મૌનીએ બોયફ્રેન્ડ સાથે કર્યું નવા વર્ષનું સ્વાગત, જુઓ તસવીરો

Written By:
Subscribe to Oneindia News

નવું વર્ષ 2017 શરૂ થઇ ચુક્યું છે અને તમામ સ્ટાર્સે નવા વર્ષનું સ્વાગત પોતાના અંદાજમાં કર્યું છે. ન્યૂ યર સેલિબ્રેશનમાં આપણા ટીવી સ્ટાર્સ પણ પાછળ નથી. ટીવી સિરિયલ 'નાગિન' ફેમ મૌની રોયે પોતાના નજીકના મિત્રો સાથે ગોવામાં ન્યૂ યરનું સ્વાગત કર્યું હતું. આ નજીકના મિત્રોમાં મૌની રોયના બોયફ્રેન્ડ મોહિત રૈનાનો પણ સમાવેશ થાય છે. મૌની એ પોતાના ન્યૂ યર સેલિબ્રેશનની તસવીરો તેના ઇન્સ્ટગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.

મૌની અને મોહિત રૈના ઘણા વર્ષોથી એકબીજને ડેટ કરી રહ્યાં છે, પરંતુ તેમણે ક્યારેય ઓફિશયલી પોતાનું રિલેશન જાહેર નથી કર્યું. કહેવાઇ રહ્યું હતું કે, વર્ષ 2017માં મૌની અને મોહિત લગ્ન કરશે. પરંતુ પોતાના તાજેતરના ઇન્ટરવ્યૂમાં મોહિતે આ તમામ અફવાઓનું ખંડન કરતાં કહ્યું છે કે, હું મારી પર્સનલ લાઇફને પર્સનલ જ રાખવા માંગુ છું. મૌની હાલ 'નાગિન 2' ટીવી સિરિયલમાં જોવા મળી રહી છે, જ્યારે મોહિત રૈના છેલ્લે ટીવી શો 'ચક્રવર્તી અશોક સમ્રાટ'માં જોવા મળ્યો હતો.

મિત્રો સાથે મૌની રોય-મોહિત રૈના

મિત્રો સાથે મૌની રોય-મોહિત રૈના

ગોવામાં ન્યૂ યર સેલિબ્રેશન માટે તૈયાર મૌની, મોહિત અને તેમના અન્ય મિત્રો.

બીચ અવતાર

બીચ અવતાર

પિંક કલરના બીચ આઉટફિટમાં મૌની રોય. મૌની હાલ ટેલિવિઝનની સૌથી હોટ એક્ટ્રેસમાંની એક છે.

સેલ્ફી ક્વીન

સેલ્ફી ક્વીન

મિત્રો સાથે સેલ્ફી લેતી મૌની રોય. તે ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે. મૌની અવારનવાર પોતાની વિવિધ તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે.

બીચ પર મસ્તી

બીચ પર મસ્તી

પોતાના મિત્રો સાથે બીચ પર ક્વોલિટિ ટાઇમ સ્પેન્ડ કરી રહેલી મૌની રોય. માનવું પડે કે મૌની રોય આ ફોટામાં ખૂબ હોય અને સ્ટાયલિશ દેખાય છે.

મૌની રોય

મૌની રોય

આ તસવીરો પરથી અંદાજ લગાવી શકાય છે કે મૌની અને મોહિતે ખૂબ જ શાનદાર અંદાજમાં નવા વર્ષનું સ્વાગત કર્યું છે.

મોહિત રૈના

મોહિત રૈના

મોહિતે પોતાના ઇન્ટરવ્યૂમાં એમ પણ કહ્યું હતું કે, અમે જલ્દી જ લગ્ન કરવાનું વિચારી રહ્યાં છીએ, પરંતુ ક્યારે કરીશું એ અંગે અત્યારે કંઇ કહી શકાય એમ નથી.

વ્હાઇટ ગર્લ્સ ગેન્ગ

વ્હાઇટ ગર્લ્સ ગેન્ગ

પોતાની ગર્લ્સ ગેન્ગ સાથે મૌની રોય. તેની દરેક તસવીર મૌનીના ફેન્સ માટે એક ટ્રીટ છે.

વન મોર

વન મોર

સુંદર 'નાગિન' મૌનીની અન્ય એક હોટ તસવીર.

English summary
Naagin actress Mouni Roy Mohit Raina to celebrate new years eve in Goa.
Please Wait while comments are loading...