સૌથી હોટ એક્ટ્રેસ, ઐશ્વર્યાની કોપી કરવા જતા થઇ ટ્રોલ

Written By:
Subscribe to Oneindia News

ટીવી ઇન્ડસ્ટ્રીની સૌથી હોટ એક્ટ્રેસ કહેવાતી નિયા શર્માએ હાલમાં જ કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. સોશિયલ મીડિયા પર અત્યંત એક્ટિવ એવી નિયા શર્માના લૂક્સ આમ તો તેના ફેન્સને ખૂબ પસંદ પડતા હોય છે. પરંતુ તેણે હાલમાં પોસ્ટ કરેલ તસવીરોમાં એવું નહોતું થયું. આ તસવીરો માટે તેને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહી છે.

ઐશ્વર્યાની કરી કોપી

ઐશ્વર્યાની કરી કોપી

આ તસવીરોમાં નિયા શર્મા સુંદર વ્હાઇટ આઉટફિટ સાથે વાયોલેટ કલરની લિપસ્ટિકમાં જોવા મળે છે. કાન્સ 2016માં ઐશ્વર્યા પણ વાયોલેટ કલરના લિપ શેડ સાથે જોવા મળી હતી અને આ માટે તેની ખૂબ ટીકા થઇ હતી. હવે નિયા શર્માએ પણ એ જ ભૂલ કરી છે.

વાયોલેટ લિપ કલર

વાયોલેટ લિપ કલર

નિયા શર્માએ હેલોવીન માટે વાયોલેટનો એશ કરતા થોડો ડાર્ક શેડ પસંદ કર્યો હતો. નિયા ટેલિવૂડની સોનમ કપૂર કહેવાય છે અને તે હંમેશા પોતાના આઉટફિટ્સ અને મેકઅપ સાથે એક્સપરિમેન્ટ કરે છે. જો કે, નિયાનું આ એક્સપરિમેન્ટ તેના ફેન્સને ખાસ પસંદ નથી પડ્યું.

એશિયામાં ત્રીજા નંબરે

એશિયામાં ત્રીજા નંબરે

નિયા શર્મા વર્ષ 2016ની એશિયાની ત્રીજી સૌથી સેક્સી વુમનનો ખિતાબ જીતી હતી. આ રેસમાં તેણે બોલિવૂડની કેટરિના કૈફ અને આલિયા ભટ્ટ જેવી હિરોઇનને પણ પાછળ છોડી હતી. નિયા શર્માએ ટીવી ઇન્ડસ્ટ્રીમાં ઇન્ટરનેશન સ્ટાયલ અને ફેશન ફોલો કરવાનો ટ્રેન્ડ શરૂ કર્યો છે, એમ કહીએ તો ખોટું નહીં કહેવાય. તેના ઇન્સ્ટાગ્રામ ફોટોઝ આ વાતની સાબિતી છે.

હોટ અને બોલ્ડ અવતાર માટે જાણીતી

હોટ અને બોલ્ડ અવતાર માટે જાણીતી

આ પહેલીવાર નથી જ્યારે નિયા શર્મા ટ્રોલ થઇ હોય. તે આનાથી પણ વધુ નકારાત્મક કોમેન્ટ્સનો સામનો કરી ચૂકી છે અને આ માટે ઇન્ટરનેટ હેટર્સને સણસણતો જવાબ પણ આપી ચૂકી છે. તેનો બોલ્ડ અને હોટ અવતાર અનેકવાર લોકોની ટીકાનું કારણ બન્યો છે અને આમ છતાં તેણે એક્સપરિમેન્ટ્સ કરવાનું છોડ્યું નથી.

સોશિયલ મીડિયા ફોલોઅર્સ

સોશિયલ મીડિયા ફોલોઅર્સ

નિયા સોશિયલ મીડિયા પર સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતી એક્ટ્રેસિસમાંની એક છે અને આથી આવા મામલાઓને કઇ રીતે હેન્ડલ કરવા એ બરાબર જાણે છે. થોડા સમય પહેલાં જ વિક્રમ ભટ્ટની વેબ સીરિઝમાં અતિ બોલ્ડ સિન આપવા બદલ તે ચર્ચામાં આવી હતી.

ખતરોં કે ખેલાડી

ખતરોં કે ખેલાડી

નિયા 'ખતરોં કે ખેલાડી'ની લેટેસ્ટ સીરિઝમાં પણ જોવા મળી હતી અને આ શોમાં તે ફાઇનલ સુધી પહોંચવામાં સફળ થઇ હતી. ટીવી સિરિયલમાં સાદા-સીધા રોલમાં જોવા મળતી નિયાના બે પ્રકારના ફેન્સ છે. એક જે તેની એક્ટિંગ અને સિરિયલના પાત્રને કારણે તેને પસંદ કરે છે અને બીજા છે તેના સોશિયલ મીડિયા ફોલોઅર્સ.

English summary
Did Nia Sharma just copied Aishwarya Rai Bachchan? She got trolled for the same reason as Aishwarya! Check out the details here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.