Pics : સંગ્રામ જીતે કે હારે, બહાર તેમના માટે ‘ટ્રૉફી’ તૈયાર છે!
મુંબઈ, 27 ડિસેમ્બર : બિગ બૉસના છેલ્લા સ્પર્ધકોમાંના એક પહેલવાન સંગ્રામ સિંહ બિગ બૉસ જીતે કે ન જીતે, પરંતુ બિગ બૉસમાંથી બહાર આવતા જ તેમના માટે ઈનામ તૈયાર છે. આ ઈનામ તેમના જીવનસાથી તરીકે મળશે અને તે જીવનસાથી હશે પાયલ રોહતગી. સંગ્રામના પ્રેમિકા પાયલ રોહતગી કહે છે કે આ શોમાં સંગ્રામને વધુમાં વધુ વોટ મળે અને તેઓ જીતે. પાયલ નવા વર્ષે સંગ્રામ સિંહ સાથેના ઝઘડાઓ નજરઅંદાજ કરવાનો પણ સંકલ્પ કરી રહ્યાં છે.
નવા વર્ષની પૂર્વ સંધ્યાએ યોજાનાર કાર્યક્રમ માટે અભ્યાસ કરી રહેલા પાયલે જણાવ્યું - હું ઇચ્છુ છું કે સૌ કોઈ સંગ્રામને વોટ કરે અને સ્વાભાવિક છે કે હું પોતાના પ્રેમીની મદદ કરીશ. કૃપયા તેમના માટે વોટ કરો. શોનુ ફાઇનલ શનિવારે કલર્સ પર પ્રસારિત થનાર છે. વિજેતાની ટ્રૉફી માટે સંગ્રામ સિંહ, ગૌહર ખાન, તનીષા મુખર્જી અને એજાઝ ખાન સ્પર્ધામાં છે. જીત મળે કે ન મળે, પણ શોમાંથી બહાર આવતા સંગ્રામ સિંહ ખુશ જ થશે, કારણ કે 2014 માટે પાયલનો સંકલ્પ સમ્પૂર્ણપણે સંગ્રામના પક્ષે છે.
આવો તસવીરો સાથે જાણીએ સંગ્રામ વિશે શું કહે છે પાયલ રોહતગી :

સંગ્રામ સાથે ઝગડો નહીં
પાયલે જણાવ્યું - મારો નવા વર્ષનો સંકલ્પ છે કે હું સંગ્રામ સાથે ક્યારેય ઝઘડો નહીં કરુ.

દૂરી અસહ્ય
હું હંમેશા તેમની સાથે ઝઘડુ છું, પણ સાડા ત્રણ માસ તેમનાથી દૂર રહ્યા બાદ મને અહેસાસ થયો કે હું તેમના વગર નહીં રહી શકતી. તેથી સારૂં રહેશે કે હું તેમની સાથે ઝઘડો ન કરુ.

સર્વાઇવર ઇન્ડિયામાં મુલાકાત
પાયલ અને સંગ્રામની મુલાકાત 2011માં રિયલિટી શો સર્વાઇવર ઇન્ડિયામાં થઈ હતી.

બહાર આવતા જ લગ્ન
સંગ્રામ સિંહ બિગ બૉસમાંથી બહાર આવતા જ પાયલ રોહતગી તેમને પરણી જવાના છે.

કૅરિયર પર ધ્યાન
પાયલ છેલ્લા ત્રણ માસથી સંગ્રામના બિગ બૉસ શો ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા હતાં, પરંતુ હવે તેઓ પોતાના કૅરિયર પર ધ્યાન આપવા માંગે છે.

ભયભીત હતી
પાયલે જણાવ્યું - જ્યારે સંગ્રામ સિંહ બિગ બૉસ માટે જઈ રહ્યા હતાં, ત્યારે હું તેમના કરતા વધુ ભયભીત હતી.












Click it and Unblock the Notifications
