કલર્સ પર આજથી ધૂમ મચાવશે નૌટંકી : ધ કૉમેડી થિયેટર

મુંબઈ, 2 ફેબ્રુઆરી : ટેલીવિઝન ચૅનલ કલર્સ પર આજ રાતથી કૉમેડીનો મહારિયલિટી શો શરૂ થવા જઈ રહ્યો છે. શોનું નામ છે નૌટંકી : ધ કૉમેડી થિયેટર. ચૅનલનો દાવો છે કે આ શો લાફ્ટર ચૅલેંજ કરતાં પણ વધુ હિટ રહેશે. આ શોમાં ત્રણ જજિસ છે. તેમાં નેહા ધુપિયા, એવરગ્રીન જમ્પિંગ બૉય જિતેન્દ્ર તથા તેમના પુત્ર અભિનેતાર તુષાર કપૂરનો સમાવેશ થાય છે.

nautanki-the-comedy-theatre

આજે રાત્રે નૌ વાગ્યાથી આ કૉમેડી શોની મજા માણી શકાશે. આ શોમાં ટેલીવિઝન તેમજ બૉલીવુડની દુનિયાના ચર્ચિત ચહેરાઓ દેખાશે. હિન્દી ફિલ્મોમાં વિલન તરીકે જાણીતા રણજીત પણ લાંબાગાળા બાદ મંચ ઉપર દેખાશે, તો રશ્મિ દેસાઈ, બિગ બૉસ 6 ફેમ ઇમામ સિદ્દીકી, કૉમેડી કિંગ રાજૂ શ્રીવાસ્તવનો અંદાઝ પણ જોવા મળશે.

શોના હોસ્ટ નેહા ધુપિયાએ આ અંગે જણાવ્યું કે લોકોને હસાવવું ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ મુશ્કેલ કામ કરવામાં તેમને મજા પડે છે. તેથી જ તેઓ કૉમેડી શો માટે તૈયાર થયાં. નેહાને લાગે છે કે તેમનો શો નૌટંકી : ધ કૉમેડી થિયેટર જરૂર હિટ થશે. કૉમેડી ફિલ્મ બાદ નેહા ટુંકમાં જ કરણ જૌહરની ઉંગલી ફિલ્મમાં પણ દેખાશે. નૌટંકીનું પ્રસારણ 2જી ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X