએ કે બંનેની મુલાકાત જોધપુરમાં એક ફેશન શો દરમિયાન થઈ હતી. ફેઝલે વાતચીતમાં કહ્યુ કે પ્રેમની કોઈ ઉંમર નથી હોતી. જો તમે એકબીજાને સમજતા હોવ તો ઉંમરનો તફાવત નડતો નથી.

અલગ પ્રકારની કેમેસ્ટ્રી

અલગ પ્રકારની કેમેસ્ટ્રી

મુસ્કાન વિશે ફેઝલે કહ્યુ કે પહેલી મુલાકાતમાં અમે એકબીજાને જાણતા નહોતા. ત્રીજી મુલાકાતમાં મને લાગ્યુ કે અમારી વચ્ચે અલગ પ્રકારની કેમેસ્ટ્રી છે. ફેઝલે જણાવ્યુ કે મુસ્કાન દેખાડામાં વિશ્વાસ નથી કરતી. મને તેના આ વિચારો ખૂબ પસંદ છે. ઉલ્લેખનીય છે કે ફેઝલ ડાંસ રિયાલિટી ચેમ્પ સિઝન 2ના વિજેતા બન્યા હતા. તેમના પિતા એક રિક્ષા ડ્રાઈવર હતા. ફેઝલે એટલુ નામ કમાયુ કે તે ઘણા ટીવી શો સાથે દેશ વિદેશમાં સ્ટેજ ડાંસ કરે છે. ચાલો તમને જણાવીએ કે ગયા વર્ષે આ સ્ટાર્સે પણ અચાનક લગ્ન કરીને સૌને ચોંકાવી દીધા હતા...

પારૂલ ચૌહાણ અને ચિરાગ ઠક્કર

પારૂલ ચૌહાણ અને ચિરાગ ઠક્કર

‘યે રિશ્તા ક્યા કહલાતા હે' ફેમ સુવર્ણાની ભૂમિકા નિભાવનાર પારૂલ ચૌહાણે ટીવી એક્ટર ચિરાગ ઠક્કર સાથે મુંબઈમાં લગ્ન કરી લીધા છે. આ લગ્ન મંદિરમાં 12 ડિસેમ્બર થયા હતા.

રઘુરામ અને નતાલી

રઘુરામ અને નતાલી

એમ ટીવીના શો Roadies ફેમ રઘુરામે પણ ગોવામાં પોતાની ગર્લફ્રેન્ડ નતાલી ડિ લુસિયો સાથે 12 ડિસેમ્બરે લગ્ન કર્યા. આ પહેલા તેમણે 2006માં અબિનેત્રી સુગંધા ગર્ગ સાથે લગ્ન કર્યા હતા. આ વર્ષે જાન્યુઆરીમાં રઘુ અને સુગંધાએ છૂટાછેડા લીધા હતા.

પૂરબ કોહલી અને લૂસી પેટન

પૂરબ કોહલી અને લૂસી પેટન

એક્ટર અને વીજે પૂરબ કોહલીએ પોતાની ગર્લફ્રેન્ડ લૂસી પેટન સાથે લગ્ન કરી લીધા છે. પૂરબ કોહલી અને લૂસી પેટનની એક દીકરી પણ છે જેનુ નામ ઈનાયા છે અને તેનો જન્મ પૂરબ-લૂસીના લગ્ન પહેલા થયો હતો.

ગૌતમ રોડે અને પંખુડી

ગૌતમ રોડે અને પંખુડી

ટીવી શો ‘સૂર્યપુત્ર કર્ણ' થી છવાઈ જનારા અભિનેતા ગૌતમ રોડે (40) એ લૉન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ પંખુડી અવસ્થી સાથે 5 જાન્યુઆરીના રોજ અલવરમાં લગ્ન કર્યા. નાની ઉંમરની છોકરી સાથે લગ્ન કરવા માટે આ લગ્ન આ વર્ષે ચર્ચામાં રહ્યા.

પ્રિન્સ નરુલા અને યુવિકા ચૌધરી

પ્રિન્સ નરુલા અને યુવિકા ચૌધરી

બિગ બૉસ 9ના વિનર પ્રિન્સ નરુલા અને આ જ શોની એક્સ કન્ટેસ્ટન્ટ યુવિકા ચૌધરી લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. આ લગ્ન પંજાબી રીતિ રિવાજથી થયા. લગ્નના બધા ફંક્શન મુંબઈમાં થયા. આ લગ્નમાં કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા.

ગૌરવ ચોપડા અને હિતિશા

ગૌરવ ચોપડા અને હિતિશા

બિગ બૉસ ફેમ ગૌરવ ચોપડાએ પણ આ વર્ષે હિતિશા સાથે લગ્ન કર્યા હતા. તેમણે પોતાના હોમટાઉન દિલ્લીમાં જઈને ગૂપચૂપ રીતે લગ્ન કર્યા પરંતુ સોશિયલ મીડિયા પર ફોટા ખૂબ વાયરલ થયા હતા.

રોશેલ રાવ અને કીથ સેકુરા

રોશેલ રાવ અને કીથ સેકુરા

બિગ બૉસ સિઝન 9ની કન્ટેસ્ટન્ટ રહેલ રોશેલ રાવ અને કીથ સેકુરાએ પણ આ વર્ષે લગ્ન કર્યા. બંનેએ 3 માર્ચ, 2018ના રોજ તમિલનાડુના મહાબલિપુરમમાં બીચ પર લગ્ન કર્યા કે જે પોતાના લોકશન માટે ઘણા ચર્ચામાં રહ્યા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X