કિસ કોન્ટ્રોવર્સિ: નિયાએ કહ્યું, આ વાત મારા માટે નોર્મલ છે!

Posted By:
Subscribe to Oneindia News

ટેલિવિઝનની સોનમ કપૂર કહેવાતી નિયા શર્મા ફરી ચર્ચામાં છે. પોતાના હોટ અવતાર અને બોલ્ડ સ્ટેટમેન્ટ્સથી ચર્ચામાં કઇ રીતે રહેવું એ તેને બરાબર આવડે છે. હાલ તે 'ટ્વીસ્ટેડ' નામની વેબ સિરિઝમાં જોવા મળી રહી છે. તેની આ સિરિઝને સારો રિસ્પોન્સ મળ્યો છે તથા તે અહીં ટીવી કરતા બિલકુલ અલગ અવતારમાં જોવા મળી રહી છે. આ સિરિઝમાં તેની સાથે નમિત ખન્ના છે.

નિયા પોતાના હોટ અવતાર, બોલ્ડ સ્ટેટમેન્ટ્સ અને સ્ટનિંગ રેડ કાર્પેટ લૂકને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. વળી તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે, તે અવાર-નવાર પોતાના હોટ ફોટોઝ પોસ્ટ કરતી રહે છે.

કેમ ચર્ચામાં છે નિયા?

કેમ ચર્ચામાં છે નિયા?

હાલ નિયા શર્મા તેની ફી-મેલ કો-સ્ટાર ઇશિતા શર્મા સાથેના કિસિંગ સિન માટે ચર્ચામાં છે. એક રિસન્ટ ઇન્ટરવ્યૂમાં તેણે આ અંગે વાત કરતાં કહ્યું કે, મારા ફ્રેન્ડ્સ કે ફેમિલીમાંથી કોઇએ આ સિન અંગે મને કંઇ નથી પૂછ્યું કારણ કે આ ખૂબ નોર્મલ વાત છે. મેં આ સિન બે મહિના પહેલા શૂટ કર્યો હતો.

આ સિનનો અનુભવ

આ સિનનો અનુભવ

આ સિન અંગેનો પોતાનો અનુભવ જણાવતા નિયાએ કહ્યું કે, એ દિવસે હું ખૂબ નર્વસ હતી અને અનકમ્ફર્ટેબલ ફીલ કરી રહી હતી. એ દિવસે મને રિયલાઇઝ થયું કે એક્ટિંગ કંઇ કેકનો ટુકડો નથી. પરંતુ બે મહિના પછી, આ વાત શા માટે ચર્ચામાં છે એ મને નથી સમજાઇ રહ્યું.

આ નેટફ્લિક્સનો જમાનો છે

આ નેટફ્લિક્સનો જમાનો છે

"આ નેટફ્લિક્સનો જમાનો છે અને હું એ તમામ સિરિઝ અને મૂવિ જોવા ટેવાયેલી છું. એમાં કોઇ એક સિન એવો નથી હોતો, જ્યાં આ બધું ન હોય, તો મારા માટે આ ખૂબ નોર્મલ વાત છે. ખરેખર તો અમે સાચી દુનિયાની છબી લોકો સમક્ષ મુકી રહ્યાં છીએ. આ કારણે કંઇ હું લેસ્બિયન નથી બની જતી."

ચર્ચાને કારણે વધી શોની પોપ્યુલારિટી

ચર્ચાને કારણે વધી શોની પોપ્યુલારિટી

"એક એક્ટર તરીકે, મને એ વાતની ખૂબ ખુશી છે કે મને ટીવી અને ડીજિટલ મીડિયમ એક્સપ્લોર કરવાની તક મળી છે. જો કે, એક રીતે હું મારા વિશે અને આ સિન વિશે જે લખાઇ રહ્યું છે, એ અંગે પણ ખુબ ખુશ છું, કારણ કે એ કારણે લોકો મારો શો વધુ જોઇ રહ્યાં છે."

'બહુ'નું ટેગ કાઢો

'બહુ'નું ટેગ કાઢો

તેણે આગળ કહ્યું કે, આ સિન અંગે આટલું સ્ટ્રોન્ગ નેગેટિવ રિએક્શન મારી ટીવી પરની 'બહુ' તરીકેની ઇમેજને કારણે આવી રહ્યું છે. નિયા શર્મા નામ પાછળથી 'બહુ' ટેગ કાઢી નાંખો અને તમને સમજાઇ જશે કે, મેં કશું ખોટું નથી કર્યું. જો તમે મને ટીવીની 'બહુ' કહીને જ સંબધશો, તો આ બધું તમને યોગ્ય નહીં લાગે.

ખતરોં કે ખિલાડી 8

ખતરોં કે ખિલાડી 8

નિયા શર્મા આ સિવાય ખતરોં કે ખેલાડીની સિઝન 8માં પણ જોવા મળશે. આ શોમાં તે 'જમાઇ રાજા'ના કો-સ્ટાર રવિ દુબે સાથે હરીફાઇ કરતી જોવા મળશે. આ રિયાલિટી શોની 8મી સિઝન સ્પેનમાં શૂટ થનાર છે, તેણે આ અંગે વાત કરતાં કહ્યું હતું કે, મને ગરોળીથી ખૂબ ડર લાગે છે. જો તેઓ મને ગરોળી સાથે કોઇ ટાસ્ક આપશે તો હું શો છોડીને ઇન્ડિયા આવી જઇશ.

English summary
Check out Nia Sharmas perfect reply for the haters who have objection over her latest lip-lock scene with co-star, Isha Sharma in Twisted.
Please Wait while comments are loading...