Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

નચ બલિયેમાં પહોંચ્યા મટરૂ કી બિજલી કા મંડોલા

Imraan Khan

મુંબઈ, 7 જાન્યુઆરી : મટરૂ કી બિજલી કા મંડોલા ફિલ્મની આખી કાસ્ટ ફિલ્મના પ્રમોશનમાં જોતરાયેલી છે. જેમ જેમ ફિલ્મની રિલીઝ ડેટ નજીક આવતી જાય છે, તેમ-તેમ આખી ટીમ ફિલ્મના પ્રમોશનની કોઈ પણ તક નથી છોડી રહી. એમ પણ આ ફિલ્મ ઇમરાન ખાનની છે અને તેમના મામૂ એટલે કે આમિર ખાન પોતાની ફિલ્મોના પ્રમોશન માટે ખૂબ જાણીતાં છે, તો ઇમરાન પણ પોતાના મામૂની જેમ ફિલ્મને હૅડલાઇન્સમાં ચમકાવવાની કોઈ તક છોડવા નથી માંગતાં.

તાજેતરમાં મટરૂ કી બિજલી કા મંડોલાની ટીમ નચ બલિયેના સેટ પર પહોંચી. ત્યાં હાજર તમામ જોડીઓ ઇમરાન અને બિજલી અનુષ્કાને પોતાની વચ્ચે પામી ખૂબ ખુશ થઈ. કેટલાંક દિવસ અગાઉ ઇમરાન ખાન અને અનુષ્કા શર્મા સલમાન ખાનના શો બિગ બૉસમાં પણ પોતાની ફિલ્મના પ્રમોશન માટે પહોંચ્યા હતાં. ઇમરાન-અનુષ્કાએ પોતાની ફિલ્મનું જોરદાર પ્રમોશન કર્યું. બનેએ નચ બલિયેની જોડીઓને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ પાઠવી અને સાથે જ પોતાની ફેવરિટ જોડી અંગે પણ જણાવ્યું. નચ બલિયેના ત્રણ જજો પણ ઇમરાન અને અનુષ્કાને મળી ખૂબ ખુશ થયાં.

આ અગાઉ ઇમરાન અને અનુષ્કા સલમાનના શો બિગ બૉસમાં ગયા હતાં. ત્યાં પણ બંનેએ ફિલ્મ સાથે જોડાયેલી અનેક વાતો શૅર કરી હતી. જોકે ફિલ્મના મુખ્ય પાત્રોમાં શામેલ પંકજ કપૂર એકેય પ્રમોશનમાં દેખાતા નથી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X