સલમાનનો બિગ બૉસ હવે કન્નડમાં પણ આવશે
મુંબઈ, 4 જાન્યુઆરી : ભલે બિગ બૉસ અંગે તરેહ-તરેહની વાતો થાય, પરંતુ તેની લોકપ્રિયતા કોઈ પણ બાબતમાં ઓછી નથી થઈ રહી. આજે પણ રાતના નવ વાગતાં જ બિગ બૉસના ખાસ દર્શકો કલર્સ સાથે ચોંટી જાય છે કે જેના કારણે તમામ વિવાદો છતાં આ શો ટીઆરપી ચાર્ટમાં સૌથી ઉપર જળવાઈ રહ્યો છે. એક અલગ જ પ્રકારનો દર્શક વર્ગ એકત્ર કરનાર આ શો દ્વારા અનેક ગુમનામ હસ્તીઓ ફરીથી ચર્ચામાં આવી ગઈ છે.

બિગ બૉસની લોકપ્રિયતા જોતાં હવે આ શોક માત્ર હિન્દીમાં જ નહીં, પણ પ્રાદેશિક ભાષાઓમાં પણ બનવા જઈ રહ્યો છે. જો બધુ સમસુથરૂં પાર પડે, તો હવે આ શો આપને માર્ચ 2013થી કન્નડ ભાષામાં પણ દેખાશે કે જે ઈટીવી કન્નડ ઉપર પ્રસારિત કરાશે. આ શોના આયોજકોએ આ બાબતની માહિતી આપી. તે અંગે અનેક વિવાદાસ્પદ કલાકારો સાથે સમ્પર્ક સાધવામાં આવ્યો છે અને શોની તૈયારી છેલ્લા તબક્કામાં છે. જોકે હજુય આ અંગેનો ખુલાસો નથી કરાયો કે શોને હોસ્ટ કોણ કરશે? કારણ કે હિન્દીમાં તો શોના સૂત્રધાર અભિનેતા સલમાન ખાન છે. તેમની લોકપ્રિયતાના પગલે આ શો સફળતાપૂર્વક ચાલે છે અને હિન્દીમાં તેની 6ઠી સીઝન ચાલી રહી છે.
નોંધનીય છે કે બિગ બૉસ અગાઉ કૌન બનેગા કરોડપતિ પણ પ્રાદેશિક ભાષાઓમાં આવી ચુક્યો છે. આ શો ભોજપુરી અને બાંગલા ભાષામાં બની ચુક્યો છે. ભોજપુરીમાં શત્રુઘ્ન સિન્હા તેમજ બાંગલા ભાષામાં સૌરભ ગાંગુલી હોસ્ટ હતાં.
-
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ



Click it and Unblock the Notifications
