ગુસ્સામાં ભડકી મોની રોય, વચ્ચે જ છોડ્યો પ્રોગ્રામ
ટેલિવિઝન અભિનેત્રી મોની રોયના તો બધા જ દિવાના છે. જલ્દી જ તેની સિરિયલ નાગિન 2 આવી રહી છે. જેમાં માટે લોકો ઘણા એક્સાઇટેડ છે. હાલમાં જ નાગિનનું લોન્ચ થયું. જેમાં નાગિન સિરિયલની ટીમ પહોંચી હતી. મોની લોન્ચ દરમિયાન ખુબ જ સુંદર લાગી રહી હતી.

પરંતુ લોન્ચ દરમિયાન મોની રોયનો મૂડ બગડી ગયો. વાત આમ બની કે મોની રોય ગુસ્સામાં ભડકી ઉઠી અને ત્યાંથી જતી રહી. કારણકે મોની રોયને તેના લિપ જોબ પર સવાલ કરવામાં આવ્યો હતો.

જયારે મીડિયાએ મોની રોયને તેના લિપ જોબ પર સવાલ કર્યો. ત્યારે તે ગુસ્સામાં એવું કહીને ચાલી ગયી કે તેની ઇન્સ્ટાગ્રામ તસવીરો જોઈ લો.

મોની રોયે એવું પણ કહ્યું કે આવા સવાલ તેઓ પૂછી જ કઈ રીતે શકે. તેની સાથે સાથે મોની રોયે આવા સવાલ પર ઓર્ગેનાઈઝરને પણ ફરિયાદ કરી. ત્યારપછી મોની એ ટવિટ કરીને લખ્યું કે "Rise above the negativity of others. Stay positive always."

આપને જણાવી દઈએ કે 8 ઓક્ટોબરે નાગિનના પહેલા એપિસોડથી મોની ફરી એકવાર ટીવી પરદે જોવા મળશે. નાગિનની પહેલી સીઝન ખુબ જ શાનદાર રહી હતી.

નાગિનની પહેલી સીઝન ટીઆરપી લિસ્ટમાં ટોપ પર રહી હતી. મોની અને અર્જુનની જોડીને લોકોએ ખુબ જ પસંદ કરી હતી.

અદા ખાન પણ એક નવા અવતારમાં જોવા મળશે. આ સીઝનમાં તે રુચિકાના રોલમાં જોવા મળશે. જે રહેજા પરિવારમાં જ રહે છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
